Essay on Cinema and Society in Gujarati : In this article " ચલચિત્રો અને સમાજ વિશે ગુજરાતી નિબંધ " for students of class 5, 6, 7, ...
Essay on Cinema and Society in Gujarati: In this article "ચલચિત્રો અને સમાજ વિશે ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Cinema and Society", "ચલચિત્રો અને સમાજ વિશે ગુજરાતી નિબંધ" for Students
આજના તરુણો અને યુવકોને ન ગમે વાંચવાનું કે ન ગમે લખવાનું.... ન ગમે વિચારવાનું કે ન ગમે કોઈ સારા વાચનાલયમાં જવાનું, ન ગમે કોઈ વ્યાવહારિક કામો કરવાનું કે કોઈ સેવાકાર્ય કરવાનું, તો પછી ગમે શું? બસ એ જ... ટેસ્ટ જોવી, કૉમેન્ટરી સાંભળવી, ટી.વી. - સિનેમા જોવા અને ચોરે-ચૌટે ઘર કે ઓફિસે, શાળા કે મહાશાળામાં જ્યાં તક મળી, અવકાશ મળ્યો કે તેની ચર્ચા ચાલી. વિરાટ કોહલીએ જો કૅચ ન ગુમાવ્યો હોત તો આપણે જરૂર જીતી ગયા હોત. આ ચિત્રમાં તો આ અભિનેતાની એક્શને તો હિટ મારી દીધી છે.
રવિવાર આવ્યો, શાને માટે દોડાદોડ? શું ઍક્સ્ટ્રા ક્લાસ છે? ઓવર ટાઈમ છે? ના. આ તો ટેસ્ટમેચની ટિકિટો મેળવવા... સિનેમાની ટિકિટ બૂક કરાવવાની છે. આ સિનેમા, ટેસ્ટ અને ટી.વી. યુવકોને ક્યાં લઈ જશે? આજનો યુગ એટલે ટેસ્ટ, ટી.વી. અને વિડિયોનો યુગ. આજે સામાન્ય જનજીવનમાં ચલચિત્રો પ્રત્યે અભુત આકર્ષણ પ્રવર્તે છે. અરે ! હલકી કક્ષાનાં ચલચિત્રો પણ રવિવારે હાઉસફુલ જાય છે. આ ત્રણે સાધનો આપણા આજના સમાજજીવન પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જબરજસ્ત પકડ જમાવતાં જાય છે.
વિજ્ઞાને તેની પાંખ જીવનના દરેક ક્ષેત્ર પર પ્રસારી છે. તેણે શસ્ત્રો, અસ્ત્રો આપ્યાં, જીવન-જરૂરિયાતનાં સાધનો પૂરાં પાડી જીવનને વધુ સગવડભર્યું બનાવ્યું. તેણે મનોરંજન માટે ચલચિત્રો, ટી.વી., વિડિયો આપ્યાં.
જીવનનાં અનેક કાર્યોથી, આર્થિક અને વ્યાવહારિક ચિંતાઓથી કંટાળેલો, થાકેલો માનવી આરામ ચાહે છે, મનોરંજન ઇચ્છે છે. આનંદ અને ઉલ્લાસની શોધમાં પડે છે. કોઈ સ્ત્રી-બાળકોમાં ભળી વાર્તાવિનોદ કરે છે, કોઈ વિવિધ રમતો રમે છે. કોઈ ખુલ્લી હવામાં ફરવા જાય છે. કોઈ બગીચામાં બેસે છે. તો... મોટા ભાગના લોકોનો ધસારો આ કચકડાની કરામત તરફ હોય છે.
એમાં કોઈ શંકા નથી કે... આ ત્રણેય સાધનો મનોરંજનનાં સૌથી વધુ લોકપ્રિય સાધનો છે. ટી.વી. અને ચલચિત્રો તો ભિન્નભિન્ન રુચિ ધરાવતા દરેક સત્રના લોકોનું મનોરંજન કરે છે. શ્રમિત અને દુઃખી માણસો આ સમય દરમિયાન પોતાની જીવનકથા-હૃદયની વ્યથા ભૂલી જાય છે અને કોઈ સ્વર્ગીય આનંદમાં ખોવાઈ જાય છે. તે મનોરંજન સાથે જ્ઞાન અને સુવિચારો પણ આપે છે. પ્રેક્ષકોને નજીવા ખર્ચે દેશવિદેશની કાલ્પનિક યાત્રાએ લઈ જઈ વિશ્વદર્શન કરાવે છે. ચલચિત્રો અને ટી.વી., ગીત, સંગીત, નૃત્ય, કથા વગેરેના સુભગ સમન્વયથી મનુષ્યના મનને રસાળુ બનાવે છે.
કેટલાંક ઉત્તમ કક્ષાનાં ચલચિત્રો સમાજની વિવિધ સમસ્યાઓને વાચા આપે છે. ડાકુ સમસ્યા, દોસ્તીનો મહિમા, શ્રમનું ગૌરવ, નીતિ, ન્યાય, દેશભક્તિ, પ્રસન્ન જીવન જેવી બાબતોમાં આદર્શ ઉદાહરણો પૂરાં પાડવામાં કેટલાંક ચલચિત્રોએ સારો ફાળો આપ્યો છે. આપણા મહાન ગ્રંથો રામાયણ-મહાભારત અને ભાગવતના પ્રસંગોનું તેમ જ કેટલીક પ્રસિદ્ધ નવલકથાઓને ચલચિત્રોનાં બીબાંમાં ઢાળી સમાજજીવનને સુસંસ્કૃત કરવા પ્રયત્ન થયો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણખાતા તરફથી ઊતરતાં દસ્તાવેજી ચિત્રો લોકશિક્ષણના એક મહત્ત્વના સાધન તરીકેનું કાર્ય કરે છે. ધંધાકીય દષ્ટિએ ટી.વી., ચલચિત્રો પ્રચારનું ઉત્તમ સાધન ગણાય છે.
ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ઉદ્યોગોનું શિક્ષણ ટી.વી. અને ચલચિત્રો દ્વારા આપી શકાય છે.
COMMENTS