Sunday, 13 October 2019

કેળવણી ગુજરાતી નિબંધ - Essay on Education in Gujarati

Essay on Education in Gujarati : Today, we are providing "કેળવણી ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Education in Gujarati Language to complete their homework.

કેળવણી ગુજરાતી નિબંધ - Essay on Education in Gujarati

દુનીઆમાં મનુષ્યને અનેક પ્રકારનાં કર્તવ્યો કરવાનાં હેય છે. એ કર્તવ્યનો આધાર તેણે પ્રાપ્ત કરેલી શક્તિઓ ઉપર હોય છે. આ શક્તિઓનો વિકાસ થવામાં અનુકૂલ તાલીમ મળી હોય તે થોડી મહેનતે અને ટુંક સમયમાં તે શક્તિઓ ખીલી નીકળે છે. યુક્તિ પ્રયુક્તિથી મન, શરીર, વાણ, બુદ્ધિ, અને આત્માનો વિકાસ કરે, તાલીમ આપી લાયકાત વધારે, અને સ્થળ, સમય, ને વાતાવરણને અનુકૂલ બનાવી રાજ્ય, પ્રજા, કે સમાજને વધુ ઉપયોગી બનાવે તે ઉમદા કેળવણી છે.

પ્રથમ કેળવણી આપનાર કેળવવાની વસ્તુ તપાસે છે, તેના ગુણ. જુએ છે, સ્વભાવ પિછાણે છે, માહિતી મેળવે છે, એમ તે વસ્તુને તે સંપૂર્ણ જાણકાર બને છે. પછી તે જાણેલાં તને તેના ગુણ સ્વભાવને કર્મને અનુસરી, યુક્તિ પ્રયુક્તિદ્વારા ઉત્તમ રીતે ખીલવવાની યોજના કરે છે, અને પછી જનસમાજને ઉપયોગી બનાવવાના પ્રયત્ન કરે છે. આ પ્રમાણે મનુષ્યએ પિતાની બુદ્ધિથી કુદરતી શક્તિઓને ઓળખી, અનેક ચમત્કારી શોધ કરી છે. અથવા પૃથ્વીના જડ અને ચેતન પદાર્થોને કેળવી, મનુષ્યજાતને ઉપયોગી બનાવવામાં પ્રગતિ સાધી છે, મનુષ્યોએ પ્રાપ્ત કરેલી આ ઉત્તમ કેળવણીનું પરિણામ છે.

કેળવણીથી દરેક પદાર્થ વધારે ઉપયોગી બને છે. પશુપક્ષીઓ. પણ કેળવણીથી અજબ કાર્યો કરી શકે છે. તે પછી મનુષ્ય જે શ્રેષ્ઠ પ્રાણું છે, અને જેમાં પરમાત્માએ અજબ શક્તિઓ મૂકેલી છે, તેને ઉત્તમ કેળવણી આપવામાં આવે, તો તે અનુપમ કાર્યો કરી શકે તેમાં નવાઈ નથી.

સારી કેળવણીને પરિણામે મનુષ્યને હતાશ થવાનું ન રહે, ને તેને પિષણ મેળવવા ફાંફાં મારવામાં ન હોય. જો એવું હોય તે તે સાચી કેળવણી નથી, પરંતુ દ્રવ્ય, સમય, અને શક્તિની વૃથા બરઆદી છે. ઉત્તમ કેળવણીને પરિણામે મનુષ્ય ધારે તે કાર્યો કરી શકે છે. અને ઐહિક અને પારલૌકિક સુખ મેળવે છે.

ભણવું અને કેળવણી લેવી એ બેમાં તફાવત છે. વાંચતાં, લખતાં, અને ગણતાં શીખવું તે ભણવું છે. વાંચતાં લખતાં શીખવું. એ કેળવણી માટે એક સાધન છે. આ સાધન દ્વારા મનુષ્ય પિતાની શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક શક્તિઓને સહેલાઈથી વિકાસ કરી શકે, અને જલદીથી કાર્યકુશળતા મેળવી શકે, પરંતુ અક્ષરજ્ઞાન ન હોવા છતાં પણ મનુષ્ય કેળવણી લઈ શકે છે.

શિવાજીને અક્ષરજ્ઞાન નહોતું છતાં તેણે રાજ્યનું ઉમદા બંધારણ ઘડ્યું હતું. હૈદર જેવા ઘણુ રાજાઓ ભણેલા નહતા. છતાં ઉત્તમ લડયા હતા. સોક્રેટીસના સમયમાં ગ્રીસના લોકો અભણ હતા, છતાં વૃક્ષની ઘટા નીચે તત્ત્વજ્ઞાનનો વિવાદ કરતા હતા. એટલે ભણવું એજ માત્ર કેળવણી નથી પરંતુ તાલીમ આપી શક્તિઓને ખીલવવી એજ કેળવણી છે.

સુથારના છોકરાને સુથારી કામ આવડે છે, ભીલના છોકરાને તીર મારતાં આવડે છે, વણકરના છોકરાને વણાટ કામ આવડે છે, એ તેમનાં માબાપની કેળવણીનું પરિણામ છે. પરંતુ એ કાર્યો કરવામાં સંપબળ, સારાં સાધન, ઉત્તમ અખતરા, અને બુદ્ધિપૂર્વક તાલીમ આપવાની યોજના હોય, તે શક્તિઓને વધારે વિકાસ થાય, અને વધારે ફળદાયી નીવડે. કેળવણીની પદ્ધતિઓ આ રીતે જ દેશને લાભકારક નીવડે છે.

એક વિદ્વાન કહે છે, કે “જે કેળવણીથી માણસ પિતાનાં ને પિતાના દેશનાં કામ પ્રમાણિકપણાથી, કળાકૌશલ્યથી, અને પરમાર્થ. બુદ્ધિથી કરવાને લાયક થાય, તેજ સંપૂર્ણ અને સાચી કેળવણી છે.”

બીજે વિદ્વાન કહે છે, કે “જીવનમાં થતી સ્વાભાવિક વૃદ્ધિને કળાથી દેરવવી તેનું નામ કેળવણું છે, કે જેથી બુદ્ધિ તથા સગુણ એ બન્ને સાથે મળી પ્રકાશિત થાય. કેળવણી પામેલા માણસો મરી જાય છે, પણ તેઓની બુદ્ધિ તથા તેઓના સદ્ગુણ આવતા જમાનાના લોકને ઉત્તેજન આપી બુદ્ધિ વધારનાર, દુઃખ ઓછું કરનાર, ને સુખ આપનાર છે. ”

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: