Essay on Jawaharlal Nehru in Gujarati : In this article " પંડિત જવાહરલાલ નહેરુ વિશે નિબંધ ગુજરાતી ", " Jawaharlal Nehru vishe...
Essay on Jawaharlal Nehru in Gujarati: In this article "પંડિત જવાહરલાલ નહેરુ વિશે નિબંધ ગુજરાતી", "Jawaharlal Nehru vishe Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Jawaharlal Nehru", "પંડિત જવાહરલાલ નહેરુ ગુજરાતી નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારતના લાલ જવાહરલાલથી સંપૂર્ણ વિશ્વ પરિચિત છે. એમનો જન્મ ૧૪ નવેમ્બર સન્ ૧૮૮૯માં ઇલાહાબાદના આનંદ ભવનમાં થયો. નેહરૂજીના પિતા પંડિત મોતીલાલ નેહરૂ એ સમયના પ્રસિદ્ધ વકીલ હતા. એમની માતાજીનું નામસ્વરૂપરાની હતું. તેઓ નેહરૂજીને અસીમ પ્રેમ કરતી હતી. નેહરૂજીના પરિવાર પર લક્ષ્મીની મહાન કૃપા હતા. આથી નેહરૂજીનું લાલન-પાલન રાજકુમારોની સમાન થયું. એમની આરંભિક શિક્ષા મૌલવી, પંડિત તેમજ એક અંગ્રેજ પાદરીની દેખ-રેખમાં ઘર પર જ થઈ.
પંડિત જવાહરલાલ નેહરૂએ ઉચ્ચ શિક્ષા ઇંગ્લેન્ડથી પ્રાપ્ત કરી. લંડનના હૈરો તેમજ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયોમાં પોતાની શિક્ષા પૂર્ણ કરીને તેઓ સન્ ૧૯૧૨માં બેરિસ્ટર બનીને સ્વદેશ પાછા ફર્યા.
રાજનીતિમાં પ્રવેશઃ સન્ ૧૯૯૬માં નેહરૂજીના લગ્ન કમલાદેવીની સાથે થયા. કમલાદેવી દેશભક્ત મહિલા હતી. લંડનથી પાછા ફર્યા પછી જ નેહરૂજી રાજનીતિની તરફ ખેંચાતા ગયા. સન્ ૧૯૨૦માં ગાંધીજીએ અસહયોગ આંદોલન આરંભ કર્યું. નેહરજી પણ એમાં સામેલ થયા. ફળસ્વરૂપે એમને બંદી બનાવી લેવામાં આવ્યા.
સન્ ૧૯૨૯માં એમને કોંગ્રેસના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા. એ સમયે એમણે રાવી નદીના તટ પર પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારે જ તેઓ ભારતીય જનતાના હૃદય-સમ્રાટ બની ગયા. નેહરૂજીએ અનેક વાર જેલ-યાત્રાઓ કરી. એમણે પોતાના જીવનના ૧૪ વર્ષ જેલોમાં વ્યતીત કર્યા.
સ્વતંત્રતા-આંદોલનની વચ્ચે જ એમની પત્ની કમલા નેહરૂ બીમાર પડી ગઈ. પરંતુ કમલાજીને બચાવી ના શકાયા. ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું. તેઓ પોતાની એકમાત્ર સંતાન ઇન્દિરાને લંડનની એક સ્કૂલમાં દાખલો અપાવીને ભારત પાછા ફર્યા. તેઓ ફરીથી દેશ-સેવાના કામમાં લાગી ગયા.
પ્રધાનમંત્રીના રૂપમાંઃ ૧૫ ઓગષ્ટ, ૧૯૪૭એ દેશ સ્વતંત્ર થયો. દેશમાં નવા સૂરજનો ઉદય થયો. જનતાએ દીપ પ્રગટાવીને ખુશીઓ મનાવી. પંડિત જવાહરલાલ નેહરૂને દેશના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ સતત ૧૭ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા. એમના કાર્યકાળમાં ભારતે વિભિન્ન ક્ષેત્રોમાં પ્રગતિ કરી.
ઉપસંહારઃ નેહરૂજી હંમેશાં વિશ્વ-શાંતિના સમર્થક રહ્યા. આપણો દેશ આજે પણ પંડિતજીના બતાવેલા માર્ગ પર અગ્રેસર છે. ૨૭મે, સન્ ૧૯૬૪એ અચાનક આ મહાન પુરુષનું નિધન થઈ ગયું.
એમના પ્રતિ આપણી સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે, આપણે એમના બતાવેલા માર્ગ પર ચાલીએ અને પોતાના દેશને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવીએ.
COMMENTS