Thursday, 3 December 2020

Gujarati Essay on "Our Festivals", "આપણા ઉત્સવો અને તહેવારો ગુજરાતી નિબંધ" for Students

Essay on Our Festivals in Gujarati: In this article "આપણા ઉત્સવો અને તહેવારો ગુજરાતી નિબંધ", "આપણા તહેવારો નિબંધ", "Apna Tahevar Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Our Festivals", "આપણા ઉત્સવો અને તહેવારો ગુજરાતી નિબંધ" for Students

Gujarati Essay on "Our Festivals", "આપણા ઉત્સવો અને તહેવારો ગુજરાતી નિબંધ" for Students

તહેવારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે.' એમ કહી શ્રી કાલેલકરે ઉત્સવોની અગત્ય સમજાવી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિની પરંપરાને અને સમકાલીન જીવનના સ્થાયી વારસાને ટકાવી રાખવાની યોજના એટલે ઉત્સવો. એ ઉત્સવ મકરસંક્રાંતિનો હોય, પર્યુષણ હોય, મહોરમ હોય કે નવરાત્ર હોય. ગમે તે હોય એ ઉત્સવ ઊજવીને આપણે કોઈ સંદેશને નામે કરવા માગતા હોઈએ છીએ. પ્રત્યેક ઉત્સવ કે તહેવારને કંઈ ને કંઈ અગત્યનું કહેવાનું હોય છે. એમાંના ઘણા તહેવારોના મહત્વને આપણે ખરા અર્થમાં ઓળખતા નથી. ઘણાનું ઔચિત્ય સમજાય તેવું સ્પષ્ટ હોવા છતાં પણ આપણા ધ્યાન બહાર રહી જાય છે. આપણા લોકજીવન સાથે વણાયેલા ઉત્સવો “સાપ ગયા ને લિસોટા રહ્યા” એ ન્યાયે માત્ર બાહ્ય ઉપચાર માટે ટકી રહ્યા છે. નથી આપણે તેને બરાબર ઊજવતા, નથી તેનું રહસ્ય પામવાના પ્રયત્નો કરતા.

ઉત્સવનો કે તહેવારનો દિવસ આવ્યો એટલે એમ નહીં સમજવાનું કે આપણને વરુની માફક ખાવાનો કે અજગરની માફક પડ્યા રહેવાનો પરવાનો મળી ગયો. તે દિવસે શિથિલ બનવું, મિષ્ટાન્ન ઉડાડવાં, ભભકાદાર કપડાં પહેરવાં, ઇન્દ્રિયલોલુપ બનવું કે નિરર્થક રમતોમાં બેઠાડું બનવું યોગ્ય નથી જ. ઉત્સવના દિવસે તો આપણે અમુક વિશિષ્ટ પ્રસંગોએ આપણી સંસ્કૃતિના ઘડતરમાં શો ફાળો આપ્યો છે તે યાદ કરવાનું છે. ઋતુના ફેરફાર સાથે જીવનમાં પણ અમુક ફેરફાર કરવાનો સંકલ્પ તે દિવસે આપણે કરવાનો છે. ઉત્સવો સામાજિક હોય છે અને એના દ્વારા આપણે લોકજીવનમાં સહકાર અને એકતા કેળવવાનાં છે. તહેવાર આમ લોકશિક્ષણનું એક નૈમિત્તિક અને કીમતી અંગ છે. એને વેડફી નાખવાના કે આરામ લેવાના દિવસ તરીકે કદી પણ ન ગણી શકાય.

ઉત્સવો ઉજવવાની પ્રથાઓ પણ આપણને ઘણું ઘણું શીખવે છે. મકરસંક્રાંતિની તલસાંકળી આપણને તલનો સ્નેહ અને ગોળની આંતર અને બાહ્ય ઉભય રીતની મીઠાશ રાખવાનું શીખવે છે. શ્રાવણી પૂર્ણિમાને દિવસે થતું રક્ષાબંધન નિષ્કામરીતે રસ્યરક્ષક સંબંધ બાંધવાનો દિવસ છે. જુદા જુદા તહેવારો જુદું જુદું શીખવે છે. મહાશિવરાત્રિ અપરિગ્રહ અને ભૂતદયાનો સંદેશ આપે છે. ચૈત્રી પડવો સ્વતંત્રતાનો, ગણેશચતુર્થી જ્ઞાનસાધનાનો ને રેંટિયા બારસ રાષ્ટ્રીયતાનો સંદેશ આપે છે. આ ઉપરાંત વસંતપંચમી કે શરદપૂર્ણિમા જેવા ઉત્સવો પ્રકૃતિ સાથે માનવજીવનને સંકલિત કરી દે છે.

આવું છે આપણા ઉત્સવોની મહત્ત્વ. એ ઉત્સવો વર્ષે વર્ષે આવ્યા કરવાના. એક ઉત્સવ ગયો અને બીજો આવીને ઊભો જ છે ને ! અને આવી સાંસ્કૃતિક રૂઢિ અને ઉત્સવોની પ્રણાલિકા આપણા સામાજિક જીવનને સંસ્કૃતિના એક સામાન્ય તારમાં પરોવી દે છે. એ સૂત્ર વડે પરોવાયેલા મણિગણો જેવા આપણે વ્યક્તિગત એકમો સમાજજીવનનાં સંવાદી અંગો બની શકીએ છીએ. ઉત્સવોની આવી મહત્તા અને આ પ્રકારની વિશિષ્ટતાઓ સમજ્યા પછી એમને આપણા જીવનમાં સ્થાન આપવાનું આપણે કેમ વિચારીશું ?


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: