Letter to Father in Gujarati Language : Today, we are providing પિતાને પત્ર ગુજરાતી ભાષામાં For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Letter to Father in Gujarati Language to complete their homework.
Letter to Father in Gujarati - ગુજરાતી ભાષામાં પિતાને પત્ર
અંક્લેશ્વર, સોની ફળીઉં
તા. 10/18/2019.
ચિ. ભાઈ ધનસુખ,
તારો પત્ર મળે છે. વાંચી બીના જાણી છે. બે ત્રણ દિવસમાં તે મંગાવેલું નાણું મોકલાવી દઈશ. કપડાં સીવાઈ આવે એટલે પહેરવા કાઢજે અને અવારનવાર ઘોવડાવેલાં કપડાં પહેરજે.
અભ્યાસમાં કાળજી રાખજે પણ સૌથી વધારે શરીરની સંભાળ રાખજે. સવારમાં નિયમિત કસરત કરવાની અને સાંજે ખુલ્લી હવામાં ફરવા જવાની ટેવ પાડજે. તને મોડા ઊઠવાની ટેવ છે તે હવે છોડી દેજે.
દર અઠવાડીએ ક્યા વિષયની પરીક્ષા થઈ અને તેમાં તારા કેટલા માર્ક આવ્યા તે લખ્યા કરજે, કે જેથી તારો અભ્યાસ કેવો છે તે મને સમજાય.
લી. હરિલાલ ઉમિઆરામ ભદ્રના
આશિષ.
0 comments: