Sunday, 13 October 2019

વાણી નુ મહત્વ ગુજરાતી નિબંધ - Vani Nu Mahatva Essay in Gujarati

Vani Nu Mahatva Essay in Gujarati : Today, we are providing "વાણી નુ મહત્વ ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Vani Nu Mahatva Nibandh in Gujarati Language to complete their homework.

વાણી નુ મહત્વ ગુજરાતી નિબંધ - Vani Nu Mahatva Essay in Gujarati

  • સારી વાણીના ઘડતરને આધાર શા ઉપર રહે છે? 
  • બાળકોની વાણું કોનાથી ઘડાય છે ? 
  • વાતચીત કરતાં કઈ બાબતે ધ્યાનમાં રાખવી જોઈએ? 
  • સારી વાણુથી જીવનમાં શા લાભ છે? 
  • આચારવિચાયુક્ત વિશુદ્ધવાણીને પ્રભાવ કેટલો? સારાંશ.
પ્રત્યેક માણસ પોતાના મનના વિચાર વાદ્વારા બીજાને જણાવી શકે છે. આ વાણી વિચારને સંપૂર્ણ અનુરૂપ હોવી જોઈએ. વાણીને જેમ જેમ વપરાશ થાય, અનુભવ થાય, તેમ તેમ સારી વાણીનો ઉપયોગ કરવાની આવડત આવે, એમ કરતાં કરતાં વાણી કેળવાય. વાણુની કેળવણીને આધાર જ્ઞાનશક્તિ, સદાચાર અને સુસંસ્કાર પર રહેલો છે.

કેળવાયેલી વાણું ઉત્તમ ફળ આપનારી છે, વાણું એ પ્રભુએ મનુષ્યને આપેલી ઉમદા બક્ષીસ છે. આ વાણું બાલપણથી જ ઘરમાં માબાપના અને શાળામાં શિક્ષકના સંસ્કારથી કેળવાય છે, અને પછી અનુભવદ્વારા વધારે પ્રકાશી ઉઠે છે. શુદ્ધ ઉચ્ચાર કરવા, મિઠાશવાળા નમ્ર શબ્દોનો પ્રયોગ કરવો, અને મર્યાદા જાળવી વિવેકસર બાલવું એ સારી કેળવણું હેય તેજ બને.

સારી રીતે વાતચીત કરવી એ એક કળા છે. તેથી જ્યારે જ્યારે કેઈની સાથે વાતચીત કરવાને આપણને પ્રસંગ મળે, ત્યારે તે વખતે વાણીમાં મધુરતા અને સંપૂર્ણ સભ્યતા જાળવવી. વાતચીત પ્રસંગે આપણું પિતાનાં વખાણ કરી આપવડાઈ કરવી નહિ, તેમજ આપણુ વિદ્વતા, કુલીનતા, ગૃહસ્થાઈ, હોશિઆરી, વગેરેનું કદી પણ પ્રદર્શન કરવું નહિ. કેટલાકને કોઈની વધારા પડતી તારીફ કરવાની કે હોય તેના કરતાં વધારીને વાત કરવાની ટેવ હોય છે. આ ટેવ સારી નથી. આપણી વાણીમાંથી સામા માણસને દંભ, કે દોઢડાહ્યાપણું ન જણાઈ આવે એની પુરે પુરી કાળજી રાખવી.

ટુંકારાથી બોલવા–બેલાવવાની રીત પણ સારી નથી. હલકા લોકેજ તે છડાઈથી બોલે છે. તેઓ સહેજસહેજમાં ગાળ ભાડે છે, અપશબ્દો બેલે છે, નિરર્થક બૂમો પાડે છે, અને હુંપદ રાખી વડીલેનું અપમાન કરી બેસે છે. સભ્ય માણસને બીભત્સ વાણી બેલવી કદી છાજેજ નહિ.

વાણી એ તો આંતરજીવન અગર વિચારોનું જચઘોપ કરતું વાજિંત્ર છે. એની મારફતે માણસ જગતની સહાય મેળવી શકે છે. વાણી જેટલી શુદ્ધ અને નિર્મળ તેટલો તે માણસ પવિત્ર ગણાય છે. અને મન, વાણી ને કર્મના સંબંધમાં જેટલી ઉણપ હોય તેટલા તે પ્રપંચી ગણાય છે. સામાન્ય રીતે વિચાર અને આચાર ઉપરથી જ વાણીનું સ્વરૂપ ઘડાએલું હોય છે.

ઉત્તમ વક્તા પિતાની વાણીના અનુપમ પ્રવાહ વડેજ શ્રોતાએને વશ કરી શકે છે. તે શ્રોતાઓને હસાવે છે, રમાડે છે અને રડાવે છે, આ બધું તે વિશુદ્ધ વાણુના પ્રભાવથીજ કરી શકે છે.. માટે હંમેશાં મલિન વાણીને ત્યાગ કરી મધુર વાણી બોલવાને અભ્યાસ પાડવા જોઈએ. સારી વાણવાળો મનુષ્ય સર્વત્ર માન મેળવે અને સર્વની પ્રીતિ સંપાદન કરે છે. સંત પુરુષો પોતાની વાણીના પ્રભાવ વડેજ હજારે પતિત આત્માનું કલ્યાણ કરી તેમને સન્માર્ગે દોરે છે.

મીઠી વાણીથી ગમે તેટલાં અઘરાં કાર્યો પણ સહેલાં થાય છે. વિાણુની મધુરતા વડે કેટલાંએ માણસો મેટાં કામ કરવામાં ફાવ્યા છે. વાણીની મિઠાશ આગળ ગમે તેવા મેટા માણસનાં ગૌરવ અને પ્રતિભા પણ ઝાંખાં પડે છે, શુદ્ધ આચારવિચારથી ઘડાએલી વિશુદ્ધ વાણી આ દુનિઆમાં વહાલા પ્રિયજન કરતાં પણ વધારે કામ આપે છે.

આચારવિચાર યુક્ત વાણી કુદરતી હોય અને તેના વગરની વાણું કૃત્રિમ હેય, કૃત્રિમ વાણીને પ્રકાશ થયા વિના રહેતું નથી. કૃત્રિમ વાણી જીવનમાં સર્વ રીતે હાનિકારક નીવડે છે. માટે પ્રભુએ આપેલી વાણીને સદુપયોગ કરી દરેક મનુષ્ય પોતાના જીવનના માર્ગ સરળ કરવા જોઈએ.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: