Student Life Essay in Gujarati : Today, we are providing " વિદ્યાર્થિજીવન ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11...
Student Life Essay in Gujarati : Today, we are providing "વિદ્યાર્થિજીવન ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Student Life Essay in Gujarati to complete their homework.
વિદ્યાર્થિજીવન ગુજરાતી નિબંધ - Student Life Essay in Gujarati
- વિદ્યા એટલે શું? જીવનમાં વિદ્યાની જરૂર શી?
- વિદ્યાર્થિજીવનને કાળ બહુજ કીમતી છે, શા માટે?
- પહેલાં બ્રહ્મચર્યાશ્રમમાં મુખ્ય કર્તવ્ય કયાં ગણાતાં હતાં?
- મહર્ષિ ગૌતમ મુનિ શું કહે છે? શુકદેવજી શું કહે છે?
- વિદ્યાર્થિજીવન ઉપરજ શું આખા જીવનનો આધાર છે?
- હાલના વિદ્યાર્થીઓ એ ભાવિ હિંદના નાગરિક બનવાના, માટે જીવન અજવાળવા શું શું કરવું? સારાંશ.
સૃષ્ટિમાં અનંત જીવો છે, એ જેમાં પ્રાણીઓ શ્રેષ્ઠ છે, પ્રાણિમાત્રમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, અને મનુષ્યની જિંદગીમાં વિદ્યાર્થી અવસ્થા એ ઉત્તમમાં ઉત્તમ અવસ્થા છે. મનુષ્યના આખા જીવનમાં જાણવા ગ્ય અને મેળવવા ગ્ય જે અનુભવી જ્ઞાન તે વિદ્યા છે. વિદ્યા એ મહાન શક્તિ છે. એક શ્લોકમાં કહ્યું છે, કે “વિદ્યા એ માણસનું ઉત્તમ ભૂષણ અને ગુપ્ત ધન છે. સંસારમાં વૈભવ, કીર્તિ, અને દરેક જાતનું સુખ આપનાર સાચામાં સાચો ગુરુ વિદ્યા છે. રાજ્યમાં વિદ્વાનને માન મળે છે, ધનવાનને મળતું નથી. વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે.” બીજા એક શ્લોકમાં કહ્યું છે, કે “વિદ્વાન અને રાજા કદી પણ બરાબર નથી. રાજા તે પિતાના દેશમાં જ પુજાય છે. પણ વિદ્વાન તે સઘળે પુજાય છે.” વિદ્યા–ધન કેટલું કીમતી છે તે બાબત એક લોકમાં જણાવે છે, કે “જે ધનને ચાર ચોરી કરી જઈ શકતો નથી, રાજાથી તે લઈ શકાતું નથી, તેમાં ભાઈને ભાગ પડી શકતું નથી, તે ભાર કરતું નથી, અને તેને વાપરતાં બમણું વધે છે; એવું વિદ્યારૂપી ધન બધા ધનમાં શ્રેષ્ટ છે.” આ વિદ્યા રૂપી શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર તે વિદ્યાર્થી, અને તે શક્તિ પ્રાપ્ત કરવાના સમયને અનુરૂપ જીવન તે વિદ્યાર્થિજીવન
જ્ઞાન એ શક્તિ છે. તે શક્તિને પ્રભાવે પ્રત્યેક મનુષ્ય આ લોકનાં ને પરલોકનાં સુખ મેળવી શકે છે. એ મહાન શક્તિ પ્રાપ્ત કરવાનો સમય વિદ્યાર્થિજીવન છે. જે આ ઉત્તમ કાળમાં શરીર, મન, અને બુદ્ધિને સારી રીતે કેળવ્યાં હોય, ઉત્તમ સદ્ગણે રૂપી બીજનું વાવેતર કરવામાં આવ્યું હોય, અને શરીર, મન, ને આત્માને જરૂરી ખોરાક પ્રાપ્ત કરવાની તાકાદ મેળવી લીધી હોય, તે ભવિષ્યનું જીવન સ્વર્ગીય સુખ આપનારું થઈ પડે છે; માટે વિદ્યાર્થિજીવનન કાળ જરાપણ બેદરકારીથી ન ગુમાવવો જોઈએ.
પ્રાચીન સમયમાં વિદ્યાર્થિજીવનને બ્રહ્મચર્યાશ્રમથી ઓળખતા. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મપ્રાપ્તિને માટે આચરવા યોગ્ય વત; અને એ વ્રત તે વીર્યરક્ષણ, વિદ્યાધ્યયન, ને ઈશ્વરચિતન છે. સર્વ પ્રકારની માનસિક ને આધ્યાત્મિક શક્તિઓને આધાર શરીરની શક્તિ ઉપર રહેલો છે. અને એ શરીરની શક્તિઓ બ્રહ્મચર્યવ્રતના સંપૂર્ણ પાલનથી આવે છે. મહર્ષિ ગૌતમ મુનિ કહે છે, કે “બ્રહ્મચર્ય વિના આયુષ્ય, તેજ, બળ, વીર્ય, બુદ્ધિ, લક્ષ્મી, મેટાઈ ઈચ્છા, તપ, અને સ્વાભિમાનને નાશ થાય છે.” બાલ બ્રહ્મચારી શુકદેવજી કહે છે, કે "જેઓએ બ્રહ્મચર્યથી મનને પવિત્ર બનાવ્યું છે, તેઓ બીજા આશ્રમમાં આનંદ પ્રાપ્ત કરે છે.” અત્રિ મુનિ કહે છે, કે “બ્રહ્મચર્યના સંરક્ષણથી મનુષ્યજીવનને સુખ આપનારી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે અગાધ શક્તિઓ પ્રાપ્ત કરાવનાર બ્રહ્મચર્યવ્રત દરેક વિદ્યાર્થીએ પાળવું જોઈએ. પ્રત્યેક વિદ્યાર્થીએ સ્ત્રી સમાગમથી દૂર રહેવું જોઈએ, અને વિષયવાસનાથી મુક્ત રહી પિતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ.
દુનીઆમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે. તેમની મહત્તાનું કારણ તપાસીએ, તે તેમનું વિદ્યાર્થિજીવન ઉજજવલ હતું એમ માલમ પડી આવશે. રાજસુખોનો ત્યાગ કરી, તથા અનેક ઓ વેઠી શ્રી રામચંદ્રજીએ અને લક્ષ્મણે વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં રહી જે વિદ્યા સંપાદન કરી હતી, તેના પ્રભાવેજ તેઓ પૂર્ણ ઐશ્ચર્યયુક્ત યશસ્વી જીવન દુનીઆમાં દષ્ટાન્ત રૂપે મૂકી ગયા છે. મહાન શિવાજીનું વિદ્યાર્થિજીવન પણ રામદાસ સ્વામીના આશ્રમમાં ઘડાએલું હતું. શ્રી કૃષ્ણ ભગવાને પિતાનું બાલજીવન સાંદીપનિ ઋષિના આશ્રમમાં ગાળી મહાન શક્તિઓ પ્રાપ્ત કરી હતી. મહાન યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામેલા અર્જુને દ્રોણાચાર્ય પાસેથી જ વિદ્યાર્થી અવસ્થામાં તાલીમ લીધી હતી. એવી રીતે દરેક મહાપુરુષે દુનીઆમાં ઉજજ્વળ કાર્યો કરી જે પ્રસિદ્ધિ મેળવી છે; તે તેમણે વિદ્યાર્થી અવસ્થામાં મેળવેલી શક્તિઓને પરિણામે છે. એ શકિતઓ ભણવાથી મળતી નથી, પણ સાચી કેળવણથી જ મળે છે. જે જ્ઞાન પ્રાપ્ત કરીને તેને જીવનમાં ઉતારીએ, તેજ સાચી કેળવણું મળેલી ગણાય.
હાલના વિદ્યાર્થીઓ એ વીસ વરસ પછીનું હિંદુસ્તાન છે. હાલના એમને પુરુષાર્થ ઉપર દેશનું ભાવિ ઘડાશે; એમની પ્રાપ્ત કરેલી શક્તિઓથી દેશ દેદીપ્યમાન બનશે; એમની વિદ્યા દુઃખીઓની કકળતી આંતરડીને દિલાસો આપશે; એમનાં સત્યનાં આચરણે દેશ નેકી બનશે; એમના ધર્મના આચરણે દેશ પુરાતન આર્યાવર્ત બનશે; અને એમને પારમાર્થિક જીવનથી દેશ સમૃદ્ધ બનશે. માટે દરેક વિદ્યાર્થીએ પિતાને આવો અમુલખ અવસર વૃથા જવા દેવો નહિ. તેમણે પોતાના વિદ્યાર્થિજીવનને સંપૂર્ણ સદુપયોગ કરી, શક્તિઓ પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.
COMMENTS