Saturday, 14 November 2020

Gujarati Essay on "An Ideal Student", "આદર્શ વિદ્યાર્થી વિશે ગુજરાતી નિબંધ", "Adarsh Vidyarthi Gujarati Nibandh" for Students

Essay on An Ideal Student in Gujarati: In this article "આદર્શ વિદ્યાર્થી વિશે ગુજરાતી નિબંધ", "આદર્શ વિદ્યાર્થી નિબંધ લેખન", "Adarsh Vidyarthi Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "An Ideal Student", "આદર્શ વિદ્યાર્થી વિશે ગુજરાતી નિબંધ", "Adarsh Vidyarthi Gujarati Nibandh" for Students 

વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા સગુણો જેણે પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને ઉત્તમ ગુણ સાથે જેણે વિદ્યા પ્રાપ્ત કરી હોય તેને આપણે આદર્શ વિદ્યાર્થી કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ કે આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી. સંપૂર્ણ અને ઉત્તમ વિદ્યાર્થીમાં કેવા ગુણ હોવા જોઈએ તે વિશે આપણે અહીં વિચારવાનું છે.

આજની કેળવણી વ્યવસાયલક્ષી બની ગઈ છે. એટલે વિદ્યાર્થી માત્ર પદવી કે પ્રમાણપત્ર મેળવવા પૂરતું પોપટિયા જ્ઞાન ભેગું કરી લે છે, પરંતુ પદવીને અનુરૂપ વિષયનું ઊંડું કે વિસ્તૃત જ્ઞાન તેનામાં હોતું નથી. માત્ર ગાઈડ કે ટ્યૂશન વડે પરીક્ષા પાસ કરવી એ જ તેનું ધ્યેય હોય છે. તેવો વિદ્યાર્થી આદર્શ ન કહેવાય. જે વિદ્યાનો અર્થી એટલે કે પ્રાપ્તિના હેતવાળો હોય તે જ સાચો વિદ્યાર્થી કહેવાય. અભ્યાસમાં આવતા દરેક વિષયનું ઊંડું જ્ઞાન મેળવવાની સ્વાભાવિક રુચિ કેળવાઈ હોય તેવો વિદ્યાર્થી વધુ સારી રીતે વિદ્યા પ્રાપ્ત કરી શકે. વિષયની સ્પષ્ટ સમજ અને તેનો ઊંડો અભ્યાસ એ પાયાની કેળવણી છે.

આપણાં શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે ઘણું કહેવાયું છે. “ જેઠા વક ધ્યાને' જેવા પ્રસિદ્ધ શ્લોકમાં આવા ગુણો સૂચવાયા છે. અભ્યાસમાં બગલાના જેવી એકાગ્રતા હોવી આવશ્યક છે. ધ્યાન કે એકાગ્રતા વિના અભ્યાસની ધારણા કે સ્મૃતિ બંધાતી નથી. વર્ગમાં શીખવતી વખતે વિદ્યાર્થી એકાગ્ર ચિત્ત વિષયને જલદી ગ્રહણ કરી શકે છે અને લાંબા સમય સુધી સ્મૃતિમાં ધારણ કરી રાખે છે.

વિદ્યાર્થીજીવનમાં સૌથી મોટો શત્રુ હોય તો તે આળસ છે. આળસુ કે પ્રમાદી વિદ્યાર્થી તેના કામમાં નિરસ અને બેદરકાર બની જાય છે. આવો વિદ્યાર્થી વિસ્મૃતિથી પીડાય છે એટલે ઉત્તમ વિદ્યાર્થીમાં શ્વાન જેવી નિદ્રા હોવી જોઈએ. તે ઓછું ઊંધે અને ચપળતા કેળવે તો વધુ સક્રિયપણે અને ઝડપથી અભ્યાસ કરી શકે. ઊંઘણશી કે આળસુની જેમ સૂઈ રહેવાથી સુસ્ત બની જવાય છે. તેથી સ્કૂર્તિ કેળવવા સાથે અભ્યાસ થાય તો વિદ્યાર્થી ઝડપથી પ્રગતિ સાધી શકે છે.

મોજીલું જીવન કર્મ પ્રત્યે આપણને વિમુખ બનાવે છે. આજના વિદ્યાર્થીઓ વધુ વિલાસી બન્યા હોવાથી અભ્યાસમાં નબળા પડે છે. મનોરંજન અને મોજશોખ છોડ્યા વિના વિદ્યાર્થી પોતાના અભ્યાસને પૂરતો ન્યાય આપી શકતો નથી. વિદ્યાર્થીજીવન માત્ર ભણવા માટે છે, મોજશોખ માટે નથી. એટલે વિદ્યાર્થી વિદ્યા સિવાયનું વ્યસન ન રાખે તે જ આદર્શ વિદ્યાર્થી ગણાય.

મસાલેદાર સ્વાદિષ્ટ વાનગી આરોગવાથી વ્યક્તિ વધુ આળસુ બની જાય છે. એમ થવાને લીધે અભ્યાસમાં ચિત્ત ચોંટતું નથી. એટલે વિદ્યાર્થીએ મિતાહારી અર્થાતુ ઓછું જરૂરપૂરતું ખાવું જોઈએ. અલ્પાહારથી શરીર નીરોગી સ્કૂર્તિભર્યું રહે છે. આ બધાં બાહ્ય લક્ષણોની સાથે સંયમ, શિસ્ત, નિયમિતતા, સભ્યતા અને સંસ્કારિતા જેવા વ્યક્તિત્વના આંતરિક ગુણો વિકસાવવાથી વિદ્યાર્થીનું જીવન સમતોલ બને છે. આવા ઉત્તમ ગુણો માત્ર વર્ણન, વાચન કે દેખાદેખી વડે કેળવી નથી શકતા. સંકલ્પશક્તિ અને શિસ્ત વડે આવા ગુણો કેળવીને કોઈ પણ અભ્યાસી વિદ્યાર્થી બની શકે છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: