Saturday, 14 November 2020

Gujarati Essay on "If i win a lottery", "જો મને લોટરી લાગે તો ગુજરાતી નિબંધ" for Students

Essay If I win a lottery in Gujarati: In this article "જો મને લોટરી લાગે તો ગુજરાતી નિબંધ", "Jo Mane Lottery Lage To Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "If i win a lottery", "જો મને લોટરી લાગે તો ગુજરાતી નિબંધ" for Students 

વર્તમાન યુગમાં લક્ષાધિપતિ થવાનો મારો વિચાર આવે તે જરૂર ગમશે. દરેક માણસ આજે લક્ષ્મીપતિ બનવા પાછળ ધાંધલ કરી મૂકે છે તે તો આજે સર્વને દૃષ્ટિગોચર થાય છે. આજે સમગ્ર પ્રવૃત્તિઓનું ઉદ્ગમ રૂપિયા જ બની ગયા છે. રૂપિયા આવતાં બધું જ આવી ગયું હોય એટલે સર્વ ક્ષેત્રે પ્રધાન થઈ ગયા હોય તેમ કહેવાય છે. મને પણ આવા લખપતિ થવાની ઇચ્છા થાય તે તો સ્વાભાવિક છે. હું નિયમિતપણે, અચૂક દર મહિને અલગ અલગ રાજયની અવનવી લૉટરીની ટિકિટો ખરીદું છું. ટિકિટો ખરીદીને હું રોજેરોજ વર્તમાનપત્રમાં મારું ભવિષ્ય પણ વાંચું છું. ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાતોરાત લખપતિ અને કરોડપતિ બની ગયાના સમાચાર વર્તમાનપત્રને પાને ચમકે છે ત્યારે મને પણ થાય છે કે એક દિવસ આ જ વર્તમાનપત્રના પાના પર મારા લખપતિ બન્યાના સમાચાર ચાર ચાંદ સાથે ચમકશે.

મેં મારા મનોમનનું એક અંદાજપત્ર પણ તૈયાર કરી રાખ્યું છે. ઈકોતેર લાખની લોટરીનું પ્રથમ ઇનામ લાગે તેટલી જ રાહ જોવાની છે. પછી તો “બાના” હવામાં ઊડશે. જોજો ને કેવા દબાબથી પૈસા ઉડાવે છે! પ્રથમ તો સાત લાખનો અદ્યતન સગવડવાળો એક આલીશાન બંગલો લેવો, જેમાં છેલ્લામાં છેલ્લી એટલે કે “ટૉપ મોસ્ટ ફેશનનું રાચરચીલું સુશોભિત કરેલું હોય ! ત્યાર બાદ એક લેટેસ્ટ મોડેલની લકઝરી કાર ખરીદીશ જેમાં ટેલિફોન, સ્ટિરિયો વગેરે બધી જ સુવિધા હોય. બાકીની રકમનો કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે કેવો ઉપયોગ કરવો તેનું પણ મેં મારા મનમાં વિચારી રાખ્યું છે.

વતનનું ઋણ વ્યાજ સાથે ચૂકવવાની મારી એક અદમ્ય ઝંખના છે. તેને હું પૂર્ણ કરીશ. મારા ગામની જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હું ભણ્યો હતો તે બંને શાળાઓમાં જીર્ણ મકાનોનો ઉદ્ધાર કરાવી નવી અદ્યતન સુવિધાવાળાં નવાં મકાનો બનાવીશ. આ ઉપરાંત ગામમાં પાણીની ટાંકી, દવાખાનાં, પુસ્તકાલયો, વિશાળ બગીચા, સ્વિમિંગ પૂલ વગેરે બાંધવા માટે ઉદાર સખાવતો ફાળવીશ અને મારા વતનની કાયાપલટ કર્યા પછી હું સારી એવી જમીન લઈશ જેમાં ખેતી કરીને ત્યાં “ફાર્મ' ઊભું કરીશ. એ ફાર્મ પર એક નાની મજાની બંગલી બનાવીશ, જેમાં મારા શહેરી મિત્રો આવીને વસે અને ત્યાં જ ગ્રામજીવનની મોજ માણે.

ત્યાર પછી તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, ત્યક્તાઓ અને વિધવાઓને માટે ગૃહઉદ્યોગોનાં કેન્દ્રો, મધ્યમવર્ગનાં ખરેખરી આર્થિક ભીંસ ભોગવતાં હોય તેવાં કુટુંબોને ગુપ્ત દાન, માનવતાવાદી સંસ્થાઓને પુણ્ય કર્મો કરવા માટે પ્રેરણાત્મક દાન વગેરે આપીને હું મળેલા આ આકસ્મિક ખજાનાનો એવો તો સદુપયોગ કરીશ કે લોકો શ્રીમંતો પ્રત્યે માન અને વિશ્વાસની દષ્ટિથી જોતા થઈ જશે. ખેડૂતોની સ્થિતિ સુધારવા, અસ્પૃશ્યતા અને નિરક્ષરતા-નિવારણ કરવા; વહેમ, અંધશ્રદ્ધા અને સામાજિક બદીઓ દૂર કરવા સમાજ-સુધારકોને અને ગામેવકોને સહાયભૂત થવા હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ. હા, એક વાત નક્કી કે રાજકારણ યા ચૂંટણીથી હું અચૂક દૂર રહીશ.

દેશોન્નતિની ચણાતી ઇમારતના પાયાનો એક નાનકડો પથ્થર બનીશ. મારા જેવા એકાએક ધનવાન બનેલા અને ગર્ભશ્રીમંતો એમ સૌ કોઈને મારું અનુકરણ કરવાનું મન થાય તેવું વાતાવરણ સર્જીને હું મને લાગેલી ઈકોતેર લાખની લૉટરીને સાર્થક કરીશ. પ્રભુ મને યત્કિંચિત્ કરવાનું બળ આપે !!


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: