Wednesday, 18 November 2020

Gujarati Essay on "A world without weapons", "મારી દષ્ટિએ શસ્ત્ર વિનાની દુનિયા નિબંધ ગુજરાતી" for Students

Essay on A world without weapons in Gujarati: In this article "મારી દષ્ટિએ શસ્ત્ર વિનાની દુનિયા નિબંધ ગુજરાતી", "જો ત્યાં કોઈ શસ્ત્રો ન હોતા નિબંધ"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "A world without weapons", "મારી દષ્ટિએ શસ્ત્ર વિનાની દુનિયા નિબંધ ગુજરાતી" for Students

આજે સમગ્ર વિશ્વને આતંકવાદે ભરડો લીધો છે. આતંકીઓએ કરેલા લાખો નિર્દોષોના વધના સમાચાર જાણી માણસમાત્રના હૃદયમાં અનુકંપા જાગે છે. બબ્બે વિશ્વયુદ્ધોએ કેટકેટલું નુકસાન, કેટલાંની જાનહાનિ, અને વિનાશ સર્જાયો છે. એ યુદ્ધ વખતે સમગ્ર વિશ્વના માનવીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ઇરાક અને અમેરિકા વચ્ચેના ઘમસાણ યુદ્ધ જેવી વિનાશક ભીતિ ઊભી કરેલી તેનો ચિતાર હજીયે તાજો જ છે. છેવટે “સંયુક્ત રાષ્ટ્રોના સતત પ્રયત્નોને કારણે યુદ્ધવિરામ સર્જાયા તે પણ સૌ જાણે છે. આ ઉપરાંતનાં બીજાં બે વિશ્વયુદ્ધો જે વીસમી સદીમાં ખેલાયાં તેમાં પણ કરોડો સૈનિકો, પ્રજાજનો જેઓનો નિર્દોષ ચહેરો આજે પણ આંખ સામે તરવરે છે તેઓએ પોતાના પ્રાણ આપ્યા. આ વિશ્વયુદ્ધોમાં અબજો રૂપિયા વેડફાયા અને જાનમાલની પારાવાર હાનિ થઈ. હવે આ યુદ્ધોની ભયાનક અસરો નજરે નિહાળીને વિશ્વને યુદ્ધની નિરર્થકતા સમજાય છે. આવા સંજોગોમાં શસ્ત્ર વિનાની દુનિયાની કલ્પના ખૂબ જ આવકારદાયક લાગે છે.

એ સાહજિક છે કે શસ્ત્રોનો વિનાશ એ અબજો રૂપિયાનું પાણી છે પરંતુ જો વિશ્વમાંના સમગ્ર અસ્ત્રશસ્ત્રનો નાશ કરી શસ્ત્રોનું ઉત્પાદન પણ બંધ કરવામાં આવે તો જ વિશ્વ શસ્ત્રવિહોણું બની શકે. વળી, શસ્ત્રોત્પાદનનાં કારખાનાં બંધ કરવાથી શરૂઆતમાં લાખો લોકો બેરોજગાર બને તેમ જ શસ્ત્રોમાં વપરાતાં દ્રવ્યોનો વેપાર કરતી પેઢીઓને પણ ખાસ્સી ખોટ ભોગવવી પડે. શસ્ત્રવિનિમય એ મોટા મોટા દેશોનું આવકનું વિશાળક્ષેત્ર છે. આવી વિશ્વની મહાસત્તાઓ માટે સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ આર્થિક અને વ્યાપારિક દૃષ્ટિએ નુકસાનકારક નીવડે.

અત્યારે શસ્ત્રોના વિપુલ ઉત્પાદનમાં જે નાણાંનું અનુત્પાદક રોકાણ થાય છે તેનો રચનાત્મક અને વિકાસશીલ પ્રવૃત્તિઓમાં ઉપયોગ થઈ શકે. શસ્ત્રો બનાવતાં કારખાનાંની વિશાળ અને ગુપ્ત જગ્યાઓનો પણ વધારે સારો ઉપયોગ થાય. લાંબા ગાળાના હિતની દષ્ટિએ જોતાં શસ્ત્રોનું ઉત્પાદન બંધ થવાથી દરેક રાષ્ટ્રને આર્થિક ગેરલાભ થવાને બદલે લાભ થશે. શસ્ત્રોત્પાદન માટે વપરાતી કેટલીક સામગ્રી અલગ અલગ રોગો માટે ઔષધિનું રૂપ ધારણ કરી શકે. અણુશક્તિ જેવી મહાશક્તિનો અને હજારો બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોનાં જ્ઞાન અને શક્તિનો માનવકલ્યાણ માટે સદુપયોગ થઈ શકે. શસ્ત્રો જ ન હોય તો યુદ્ધનો ભય અદશ્ય થતાં સમગ્ર જગત સુખનો શ્વાસ લઈ શકે. જે દિવસે સમસ્ત જગતની યુદ્ધસામગ્રીની હોળી થશે તે દિવસ જગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.

આધુનિક વિશ્વમાં તો મહાન રાષ્ટ્રો વચ્ચે તંગદિલીનું વાતાવરણ જાણે કાયમી બની ગયું છે. તેથી શસ્ત્રો વિનાના વિશ્વની કલ્પના રમ્ય હોવા છતાં હાલ તુરત સંભવિત નથી લાગતી. આમ છતાં નિરાશ થવાની જરૂર નથી. પાષાણયુગનો માનવી ધીરે ધીરે સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ સાધી આજની કક્ષાએ પહોંચ્યો છે. ભવિષ્યમાં તે વિશ્વશાંતિ અને નિઃશસ્ત્રીકરણના આદર્શો પણ સાકાર કરશે જ એ આશા સેવવી અયોગ્ય તો નથી જ.

આપણે સૌ પ્રભુને પ્રાર્થીએ કે મનુષ્યના ઇતિહાસનો એ સુવર્ણ દિન હવે જલદી આવે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: