Monday, 14 October 2019

વિદ્યાર્થીના ધર્મ ગુજરાતી નિબંધ - Duties of Student Essay in Gujarati

Duties of Student Essay in Gujarati : Today, we are providing "વિદ્યાર્થીના ધર્મ ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Duties of Student Nibandh in Gujarati Language to complete their homework.

વિદ્યાર્થીના ધર્મ ગુજરાતી નિબંધ - Duties of Student Essay in Gujarati

  1. વિદ્યાર્થીની મુખ્ય ફરજે કઈ કઈ? 
  2. તેણે પોતાનું અભ્યાસી જીવન કેવી રીતે ગાળવું જોઈએ? 
  3. તેનાં ગુણ સ્વભાવ ને કર્મ કેવાં રહેવાં જોઈએ?
  4. વિદ્યાર્થીઓ સ્વાશ્રયી જીવન કેવી રીતે ગાળી શકે? 
  5. નિત્યજીવન કેવું હોવું જોઈએ? શરીર, મન, ને આત્માની સ્વચ્છતા કેમ જળવાય ?
પ્રત્યેક મનુષ્યને પોતાના જીવનમાં ઘણું ફરજો બજાવવાની હોય છે; પરમાત્મા પ્રત્યે, માબાપ પ્રત્યે, ગુરુ પ્રત્યે, દેશ પ્રત્યે, કુટુંબી પ્રત્યે, વગેરે. પરંતુ વિદ્યાર્થી માટે તે સૌથી વધુ અગત્યની પ્રથમ ફરજ વિદ્યારૂપી શક્તિ પ્રાપ્ત કરવાની છે. કારણ કે એ વિદ્યાના પ્રભાવેજ ભવિષ્યના જીવનમાં ઉપરની ફરજો સારી રીતે બજાવવાની તે લાયકાત મેળવે છે. આ કારણથી વિદ્યાર્થીઓ માટે તો પ્રથમ વિદ્યા શી રીતે મેળવી શકાય, એજ વિચારવું આવશ્યક છે. વિદ્યાર્થીએ પિતાનું અભ્યાસી જીવન કેવી રીતે ગાળવું તેને પ્રથમ વિચાર કરીએ. વિદ્યાર્થિજીવનની દરેક પળ ઘણું કીમતી છે, તેને નકામી જવા દેવી નહિ. વિદ્યા સંપાદન કરવામાં હમેશાં તેણે તત્પર રહેવું જોઈએ. વળી અભ્યાસ કરતાં ચારે બાજુ દેડી જતી વૃત્તિઓને રોકી ચિત્તને એકાગ્ર બનાવવું જોઈએ. તેમજ જે વિષયનું જ્ઞાન મેળવવાનું હોય તેમાં તદ્દરૂપ બની જઈ, તેના શ્રવણ, મનન ને નિદિધ્યાસનથી વિષયને પિતાને કરી લેવો જોઈએ. વળી ડી મહેનતે અને થોડા વખતમાં તે વિષયની સમજણ મેળવી શકીએ, એવી અભ્યાસ કરવાની પદ્ધતિ પણ એજી લેવી જોઈએ. આ પદ્ધતિ અથવા ઘેરણ અભ્યાસના કામમાં સતત રચ્યા પચ્યા રહેવાથી આપોઆપ પ્રાપ્ત થાય છે.

અભ્યાસ કરવામાં ઘેરણ ન હોય તે સમય અને મહેનત બને બરબાદ જાય છે. જેને અભ્યાસ કરવાનું કામ આપણે હાથ પર લીધું હેય, તે જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય, ત્યાં સુધી છેડવું નહિ, તેનાથી કંટાળવું નહિ, અને ચીવટથી તેને વળગી રહેવું. મન ઉપર કાબુ રાખી, વીખરાઈ જતી વૃત્તિઓને રોકી, ખંતને આગ્રહથી અભ્યાસને વળગી રહેવામાં જ અઘરી બાબતે પણ સહેલી થઈ જાય છે. માટે ધીરજથી નિર્ણત કરેલા ધ્યેયને વળગી રહેવું, અને તે પૂર્ણ કર્યા વિના અટકવું નહિ. મુશ્કેલી દેખી પાછા હઠવું, એ કાયરપણાની નિશાની છે.

વિદ્યાર્થીઓએ પોતાને જરૂરની સગવડ પોતે જાતે મેળવી લેવી જોઈએ. બીજાની મદદ જેમ ઓછી લેવાય તેમ ઠીક છે. તેણે હમેશ સ્વાશ્રયી જીવન ગાળવાની ટેવ પાડવી. બીજાના આધાર સિવાય પિતાનું જીવન નિભાવવું એજ ખરી સ્વતંત્રતા છે. વળી કઈ વિદ્યાર્થીને સારી શક્તિવાળ જોઈ તેની અદેખાઈ કરવી નહિ. તેના પ્રત્યે દેષ રાખી તેનું બુરું કરવાનો વિચાર તે સ્વપ્ન પણ લાવવો નહિ. ઉલટું તેના જેવા થવા, અગર તેના કરતાં પણ વધારે શક્તિમાન બનવા પ્રયત્નશીલ થવું જોઈએ. બીજાનું સારું જોઈ પોતે આગળ વધવાને પ્રયત્ન કરે એ ગુણને હરિફાઈ કહે છે એ હરિફાઈના ગુણ વડે વિદ્યાર્થીઓમાં ખંત, આગ્રહ અને ઉત્સાહથી કામ કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે, અને તેથી અભ્યાસમાં જલદી સફળતા મળે છે.

વિદ્યાર્થીનું નિત્યજીવન કેવું હોવું જોઈએ તે હવે વિચારીએ. તેણે પોતાનું શરીર નિરોગી રાખવાને હંમેશાં નિયમિત રહેવું જોઈએ. તેણે શરીર ને મનને આરામ મળે એટલી જ ઊંઘ લેવી જોઈએ. શરીર નિભાવવા પુરત જ તેણે ખોરાક લેવો જોઈએ. શરીરને કસવા પુરતી જ તેણે રમત રમવી જોઈએ. અને માનાસક શક્તિઓ ખીલવવા પુરતેજ તેણે આનંદ ભોગવો જોઈએ. બાકીને બધે વખત તેણે નિયમિતપણે અભ્યાસ કરવામાંજ ગાળવો જોઈએ. વળી તેણે મેજિશેખ ને વૈભવને સર્વથા ત્યાગ કરે, દરેક જાતનાં ખરાબ વ્યસનથી દૂર રહેવું, વિષયવાસનાને ત્યાગ કરે, સ્વાદિષ્ટ ભોજન કે માંસ, મધ, આદિ માદક પદાર્થોને સંપૂર્ણ ત્યાગ કરવો, અને ક્રોધ, લોભ, મેહ, ભય, શેક વગેરેને પેસવા જ ન દેવા. તેણે હંમેશાં પ્રાતઃકાળમાં વહેલા ઉઠી શરીર અને મન સ્વસ્થ કરી ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. તેમજ આખા દિવસનાં કાર્યો સારી રીતે કરી સાયંકાળે સૂતી વખતે પણ ઈશ્વરચિન્તન કરતાં ઉંઘી જવું જોઈએ.

પ્રત્યેક વિદ્યાર્થીનું જીવન હંમેશાં સંયમી ને સહનશીલ રહેવું. જોઈએ. પરકલ્યાણનાં કામમાં હમેશાં તેણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિદ્યાર્થીઓએ વડીલે તરફ સન્માનની દૃષ્ટિથી જોવું, તેમને માન આપને ચાલવું, અને તેમની સાથેની વર્તણૂકમાં હમેશાં વિવેકી રહેવું. વૃક્ષોને ફળે આવતાં નીચાં નમે છે, તેમ વિદ્યાર્થીએ વિદ્યા પ્રાપ્ત થતાં વધારે નમ્ર બનવું જોઈએ. પ્રેમભાવ વગરનું જીવન તે જીવતાં મૃત્યુ સમાન છે, માટે દરેક તરફ સમાન પ્રેમભાવથી અને સમાન દૃષ્ટિથી જોવું. વળી સર્વના પિતા એક મહાન પ્રભુ છે, અને આપણે તેને પરિવાર છીએ, એમ જાણુ દરેક સાથે આપણું ભાઈ બેનની માફક માયાળુપણે વર્તવું જોઈએ, અને એકબીજાને મદદ કરવાની ભાવના રહેવી જોઈએ.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: