Thursday, 19 November 2020

Gujarati Essay on "Jivan ma Shikshan nu Mahatva", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ" for Students

Jivan ma Shikshan nu Mahatva Essay in Gujarati: In this article "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ", "વિદ્યા સર્વસ્ય ભૂષણમ્ નિબંધ ગુજરાતી", "Jivan ma Vidya nu Mahatva Gujarati Nibandh" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Jivan ma Shikshan nu Mahatva", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ", "જીવનમાં શિક્ષણનું મહત્વ ગુજરાતી નિબંધ" for Students 

આ પૃથ્વી ઉપર મનુષ્ય, પશુપક્ષી અને ઘણાં જીવજંતુઓ વસે છે. આ જીવસૃષ્ટિમાં પોતાના જીવનને સુંદર, સુખી અને સગવડભર્યું બનાવવામાં માનવે અપૂર્વ પ્રગતિ સાધી છે. તેની સરખામણીમાં પશુપક્ષી કે અન્ય જીવજંતુઓ આદિ કાળથી છે એ જ સ્થિતિમાં જીવે છે. તેમના જીવનમાં કોઈ પ્રગતિ જોવા મળતી નથી. એનું કારણ છે વિદ્યા. માનવ પોતાના પ્રાકૃતિક જીવનનું સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન કરવા માટે જરૂરી વિદ્યા સંપાદન કરી શક્યો છે. એ બતાવે છે કે ઉત્તમ અને સુખકર જીવન જીવવામાં વિદ્યા સૌથી વધુ ઉપયોગી પરિબળ બને છે.

વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. ભણવાથી માનવી પોતાની આસપાસ વિસ્તરેલા જીવન અને જગત પ્રત્યે સભાન બને છે. પોતાની સામે આવતા પ્રશ્નો-પડકારો ઝીલવા અને તેના ઉકેલો શોધવા પ્રવૃત્ત થાય છે. સમાજમાં શિસ્તબદ્ધ વાણી અને વર્તન કેળવીને સભ્ય નાગરિક બની શકે છે. જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા અને સુરક્ષા માટે પોતાની ફરજ બજાવીને દેશને મદદરૂપ થઈ શકે છે. પોતાના કુટુંબની સુખાકારી માટે આજીવિકા શોધવામાં પણ તેણે મેળવેલી વિદ્યા મદદરૂપ નીવડે છે. આ ઉપરાંત કુટુંબ, સમાજ અને દેશ માટે માનવે ઉપાડવાની જવાબદારીઓ માટે વિદ્યા માર્ગદર્શક પણ બને છે. આમ પૃથ્વી પરનો માનવ એના અંગત અને જાહેર જીવનમાં વિદ્યા વડે વિકસિત અને સુખી બની શકે છે. એના કારણે જ માનવ, પશુ અને પંખી જેવા સૃષ્ટિના અન્ય જીવો કરતા ઉચ્ચ જીવન પામે છે.

સામાન્યરીતે વિદ્યા એટલે અક્ષરજ્ઞાન એમ માનવામાં આવે છે, પરંતુ આ અર્થ અધૂરો છે. એ માટે કેળવણી શબ્દ વધુ સ્પષ્ટ અને સુયોગ્ય છે. કેળવવું એટલે ઘડવું, બનાવવું અથવા સંસ્કાર પાડવા. આપણે રોટલી બનાવવા લોટ કેળવીએ છીએ. એ જ રીતે એક અસંસ્કૃત માનવને જીવન જીવવા લાયક બનાવવો હોય તો તેને વિદ્યા અથવા કેળવણી આપવી આવશ્યક બને છે. એટલે વ્યાપક અર્થમાં વિચારીશું તો જણાશે કે વિદ્યામાં અક્ષરજ્ઞાન ઉપરાંત સંસ્કારઘડતર, બુદ્ધિવિકાસ અને વ્યવહારજીવન વિશેની સૂઝસમજ જેવાં અન્ય ઉપયોગી તત્ત્વોનો પણ સમાવેશ થાય છે. આવી કેળવણી એ જ સંપૂર્ણ અને સાચી વિદ્યા છે.

સાક્ષરજ્ઞાન કે એકલી માહિતી મેળવવાથી પૂરતી કેળવણી મળતી નથી. પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વિનિયોગ કરીને પરિણામ પામવાની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કરવાથી કેળવણીનું કાર્ય પૂરું થાય છે. એટલે જ ડૉક્ટર કે વકીલ જેવા કેટલાક વ્યવસાયમાં પદવી પામ્યા પછી પણ પ્રેક્ટિસનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વળી વિદ્યાથી માણસમાં સભ્યતા, સમજ અને શિસ્ત કે સંયમ જેવા ગુણોનો વિકાસ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. પ્રાકૃત સ્થિતિમાંથી પ્રગતિ સાધવી હોય તો જ્ઞાનની સાથે આ બધા ગુણો પણ વિકસાવવા જોઈએ. માત્ર વ્યવસાય કે ડિગ્રી મેળવવાના હેતુથી મેળવેલી વિદ્યા એકલું જ્ઞાન આપે છે, પણ સગુણોનો વિકાસ વ્યક્તિએ જાતે કરવાનો હોય છે. તેમ ના થાય તો અપૂર્ણ કેળવણીવાળો માણસ છેવટે તો જ્ઞાની પશુ જેવો જ ગણાય છે. આદિ કાળથી આપણાં શાસ્ત્રોએ કેળવણીની મહત્તા સ્વીકારતાં કહ્યું છે : વિદ્યાવિહીન નર પશુ . વિદ્યા વિનાનો માણસ પશુ છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: