Essay on Library in Gujarati Language : Today, we are providing " પુસ્તકાલય વિશે ગુજરાતી નિબંધ " For class 3, 4, 5, 6, 7, 8, 9,...
Essay on Library in Gujarati Language : Today, we are providing "પુસ્તકાલય વિશે ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Library Essay in Gujarati Language to complete their homework.
પુસ્તકાલય વિશે ગુજરાતી નિબંધ - Essay on Library in Gujarati Language
- પુસ્તકાલય એ અનુભવી જ્ઞાનને ખજાને છે, એ કેવી રીતે?
- બીજ પ્રાણુઓના અને મનુષ્યના જીવનમાં શું ફેર છે? માનવો પ્રગતિ શાથી કરી શકયા?
- પુસ્તકો એ મહાત્માઓની જીવતી પ્રતિમા છે, એ કેવી રીતે?
- જ્ઞાન એ શકિત છે, એ કેવી રીતે? પુસ્તકને સહવાસ એ. મહાત્માઓને સત્સંગ છે, શી રીતે?
- શાળા અને પુસ્તકાલય સરસ્વતીમંદિર છે, દેશમાં તેની જરૂરિઆત.
મહાપુ એ દેશનું યા પ્રજાનું ધન છે. એ લુંટાય તે પ્રજાનાં હદય ચિરાય, અને એ ધનને સદુપયોગ થાય તે પ્રજામાં અવનવું ચેતન પ્રગટે. મહાપુરુષો ભરતા જ નથી. તેમના વિચારે હંમેશાં જીવન છે. ભૂતકાળમાં થઈ ગએલા મહાપુના અનુભવી વિચારેનો સંગ્રહ તે જ પુસ્તકાલય છે. જે પ્રજામાં પુસ્તકાલયનાં પુસ્તકોનું શ્રવણ, વાચન અને મનન છે, તે પ્રજા નિરંતર જાગતી જ રહે છે. તે પ્રજાની પડતી થવી અસંભવિત છે. ભૂતકાળમાં થએલા અનુભવો લક્ષમાં લઈને જ મનુષ્યસમાજ આગળ વધે છે. મનુષ્યનું આયુષ્ય વચારે મેળવી લેવા જ જોઈએ. અનુભવી વિચારેને સંગ્રહી રાખવાની કાશિષ વધારે હોય, તેમ તે દેશ વધારે સુખી થાય છે.
સૃષ્ટિમાં દરેક પ્રાણીને પોતાના જીવનમાં કંઈ નહિ ને કંઈ અનુભવો તે થાય છે જ, પણ તેમાં મનુષ્યો પિતાને પ્રાપ્ત થએ અનુભવ વાણુધારા પાછળ વારસામાં આપી શકે છે. બીજું પ્રાણીએને અનુભવ તેના મૃત્યુની સાથે જ નષ્ટ થાય છે. પિતાના વિચાર બીજાને જણાવવાનું સાધન વાણ-ભાષા છે. તે મનુષ્યોને પ્રાપ્ત થએલી છે. પાછળથી લેખનકળા ને છાપવાની કળા પણ મનુષ્યોએ મેળવી. આમ ઉત્તરોત્તર અનુભવી જ્ઞાનના સંગ્રહનાં સાધનો વધતાં ગયાં, અને દુનીઆના તમામ જાતના અનુભવી જ્ઞાનને સંગ્રહ પુસ્તકાલય રૂપી ખજાનામાં જમા થતું ચાલ્યું. જે ખજાન પ્રત્યેક માનવીના જીવનની શરૂઆતમાં જ એની સન્મુખ રજુ કરવામાં આવેલ હોય છે. તે ખજાને જોઈ, વિચારી, મનુષ્ય ઝડપથી આગળ વધે છે. આજ મનુષ્યજીવનની બલિહારી છે.
દુનીઆના સર્વ સાધુપુરુષ જુના અનુભવો વિચારે છે. એ વિચારતાં તેમને નવા વિચારો ઉભવે છે. તે વિચારો તે પાછો અનુભવ કરે છે. એ અનુભવ ઉપરથી પાછા નવા વિચારે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે દુનીઓ ચાલતી આવી છે, ચાલે છે, અને ચાલશે. આ જુના અને નવા અનુભવી જ્ઞાનનો સંગ્રહ તે પુસ્તકાલય છે.
ધર્મશાસ્ત્રમાં સત્સંગને અદ્વિતીય મહિમા ગાય છે. પુસ્તકે એ મહાત્માઓની જીવતી પ્રતિમાઓ છે. પુસ્તકને સહવાસ એ મહાત્માએને સત્સંગ છે. જગતના તમામ પ્રકારના જ્ઞાનનો સંગ્રહ પુસ્તકોમાં હેય છે. એવાં પુસ્તકાલય એ મહાત્માઓનું રહેઠાણ છે. દુનીઆના ગમે તે ખુણે ઉત્પન્ન થએલા મહાપુરુષને આપણે વગર ખર્ચ, વિના વિલંબે, અને વગર પ્રયત્ન, આપણે પુસ્તકાલયમાં ઓળખીએ છીએ, પિછાણીએ છીએ, અને તેમને સત્સંગ કરી ઐહિક અને પારલૌકિક સુખે મેળવી શકીએ છીએ.
જ્ઞાન એ શક્તિ છે. જ્ઞાનના પ્રકાશથી મનુષ્યનાં તમામ જાતનાં દુઃખ નષ્ટ થાય છે, સાચું મનુષ્યબળ આવે છે, અને સ્વમાન અને સ્વાશ્રયને ગુણ જાગ્રત થાય છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીજ કર્મ હાય. જ્ઞાનને અદ્વિતીય પ્રકાશ કર્મ ઉત્પન્ન કર્યા વિના રહેતું નથી. પ્રજામાં આવાં જ્ઞાનક્ષેત્ર બે છેઃ શાળાઓ અને પુસ્તકાલયો. શાળાઓ એ વિદ્યાર્થીઓનું સરસ્વતી મંદિર છે. અને પુસ્તકાલય એ સમસ્ત માનવસમાજનું સરસ્વતી મંદિર છે. એ બન્ને મંદિરને જગતની અનુભવી જીવન ઘટનાઓનું સંપૂર્ણ પ્રદર્શન બનાવવું જોઈએ.
અજ્ઞાનતા અને ગરિબાઈ ટાળવા માટે ગામડે ગામડે જ્ઞાનને પ્રચાર કરવા શાળા હોવી જોઈએ. તેમ પુસ્તકને પ્રચાર પણ ઝુંપડીએ ઝુંપડીએ થવો જોઈએ. ગરીબમાં ગરીબ માણસ પણ જ્ઞાનામૃતને લાભ જ્યારે વિના પ્રયત્ન અને મફત મેળવી શકશે, ત્યારે જ માનવજીવન ઉજજવળ બનશે, અને સમાજનો આંતરિક સડે તેમજ મલિનતા દૂર થશે.
COMMENTS