Tuesday, 1 December 2020

Gujarati Essay on "Chade Pade Jibh Vade Manvi", "ચડે પડે જીભ વડે જ માનવી નિબંધ" for Students

Chade Pade Jibh Vade Manvi Vichar Vistar in Gujarati: In this article "ચડે પડે જીભ વડે જ માનવી પંક્તિ નો વિચાર વિસ્તાર કરો", "ચડે પડે જીભ વડે જ માનવી ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Chade Pade Jibh Vade Manvi", "ચડે પડે જીભ વડે જ માનવી નિબંધ" for Students

એક હાસ્યલેખકે માણસની જીભનો જરા જુદી રીતે પરિચય આપ્યો. તેણે કહ્યું કે માણસના ચહેરામાં ભગવાને એક જ અંગ એવું અદ્ભુત અને અવળચંડું મૂક્યું છે અને તે છે જીભ. આ વાત વિસ્તારથી સમજાવતાં એ લખે છે કે ચહેરામાં ભગવાને મોટા ભાગના અવયવો એવા ગોઠવ્યા છે જે બે-બેનાં જોડકાં હોવા છતાં એક જ કામ કરે છે. જેમ કે બે આંખોનું એક જ કામ જોવાનું, એમ સાંભળવાના એક કામ માટે બે કાન, ચાવવાના એક કામ માટે બે લાઇનમાં દાંત, શ્વાસ લેવાનું એક જ કામ જેને માટે બે નસકોરાં. પરંતુ ભગવાને એક જ મોટી ભૂલ કરી છે. તેણે બે કામ માટે એક જ અંગ આપ્યું, જીભ – ખોરાકને મુખમાં હલાવી તેમાં લાળરસ ભેળવવાનું - જમવાનું કામ કરવા સાથે બોલવાનું એમ બંને કામ કરવા એક જ અંગ છે, જીભ. કદાચ ઉતાવળે માનવદેહ ઘડતાં આ ક્ષતિ રહી ગઈ હશે!

આવી હળવી ટકોરમાં પણ લેખક મહત્ત્વની એક વાત સૂચવે છે કે જીભ શરીરનું એક અગત્યનું અંગ છે. તેના કાર્યમાં જાગ્રત રહેનાર કદી દુઃખી થતો નથી. જીભ પર સંયમ રાખનાર માણસનું તન અને મન બંને નીરોગી રહે છે. વિવિધ સ્વાદ ચાખવાની જીભને ટેવ પાડી હોય પછી તેના પર સંયમ ન રહે તો એનાથી શરીરના રોગો જન્મે છે. એમ વાદવિવાદમાં ઊતરતાં જીભ પરનો સંયમ ગુમાવનારે તેનું અપમાન સહન કરવું પડે છે. એટલે જીભના આ બંને કામ પર માણસનું નિયંત્રણ હોવું જરૂરી છે.

વાણી અથવા ભાષા બોલવામાં જીભનો ફાળો સૌથી વિશેષ છે. એટલે જ આપણે કોઈની ભાષા વિશે ટીકા કરીએ ત્યારે “તેની જીભ સારી નથી' એમ કહીએ છીએ. વાણી એ માણસના વ્યક્તિત્વની અસર ઉપસાવતું મહત્ત્વનું તત્ત્વ છે. જેની વાણી મધુર ને પ્રિયકર હોય તેની પાસે ઘણા માણસોની ભીડ જામે છે, કડવી જીભવાળા પાસે કોઈ ફરકતું નથી. આપણી ભાષાથી સામાને આપણે જીતવા માગતા હોઈએ, તો કટુ શબ્દોનો પ્રયોગ ન કરતાં મીઠા શબ્દોથી વાત કરવી જોઈએ. પોતાની દલીલ સાચી હોય છતાં આક્રોશપૂર્ણ અને કટુવાણીથી સામાના મન પર તે ખરાબ છાપ પેદા કરે છે. એટલે સાચું અને સારું બોલવાની ભલામણ કરતાં સંસ્કૃતમાં કહેવાયું છે : “સત્યમf fષે ગૂંથાત્ 'મીઠી જીભવાળા માણસને સૌ આવકારે છે. માત્ર કુટુંબ કે પડોશમાં જ નહિ, વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રોમાં પણ મધુર વાણીનો ઉપયોગ મદદરૂપ બને છે. સેલ્સમૅન, વકીલ કે નેતાગીરીનાં કામ કરનારા પાસે સારી ભાષામાં વાત કરવાની આવડત જરૂરી બને છે. પોતાની નોકરીમાં સાથી કાર્યકરો અને ઉપરી અધિકારી વર્ગ સાથે વાત કરવામાં પણ જીભની મીઠાશ સુંદર વાતાવરણ રચી આપે છે. એટલે દરેક ધંધામાં કે જાહેર વ્યવસાયમાં સારી ભાષા વાપરનાર સફળ થાય છે.

માણસની સજ્જનતા કે દુર્જનતા એની વાણી દ્વારા પ્રગટ થયા વિના રહેતી નથી. આપણા કવિઓ કોયલ અને પોપટના ઉદાહરણથી આ વાત સારી રીતે સમજાવે છે.

"પોપટ-કોયલ બોલ, થોડો પણ લાગે ભલો,

વૃથા’ ગુમાવે તોલ, બહુ બોલીને દેડકાં."

ઓછા પણ મધુર શબ્દ બોલનાર પોપટ અને કોયલને લોકો ચાહે છે, જ્યારે અર્થહીન ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાંનો અવાજ સાંભળવો ગમતો નથી. એટલે વ્યક્તિએ વાણીનું મહત્ત્વ સમજીને યોગ્ય તથા મીઠા શબ્દો વાપરવા જોઈએ. વાણીનું પાણી ન થાય તે માટે સભાન રહેવું જોઈએ. કોઈને કશું આપી ન શકીએ છતાં મીઠા શબ્દોથી તેનું દિલ તો જીતી શકાય છે, એમ સમજાવતાં એક કવિએ યોગ્ય કહ્યું છે કે,

"કોયલ ન દે કોઈને, હરે ન કો’નું કાગ;

મીઠા વચનથી સર્વનો, લે કોયલ અનુરાગ."


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: