Essay on Taj Mahal in gujarati : In this article " તાજમહેલ વિશે નિબંધ ગુજરાતી ", " Taj Mahal vishe Gujarati ma Nibandh "...
Essay on Taj Mahal in gujarati: In this article "તાજમહેલ વિશે નિબંધ ગુજરાતી", "Taj Mahal vishe Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Taj Mahal", "તાજમહેલ વિશે નિબંધ ગુજરાતી" for Students
પ્રસ્તાવના: ભારતવર્ષમાં લાંબા સમયગાળા સુધી મોગલ બાદશાહોનું શાસન રહ્યું. એમણે પોતાના શાસનકાળમાં અનેક ઐતિહાસિક કિલ્લા તેમજ મકબરા બનાવડાવ્યા. અનેક ભવ્ય ઇમારતો આજે પણ એમની યાદને તાજી કરે છે. મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પ્રેમિકા મુમતાજમહલની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ આજે વિશ્વની આઠ અજાયબીઓમાંથી એક માનવામાં આવે છે. આ વિશ્વપ્રસિદ્ધ ઇમારત છે. તાજમહેલ ભારતની વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. -
વર્ણન: તાજમહેલ ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં સ્થિત છે. આ યમુના નદીના જમણાં તટ પર સંગેમરમરના ચબૂતરા પર ઊભું છે.આગરા કિલ્લાથી ઉત્તરની તરફ બે માઇલ ચાલ્યા પછી તાજમહેલ સ્થિત છે. એની બહાર એક વિશાળ દ્વાર બનેલો છે. એ; લાલ પથ્થરો પર કુરાનની આયતો લખી છે.અહીંયા એક સંગ્રહાલય પણ છે. એમાં મોગલ સમ્રાટોના ચિત્ર તેમજ અસ્ત્ર-શસ્ત્ર રાખ્યા છે. મુખ્ય ભવનની આગળ બંને તરફ વૃક્ષ લાગ્યા છે. ઠેર-ઠેર પાણીના ફુવારા બનેલા છે. આગળના મેદાનમાં કોમલ લીલી દૂબ લાગેલી છે. એક નાના તળાવમાં લાલ તેમજ આસમાની કમળ ખૂબ જ સોહામણા લાગે છે. આ યાત્રિઓના મનને રીતસર મોહી લે છે. એમાં રંગ-બિરંગી માછલીઓ રમતી રહે છે. સરોવરની ચારે તરફ સંગેમરમરની બેંચ બનેલી છે, જેના પર બેસીને દર્શક તાજમહેલની શોભાને નિહારે છે.
તાજમહેલનું મુખ્ય ભવન ખૂ જ સુંદર તેમજ ભવ્ય છે. ત્યાં પર સંગેમરમરનો ચબૂતરો એટલો સુંદર બનેલો છે કે, એમાં વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકે છે.
સફેદ સંગેમરમરથી બનેલી ચાર ઊંચી મીનારો એની ચારે તરફ પ્રહરીની જેમ ઊભી છે. ઉપરનું દશ્ય જોવા માટે મીનારોમાં અંદરથી સીડીઓ બનેલી છે, જેમાંથી થઈને ઉપર જઈ શકાય છે. અહીંયા બે પ્રેમીઓની સમાધિ બનેલી છે, જેની ચારે તરફ જાળીદાર પરિક્રમાં બનેલી છે. સમાધિઓ પર બહુમૂલ્ય નક્કાશી કરવામાં આવી છે, જે જોવાવાળાઓને મોહી લે છે.
ઉપસંહાર: હકીકતમાં તાજમહેલ માનવની કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ભારતની વિદ્યા તેમજ કલાનો સાક્ષાત્ પ્રતીક છે. આ આપણાં દેશની સ્થાપત્ય કલાના વિકાસનું સચોટ પ્રમાણ છે.
વર્તમાનમાં આગરા શહેરના વિકાસને કારણે આ અમૂલ્ય ધરોહર પર વિપરીત પ્રભાવ પડી રહ્યો છે. અહીંયાના કલ-કારખાનાઓથી નિકળવાવાળા ધુમાડા તેમજ અન્ય પ્રકારની ગેસોથી તાજમહેલ પ્રભાવિત થઈ રહ્યો છે. જો આ પ્રદૂષણને ના રોકવામાં આવ્યું, તો થોડા સમય પછી તાજમહેલની ચમક આજ જેવી નહીં રહી જાય. તેથી સરકારનું પરમ કર્તવ્ય છે કે, તે આ ઐતિહાસિક ભવનની પૂર્ણ રક્ષા કરે. એને પ્રદૂષણથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવવો પરમ આવશ્યક છે, જેથી ઐતિહાસિક પ્રતીક તાજમહેલની શોભા પોતાના મૂળ રૂપમાં જળવાઈ રહે.
COMMENTS