હાથી વિશે ગુજરાતી નિબંધ – Elephant Essay in Gujarati

Admin
0
Elephant Essay in Gujarati Language : Today, we are providing હાથી વિશે ગુજરાતી નિબંધ For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Elephant Essay in Gujarati Language to complete their homework.

હાથી વિશે ગુજરાતી નિબંધ – Elephant Essay in Gujarati

રાજાની અંબાડી કેરો મુજ પર છે આધાર,
મુજ પગલાંથી શોભે સ્વારી, દીપે વળી દરબાર,
શ્રેષ્ઠ છું પશુમાં હું સરદાર–પશુમાં 
વાચનમાળાની આ કવિતા બરાબર છે. નાના સરખા ડુંગર જેવો હાથી તો રાજરજવાડામાંજ પળાય, અને દેશી રાજાની સવારીમાં હાથી. ન હોય તો એ સવારીની ખરી ખુબી આવતી નથી.

હાથીના પગ થાંભલા જેવા હોય છે. એનું એવું મોટું શરીર ઉચકવા એવા પગની જરૂર પણ છે. એની આંખો ઝીણી અને કાન સુપડા જેવા હોય છે. સૌથી અજાયબ પમાડે એવી એની સૂંઢ હોય છે. સૂંઢ એનાં નાક તથા હાથની ગરજ સારે છે. સૂંઢથી એ નાની ટાંકણી જેવી વસ્તુ ઉપાડી શકે છે. ખોરાક પણ એ સૂંઢ વડે પકડી એમાં મૂકે છે. સૂંઢમાં પાણી ભરી, પાણી ભરેલી સૂંઢ મોમાં ખાલી કરતો હાથી જોવાની ઘણી રમુજ પડે છે. વળી નર હાથીના જડબામાંથી બે મોટા દાંત નીકળે છે તેને હાથીદાંત કહે છે. એ દાંતવડે એ પોતાના દુશ્મનને જાન લે છે.

હાથી ઉષ્ણકટિબંધનું પ્રાણી છે. હિંદુસ્તાનમાં સિલોન, આસામ અને બ્રહ્મદેશનાં જંગલમાં હાથીઓનાં ટોળાં ભટકતાં માલમ પડે છે. આસામમાં તો કેટલીક વખત તોફાને ચઢેલું હાથીનું ટોળું જંગલમાંથી ધસી આવી આગગાડીના પાટા ઉખાડી નાખે છે. આફ્રિકામાં પણ હાથીઓ થાય છે. જંગલી હાથી ટોળામાં રહે છે. ઝાડનાં પાંદડાં અને ઘાસ ખાઈને તે જીવે છે. પાળેલા હાથીને અનાજ તેમજ લાડવા ખવાડવામાં આવે છે.

રાજદરબાર શોભાવવા હાથીનો ઉપયોગ થાય છે. એના પર બેસી વાઘનો શિકાર કરવામાં આવે છે. સરકસમાં હાથીઓ પાસે ખેલ કરાવવામાં આવે છે. એના દાંતના ચુડા તથા રમકડાં બને છે. કહેવત છે કે “હાથી જીવતો લાખનો અને મુઓ સવાલાખનો? કારણ કે મરેલા હાથીનાં હાડકાંની કારીગરીની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.

સ્વભાવે હાથી સમજદાર અને માયાળુ પ્રાણી છે. હાથીના ડહાપણની આપણે ઘણી વાતો જાણીએ છીએ. પોરસ રાજાને સિકંદર સાથેની લડાઈમાં અનેક તીર વાગ્યાં અને તેથી હાથી ઉપર એ બેભાન થઈ ગયો. હાથીનો મહાવત તો તીરથી વોંધાઈ કયારને મરણ પામ્યો હતો. નીમકહલાલ હાથી રાજાની આવી સ્થિતિ જોઈ બેહો, રાજાને પોતાની સૂંઢ વડે ધીમેથી અંબાડીમાંથી ઉપાડી મોંય પર સુવાડયો અને પછી રાજાના શરીરમાંથી એક પછી એક એમ બધાં તીર ખેંચી કાઢયાં.

જંગલી હાથીઓને જુદી જુદી રીતે પકડવામાં આવે છે. એક રીત તો એવી છે કે જેમાં એક મોટો ખાડો ખોદવામાં આવે છે. તે ઉપર લિલોતરી ઉગાડવામાં આવે છે. હાથી લિલોતરી ખાવા લેભાઈને ત્યાં આવે છે, અને ખાડામાં પડે છે. થોડા દિવસ હાથીને એ ખાડામાં ભૂખે ભરવા દઈ હાથી પકડનારા પકડાયેલા હાથીને પાળેલા હાથીઓ સાથે બાંધી ઘેર લઈ જાય છે, અને પછી તેને કેળવે છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !