Essay on Kashmir in Gujarati : In this article " પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર વિશે નિબંધ ગુજરાતી ", " Kashmir vishe Gujarati ma N...
Essay on Kashmir in Gujarati: In this article "પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર વિશે નિબંધ ગુજરાતી", "Kashmir vishe Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Kashmir", "પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારતવર્ષમાં અનેક તીર્થ તેમજ રમણીય સ્થળ છે. એમાંથી અનેક પહાડો પર વસેલા છે. કાશ્મીર પણ એમાંથી એક છે. કાશ્મીર ભારતના ઉત્તરમાં હિમાલય પર્વતની શ્રેણીઓમાં સ્થિત એક દર્શનીય સ્થળ છે. પ્રત્યેક વર્ષે અહીંયા પર હજારો પર્યટક ભ્રમણ કરવા આવે છે. એમાં વિદેશી અને સ્વદેશી બધા હોય છે. કાશ્મીરના સૌંદર્ય પર મંત્ર-મુગ્ધ થઈને અનેક કવિઓએ એને વિભિન્ન પદવીઓથી વિભૂષિત કર્યું છે. કેટલાંક એને મોતિઓથી જડેલ પન્ના' કહે છે. કોઈ એને ભારતનું શુભ્ર કિરીટ કહે છે. કોઈ એને પૃથ્વીનું સ્વર્ગ કહે છે. કાશ્મીર હિમાલયની ઘાટીમાં સ્થિત છે. અહીંયા પર પ્રકૃતિ હંમેશાં મિત વિખેરતી રહે છે.
મનોરંજક સ્થળ: કાશ્મીરમાં શરદ્ધાળમાં મનપસંદ ફળોથી ભરેલા બાગબગીચા, તળાવો પર ઉતરતી સાંઝ, બર્ફીલા શિખરો પર પડતી સૂરજના સોનેરી કિરણો તથા અનેક પ્રકારના ઊંચા-ઊંચા વૃક્ષો નજરે પડે છે. અહીંયા પર હસ્તશિલ્પનું કામ પણ ખૂબ જ થાય છે. એમાં હાશિયાના સિવણનું ઊની કામ; ધાતુ, લાકડીનું કામ, રજાઈઓનું કામ પ્રસિદ્ધ છે. અહીંયાના પશ્મીનાની શાલ પણ પ્રસિદ્ધ છે. અહીંયાના નિવાસીઓના ગુલાબી કપોલ, હસતાં ચહેરા સ્વાભાવિક રૂપથી બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે.
અહીંયા પર ઝેલમના તટ પર કેશરના ખેતર તથા ડલઝીલનું સૌંદર્ય જોવાલાયક છે. તળાવોમાં તરતાં પગીચા પણ પર્યટકોને બરબસ પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયાના શાલીમાર તેમજ નિશાત બાગ પણ પ્રસિદ્ધ છે. એમના સિવાય અહીંયા અન્ય પણ અનેક સુંદર તેમજ મનોરંજક સ્થળ છે.
ઉપસંહાર: ભારતના મુકુટ હિમાલય પર કાશ્મીર હકીકતમાં એક રત્નની જેમ છે. ઉત્તર ભારતમાં સ્થિત હોવાને કારણે અહીંયા પર પાકિસ્તાન તેમજ ચીન તથા તિબ્બતથી સીમાઓ મળે છે. પાડોશી દેશોની કુદૃષ્ટિ હંમેશાં ભારતના આ ગૌરવ પર લાગેલી રહે છે. આપણાં દેશના સજગ પ્રહરી અનેક જટિલ મુશ્કેલીઓ હોવા છતાં પણ એની રક્ષા માટે હંમેશાં તત્પર રહે છે. પોતાની સુંદરતાને કારણે જ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે.
COMMENTS