Essay on My Favourite Writer in Gujarati Language : In this article " મારા પ્રિય લેખક નિબંધ ", " મારો પ્રિય સાહિત્યકાર નિબંધ ...
Essay on My Favourite Writer in Gujarati Language: In this article "મારા પ્રિય લેખક નિબંધ", "મારો પ્રિય સાહિત્યકાર નિબંધ ગુજરાતી", "Maro Priya Lekhak Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Writer", "મારો પ્રિય સાહિત્યકાર નિબંધ ગુજરાતી", "Maro Priya Lekhak Gujarati Nibandh" for Students
આ દુનિયામાં કેટલી બધી ભાષાઓ અને દરેક ભાષામાં કેટકેટલા લેખકોકવિ થઈ ગયા છે ! આપણી ગુજરાતી ભાષામાં પણ ઘણા લોકપ્રિય કવિઓ અને લેખકો . દરેક વાચકને કોઈ એક કવિ કે લેખક ગમી જાય છે. ઘણા યુવાનોને કલાપી અથવા ૨.વ. દેસાઈ ગમે છે. તો કેટલાકને કાન્ત કે ધૂમકેતુ પણ ગમતાં હોય છે. આ યાદી લંબાવી શકાય પણ અહીં અટકે. એમ મને ગમતા લેખકનું નામ છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, ગુજરાતમાં “ગો. મા. ત્રિ.” જેવા ત્રણ અક્ષરોથી પણ તેમની ઓળખ અપાય છે.
ગોવર્ધનરામનો જન્મ નડિયાદમાં થયો હતો. તેમણે બી.એ.નો અભ્યાસ પૂરો કરીને વકીલ બનવા કાયદાની ડિગ્રી મેળવી હતી. એમનું વાચન વિશાળ હતું અને પ્રકૃતિએ તેઓ એક મહાન ચિંતક હતા. આથી યુવાનીમાં જ તેમણે સંકલ્પ કર્યો હતો કે ૫૦ વર્ષની ઉંમરે હું નિવૃત્ત થઈને વ્યવહાર-જીવનમાંથી સંન્યાસ લઈશ. આ સંકલ્પ પૂરો કરવા આડે અવરોધો પણ આવ્યા. છતાં એમણે પોતાનો અડગ નિર્ધાર પાળ્યો. ધીકતી કમાણી અને સફળ વકીલાતની ખ્યાતિ પળનોય વિલંબ કર્યા વિના તેમણે છોડી દીધી. શેષ જીવન તેમણે લેખન-મનનમાં જ વિતાવ્યું.
"સરસ્વતીચંદ્ર" તેમણે લખેલી ઉત્તમ નવલકથા છે. એકૃતિ એમનાં લખાણોમાં જ નહિ, સમગ્ર ગુજરાતી સાહિત્યમાં સવાસો વર્ષ પછી પણ એટલી જ ઉત્તમ ગણાઈ છે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પ્રણયકથાની આધારશિલા ઉપર લેખકે ભારતની આર્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉન્નત સમન્વયની કથા આલેખી છે. ગુજરાતનું કુટુંબજીવન, દેશી રજવાડાંનો વહીવટ, કલ્યાણગ્રામની યોજના અને એવાં અનેક દૃષ્ટિબિંદુથી લખાયેલું આ પુસ્તક વર્ષોથી સર્વોત્તમ નવલકથા તરીકે આપણા સાહિત્યમાં સન્માન પામતું રહ્યું છે. એની બરોબરી કરી શકે તેવી ઉત્તમ મહાનવલ હજુ સુધી સર્જાઈ નથી.
ગોવર્ધનરામે એકલી નવલકથા નથી લખી; તેમણે બીજાં નોંધપાત્ર પુસ્તકો પણ આપ્યાં છે, જે તેમની સર્જકશક્તિનો બહોળો પરિચય કરાવે છે. “સ્નેહમુદ્રા' નામના કરુણપ્રશસ્તિ કાવ્યમાં એમની કવિપ્રતિભા ખીલી ઊઠી છે. “સરસ્વતીચંદ્રામાં થોડી કાવ્યપંક્તિ અને ગીતો લખનાર ગોવર્ધનરામ આ કાવ્યોમાં અહીં એક પુત્રીવત્સલ પિતા તરીકે જોવા મળે છે. આ સર્જક પંડિતયુગના અગ્રણી સર્જક હોવાથી ભારોભાર વિદ્વત્તા ધરાવતા હતા. ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ વિવેચક તરીકે તેમણે લખેલું પુસ્તક “Classical Poets of Gujarat' ઘણું વખણાયું હતું. ગુજરાતી ન જાણતા વિદેશીઓને આ વિવેચનગ્રંથ દ્વારા તેમણે આપણા સાહિત્યનો સમીક્ષાત્મક પરિચય કરાવ્યો છે. ઉપરાંત Scrap book' નામની તેમની દૈનિક નોંધ પણ ગુજરાતી સાહિત્યમાં દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.
એક પ્રતિભાસંપન્ન સર્જક તરીકે ગોવર્ધનરામે નવલકથા, કવિતા, વિવેચન અને ચરિત્ર જેવા વિવિધ વિષયોમાં કલમ ચલાવીને એમની વિદ્વત્તાથી આજ સુધી ગુજરાતી પ્રજાને પ્રભાવિત કરી છે. એટલું જ નહિ, સવાસો વર્ષ પછી પણ સરસ્વતીચંદ્ર'ની અણનમ લોકપ્રિયતા, એમને હવે પછીનાં વર્ષોમાં પણ અજોડ અને ઉત્તમ સર્જકપદે સ્થાપશે. પંડિત યુગના તો એક શ્રેષ્ઠ લેખક છે જ, સાથે અર્વાચીન સાહિત્યના સર્વોત્તમ નવલકથાકાર તરીકે પણ સ્વીકારાયા છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ગૌરવરૂપ ગોવર્ધનરામ મારા પ્રિય લેખક છે, એમ મારા જેવા ઘણા સાહિત્યરસિકોને પણ પ્રિય હોય તો નવાઈ ન પામશો.
COMMENTS