Dussehra Nibandh in Gujarati Language : Today, we are providing દશેરા વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Stude...
Dussehra Nibandh in Gujarati Language : Today, we are providing દશેરા વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Dussehra in Gujarati Language to complete their homework.
દશેરા વિશે નિબંધ - Dussehra Nibandh in Gujarati
- એ તહેવાર ક્યારે આવે છે તે.
- એ તહેવાર નો ઇતિહાસ.
- એ તહેવારમાં થતાં કામેનું વર્ણન.
- સામાન્ય વિવેચન.
આ તહેવાર આસો સુદ દશમીને દિવસે આવે છે. એની આગળ ગએલા નવ દિવસો નવરાત્રના ગણાય છે. દશેરા એ દશમો દિવસ છે.
આ તહેવારનું મૂળ નામ વિજયા દશમી છે. વિજયા દશમી એટલે જીત આપનાર દશમનો દિવસ. ત્રણ મોટા વિજયનો સંબંધ આ દિવસ સાથે જોડવામાં આવે છે. એમાંનો એક વિજય તે દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્ય પર મેળવેલો વિજય.એ દૈત્ય સારી દુનિયાને પીડતો. પૃથ્વીના આદમીઓને રંજાડતે અને દેવોને દુઃખ દેવામાં કશી બાકી ન રાખતો. દૈત્યથી હારેલા દેવો દુર્ગાને શરણે ગયા અને દુર્ગાએ એ દૈત્યને દશેરાને દિવસે મારી, દેવો અને મનુષ્યોનું રક્ષણ કર્યું.
બીજો વિજય આજ દિવસે રાવણને છતી રામચંદ્રજીએ મેળવ્યો. વાનરોનું સૈન્ય લઈ લંકામાં જઈ વિજયા દશમીને દિવસે રામચંદ્રજીએ રાવણનાં દશ મસ્તક છેદ્યાં અને એ દુરાચારી રાક્ષસને નાશ કર્યો.
ત્રીજો વિજય પાંડવોએ કૌરવોને જીતીને મેળવ્યો. તેર વરસ વનવાસ ભોગવી એ દિવસે પાંડે પોતાનું રાજ્ય પાછું મેળવવા હસ્તિનાપુર તરફ વળ્યા. એજ દિવસે રસ્તામાં સંતાડેલા શમીવૃક્ષ ઉપરનાં આયુધ ગાંડીવધન્વા અને લીધાં.
દશેરાનો દિવસ આવે એટલે દિવાળીને માટે તૈયારી થાય છે. સાથીઆ પૂરવાને આંગણું સાફ કરવામાં આવે છે. ઘરો ઘેળાય છે. ઘેરઘેર મિષ્ટાન્ન થાય છે. નવરાત્રિના નવ દિવસના અપવાસ આજે પુરા થાય છે. ઉપવાસી અને આજે પારણાં કરે છે. દેવીઓનાં મંદિર આગળ મેળો ભરાય છે. નગરવાસી સુંદરીઓ સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેરી પોતાની સખીઓ સાથે દેવીનાં દર્શન કરવા જાય છે. વૈષ્ણવોનાં મંદિરમાં પણ આજે ઉત્સવ થાય છે.
નગરજનો પણ દશેરાને દિવસે જબરી ધમાલમાં હોય છે. જેમને ઘેર વાહન હોય તે વાહનને સાફસુફ કરે છે. એ દિવસે ઘોડાનું પૂજન કરવામાં આવે છે. ખાસદાર એ દિવસે ઘોડાને નવડાવી ઘોવડાવી, તેના ઉપર નવું સાજ નાખી, તેના ગળામાં અને ચારે પગે ખરીના ઉપલા ભાગ પર ગલગોટાના હાર બાંધી પોતાના માલીકને ઘેર લઈ જાય છે. ત્યાં એ ઘોડાને ચાંલ્લો કરવામાં આવે છે. તેને અનાજ અને સાકર ખવડાવવામાં આવે છે. ખાસદારને પણ બક્ષિસ આપવામાં આવે છે.
કેટલાંક ગામમાં તે એ દિવસે શમીપૂજન કરવા માટે લોકોનાં ટોળેટોળાં જાય છે. બ્રાહ્મણો ત્યાં આગળ હાજર હોય છે. તે શમીનું પૂજન કરાવે છે. બળેવને દિવસે બાંધેલી રાખડી આજે છોડી નાખવામાં આવે છે. શમીનાં વૃક્ષે જ્યાં આવેલાં હોય ત્યાં મેળો ભરાય છે. નગરજનો સાંજે પોતપોતાના ઘોડાઓ લઈ મોટાં ચોગાનમાં જાય છે. ત્યાં પોતાના ઘોડાઓ દોડાવી નગરવાસીઓમાંથી કોના કોના ઘોડા ઉત્તમ છે, તેને નિર્ણય થાય છે.
દેશી રાજમાં તે દશેરાને દિવસે મોટી સવારી નીકળે છે. રાજાપોતાના સામંતો, સરદારોને પ્રતિષ્ઠિત નાગરિકોને લઈ નીકળે છે. એ બધા શમીવૃક્ષ હોય ત્યાં ધામધૂમથી જાય છે. રાજગોર રાજા પાસે શમીનું પૂજન કરાવે છે પછી હથિઓરોનું પૂજન કરાવે છે. પછી નવરાત્રમાં વાવેલા જવાર બધાને વહેંચે છે.
કેટલેક ઠેકાણે દેવીને ખૂશ કરવા આ દિવસે પાડાનો ભોગ આપવામાં આવે છે.
દશેરા એ શરદઋતુનો તહેવાર છે. વર્ષાઋતુ વીતી ગઈ હોય છે. નદીઓ નિયમિત વહેતી થઈ ગઈ હોય છે. રસ્તાઓ સુકાઈને સાક બની ગયા હોય છે. આથીજ આ દિવસે રાજાઓ દિગ્વિજય કરવા નીકળતા. મરાઠાના અમલમાં સરદેશમુખી તથા ચોથ ઉઘરાવવા મરાઠા સરદારો આજ દિવસે નીકળતા. આખું વરસ ફરી, વર્ષાની શરૂઆત થતાં પહેલાં એ સરદારો સ્વદેશ પાછા ફરતા.
અસલના વખતમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો. આજે તે માત્ર દેશી રાજ્યોમાં આ તહેવાર ઘણી ધામધૂમથી ઉજવાય છે.
COMMENTS