Holi Nibandh Gujarati Ma : Today, we are providing હોળી મહોત્સવ વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Holi in Gujarati to complete their homework.
હોળી મહોત્સવ વિશે નિબંધ ગુજરાતી Essay on Holi in Gujarati
ફાગણ સુદ પુનમને દિવસે હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે.
હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ રાજા હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો ભક્ત હતો. તેના પિતા ભગવાનના વેરી હતા. તેમને પ્રહલાદ પ્રભુને ભજે એ ન ગમે. હિરણ્યકશિપુની એક બહેન હતી. તેનું નામ હોલિકા હતું. તેને અગ્નિ બાળી ન શકે એવું વરદાન હતું. પ્રહલાદને મારી નાંખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાંઓની ચિતા પર બેઠી. ચિતા સળગાવવામાં આવી ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદ ઊગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો. આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.
પ્રલાદ ઊગરી ગયો તેના આનંદમાં સૌ આનંદ ઉત્સવ ઊજવે છે. તેઓ એકબીજા પર ગુલાલ છાંટે છે. પછી તો આ સમગ્ર તહેવાર રંગનો ઉત્સવ બની ગયો.
ગામને પાદરે કે શેરીને નાકે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. સહુ હોળીની પૂજા કરે છે. હોળીના દિવસે લોકો હારડા, ધાણી-ચણા અને ખજૂર ખાય છે.
હોળી પછીના બીજા દિવસને સૌ ધુળેટી તરીકે ઊજવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટે છે. બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને રંગે છે. કલાકો સુધી લોકો રંગની છોળોમાં રગદોળાય છે.
હોળીનો તહેવાર બાળકોને અતિ પ્રિય છે.
0 comments: