Essay on Winter Season in Gujarati : Today, we are providing શરદ ઋતુ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students ...
Essay on Winter Season in Gujarati : Today, we are providing શરદ ઋતુ નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Sharad Ritu Nibandh in Gujarati to complete their homework.
શરદ ઋતુ નિબંધ ગુજરાતી - Essay on Winter Season in Gujarati
(૧) એ ઋતુ ક્યારે બેસે છે તે.
(૨) શરદઋતુમાં થતા કુદરતી દેખાવનું વર્ણન.
(૩) શરદઋતુમાં થતો પાક તથા એ ઋતુમાં આવતા તહેવારો.
(૪) સામાન્ય
વિવેચન.
વર્ષાઋતુ વીત્યા
પછી શરદઋતુ બેસે છે. અંગ્રેજી માસ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી એ ઋતુ ગણાય છે.
આ ઋતુ બેસતાં
વરસાદ પડતો બંધ થઈ જાય છે. નદીનાળાં અને સરોવરોમાં પાણી કંઈક ઓછું થાય છે. નદીઓ
ધીમે ધીમે વહે છે. રસ્તાઓ ધીમે ધીમે સાફ થવા માંડે છે. રાત્રે આકાશમાં થતાં તોફાને
બંધ થઈ જાય છે. ઉડું ભૂરું આકાશ બધે માલમ પડે છે. કોઈ કોઈ ઠેકાણે ધોળી વાદળીઓ ધીમી
ગતિએ સરતી માલમ પડે છે. કવચિત્. ચાંદીની ચીપ જેવી વીજળી ક્ષણભર ઝબુકીને અટકી જાય
છે. રાત્રે નક્ષત્રનાથ ચંદ્રમા પોતાના પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશે છે. તારાઓના તેજથી
આકાશ હીરાકણથી જડી લીધું હોય એવું દેખાય છે. તળાવ અને સરોવરમાં કમળ ખીલી રહ્યાં
હોય છે. રાત્રે જળાશયોમાં ઉગેલાં પિયણુઓ નિશાનાથ ચંદ્ર સામું જોઈ પિતાની લંબગોળ
પાંદડીઓ પસારી જાણે મંદમંદ હસી રહ્યાં હોય એ દેખાવ થઈ રહે છે.
ખેતરો પાકથી લચી
રહ્યાં હોય છે. તૃણધાન્ય એટલે ચેખા, બાજરી, મકાઈ, વગેરે તૈયાર થઈ જાય છે. વાડીઓમાં અનેક
જાતનાં શાક ઢગલાબંધ તૈયાર થાય છે. કુમારિકાની કોમળ આંગળી સમા ભીંડા, હાથીના કુંભસ્થળને શરમાવે એવાં કહોળાં,
કુમળી માખણ જેવી દૂધી, સુંવાળી રેશમ જેવી ચોળાની શીંગ આ ઋતુમાં
પુષ્કળ પાકે છે. કાકડી, ચીભડાં, તુરીયાં અને ગુવારસોંગ તે એટલાં પાકે છે
કે એને કોઈ ભાવ પણ પૂછતું નથી.
આ ઋતુમાં ઘણું
તહેવારો આવે છે. એ બધામાં નવરાત્ર, દશેરા, શરપૂર્ણિમા, અને દિવાળી એ મુખ્ય છે.
નવરાત્ર એ નવ
માતાના તહેવારના દિવસે છે. એ દિવસોમાં ઉપવાસ કરવામાં આવે છે. દેવીઓનાં મંદિરમાં આ
દિવસોમાં ઉત્સા થાય છે. સ્ત્રીપુરુષે ત્યાં દર્શને જાય છે. દેવીઓના મંદિર આગળ આ
દિવસોમાં મેળો ભરાય છે.
નવરાત્રિ પછીને
દિવસ તે દશેરા. એ તહેવારનું લાંબુ નામ વિજય દશમી છે. એ દિવસે દેશી રાજ્યોમાં રાજા મોટી
સવારી કાઢી નીકળે છે, અને શમીવૃક્ષ તેમજ
હથિઓરોનું પૂજન કરે છે. એ દિવસે અશ્વનું પણ પૂજન કરવામાં આવે છે. અસલના ક્ષત્રિય
રાજાઓ એ દિવસે દિગ્વિજય કરવા નીકળતા.
દશેરાથી પાંચમા
દિવસે આવતે તહેવાર તે શરદપૂર્ણિમા. એ દિવસે મંદિરમાં ઉત્સવ થાય છે. નવા ચેખા આ
વખતે પાકેલા હોય છે. તે ચોખાના આ બનાવી, તેને પલાળી, દૂધ સાથે મેળવી
ચંદ્રમાને ધરાવી સાંજે દૂધપૌંઆ જમવાને કેટલેક ઠેકાણે રિવાજ છે. અજવાળી રાત્રિએ
નગરની તેમજ ગામડાની સ્ત્રીઓ ગરબા ગાય છે, અને પોતાના મધુર કંઠથી મહોલાઓ ગજવી મૂકે છે. કેટલેક ઠેકાણે
એ પુનમ પછીને પડે પણ ઉત્સવ તરીકે મનાય છે. એને ચંદની પડેવે કહે છે. ચંદની પડવાને
તહેવાર બહુ જુએ છે. ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ પર ચંદ્રગુપ્ત રાજાના અમલમાં પણ આ
તહેવાર ઉજવાતું. આજે પણ ચંદની પડવો એ સુરતવાસીઓને મોટામાં મોટા આનંદ ભોગવવાને
તહેવાર છે.
આસે માસ નો છેલ્લો
દિવસ તે દિવાળી, પણ અગિઆરસથીજ
દિવાળી શરૂ થઈ મનાય છે. વરસ સુખરૂપ વીત્યું તેના આનંદમાં ઘેરઘેર ભાતભાતનાં ખાવાનાં
આ દિવસમાં તૈયાર કરવામાં આવે છે. આ વદ ૧૩ને દિવસે ધનપૂજા કરવામાં આવે છે. ચૌદશ
હનૂમાનની પૂજા કરવાને તહેવાર છે. અમાસને દિવસે દિવાળી આવે છે. નગર અને ગામડાં આ
તહેવારોમાં દીવાઓના તેજથી ઝાકઝમાળ થઈ રહે છે, નગરની સુંદરીઓ પોતાનાં બારણામાં ભાતભાતના સાથીઆ પૂરે છે,
અને સારાં લુગડાં ઘરેણાં પહેરી એ દિવસે
આનંદથી પસાર કરે છે. દિવાળી પછીને બીજે દિવસ તે બેસતું વર્ષ. વેપારીઓ એ દિવસે
પડાપૂજન કરે છે. મિત્રે એકબીજાને એ દિવસે નવું વર્ષ સુખરૂપ જાય એવી મુબારકબાદી આપે
છે. નાના વડિલેને પગે પડી એ દિવસે આશીર્વાદ મેળવે છે.
શરદઋતુ આમ
તહેવારોથી ભરેલી છે. પણ એ ઋતુમાં લોકોને તાવ આવે છે. ચેમાસું ગયા પછી નહિ
સુકાયેલાં ખાબોચીયાંમાંથી ખરાબ હવા નીકળે છે તેથી તેમજ ખૂબ પાકવાથી સસ્તાં થએલાં
શાકપાન ખૂબ ખાધાથી લોકોને તાવ આવે છે. એ ઋતુમાં આનંદ કરવા હોય તે માણસે એ ઋતુમાં
ખાનપાનમાં બહુ કાળજી રાખવી જોઈએ.
Many jodni mistakes plz improve it but essay is awesome👏✊👍👍😎
ReplyDelete