હું લક્ષાધિપતિ થાઉં તો નિબંધ ગુજરાતી : Today, we are providing "If I were a Millionaire Essay in Gujarati" For class 5, 6, 7, 8...
હું લક્ષાધિપતિ થાઉં તો નિબંધ ગુજરાતી : Today, we are providing "If I were a Millionaire Essay in Gujarati" For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use હું લક્ષાધિપતિ થાઉં તો નિબંધ ગુજરાતી to complete their homework.
હું લક્ષાધિપતિ થાઉં તો નિબંધ ગુજરાતી - If I Were A Millionaire Essay In Gujarati
કેટલીક વખત પરીક્ષા વિચિત્ર પ્રશ્નો પૂછી વિદ્યાર્થીઓને મેટી મુંઝવણમાં નાખે છે. “મારી પાસે એક લાખ રૂપીઆ હાયતે”આવી ભવ્ય કલ્પનામાં વિદ્યાર્થીઓને મૂકી દઈ વિદ્યાર્થીઓના જીવનને તાર્કિક અને અનિશ્ચિત બનાવી દે છે, છતાં જવાબ આપવો જ રહ્યો એટલે આપું છું.
હાલના સંજોગો એવા નથી કે મને લાખ રૂપીઆ મળે. છતાં કદાચ પ્રાપ્ત થાય તે હું સારી રીતે સમજ છું, કે એ રૂપીઆ મારી જાત મહેનતના નથી. આ પ્રભુના ન્યાયી રાજ્યમાં બીજાને શ્રમ વૃથા છીનવી લેવાનો મને શું અધિકાર છે? ખરા સ્વાશ્રયી પુરુષો કેઈને શ્રમ વૃથા સ્વીકારતા જ નથી. મારી ઈચ્છા મારા પિતાના શ્રમના ફળ ઉપરજ મારું જીવન નિભાવવાની છે.
એટલે જે હું લક્ષાધિપતિ થાઉં, તે લક્ષ્મીને ઉપગ જનસમાજના કે દેશના કલ્યાણ અર્થેજ વાપરું; પણ એવી કઈ રીતે તેનો સાચો ઉપયોગ કરું, કે તેનું પરિણામ લોકોને અને દેશને અનેકગણું ફળદાયી નીવડે? એ વિચાર અને પ્રથમ થાય છે.
અનાથાશ્રમો કાઢવાથી અનાથેની સંખ્યા ઘટવાને બદલે વધે છે. દવાખાનાં ઉઘાડવાથી દેશમાંથી રોગ ઘટવાને બદલે વધે છે. સદાવ્રત ખોલવામાં કે નિામી આળસુ બનતા જાય છે. ધર્મશાળા બંધાવવામાં ધર્મ નથી રહેતું, તે પાછળથી પાઠશાળા કે વેપારના મઠ બની જાય છે. શિક્ષણની મોટી સંસ્થા ખોલવામાં પૈસાદારનાજ છોકરા પોષાય છે. એટલે મારે એ પૈસાનું શું કરવું એ મારે માટે એક મેટ મુંઝવણને પ્રશ્ન છે.
દેશની ગરિબાઈ મને બહુ ખટકે છે, તેથી વિચાર થાય છે કે દેશની હુન્નરકળા ખીલવવી. તેને માટે જે કે કારખાનું ઉઘાડું, પણ એથી ઉલટું દેશના હસ્તઉદ્યોગો-નાના નાના ગૃહઉદ્યોગોનો નાશ કરી કેટલાંએ કુટુંબને બેકાર બનાવવાનું અઘેર પાપ વહોરી લઉં છું, ગરિમાઈ જાય નહિ ત્યાં સુધી કોઈપણ જાતનાં કારખાનાં કાઢવાં, એ દાઝયા ઉપર ડામ દેવા બરાબર છે. ત્યારે કરવું શું?
વિચાર થાય છે કે મારે આ પૈસો કેને વધારેમાં વધારે આશ્વાસન આપશે? કોની કકળતી આંતરડી ઠારશે? એ મારે પ્રથમ જોવું જોઈએ.
હું એમ માનું છું કે હિંદુસંસારમાં સ્ત્રીઓમાં દુઃખ વિશેષ છે. તેમાંએ વિધવાઓનાં દુકાએ તે હદ વાળી દીધી છે. તેમનાં દુઃખ દૂર કરવા, તેમનાં ચારિત્ર્યનું સંરક્ષણ કરવામાં હસ્તઉદ્યોગ આપી જીવન નિર્ભય કરી, સ્વતંત્ર બનાવી, નિરાધારી દૂર કરવામાં, જે મારા પૈસાનો ઉપયોગ થાય તે હું મારાં અહોભાગ્ય માનું.
વળી દેશમાં એવાં કેટલાંએ કુટુંબો છે કે જેમને પોતાનાં સંતાનો સિવાય મિલ્કતમાં કંઈ નથી, અને તેઓ દેશને એવે ખુણે છે કે જેમને રેજી મજુરી વગેરે પણ મળી શકતાં નથી. આવા દેશ બાંધના ઉદ્ધાર માટે હું કંઈક કરી શકે તે હું મારા પૈસાને સદુપયોગ થ સમજું.
એક લાખ રૂપીઆમાં એક જંગલ–વણ ખેડાયેલી જમીન વેચાતી રાખું. તેના દશ દશ એકરના ટુકડા પાડું, અને દરેક ટુકડે એક એક કુટુમ્બને વહેંચી આપું. તેમને ખેતીવાડીનું શિક્ષણ મળે, અને હસ્ત ઉદ્યોગે, હુન્નર, કારીગરીનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરું. હજાર કુટુંબને પાંચ વરસમાં સ્વાશ્રયી બનાવી દઉં. પાંચ વરસને હપતે મારી રકમ વસુલ કરી લઉં. ફરી પાછો બીજી જમીન રાખી એ પ્રમાણેજ જીવનમાં કામ કરી નિરાધારેને સ્વાશ્રયી બનાવું. મારી મુડી કાયમ સાચવી રાખી તેની મારફતે દેશી ભાઈઓની નિરાધારી દૂર કરવા પ્રયત્ન કર્યા કરું. આવા વિચારે પણ મને આવે છે. એટલે જે મને લાખ રૂપીઆ મળે તે હાલ તો સ્ત્રીઓનો ઉદ્ધાર કરવામાં કે તદ્દન નિરાધારેને આધાર આપવામાં વાપરવાનો મારે વિચાર. બેમાંથી. ચેકસ નિર્ણય તે લાખ રૂપીઆ મળ્યા બાદ થઈ શકે.
COMMENTS