Monday, 14 October 2019

નવલકથાનું સ્વરૂપ અને તેની જીવન ઉપર થતી અસર - Navalkatha Nu Swarup in Gujarati

Navalkatha Nu Swarup in Gujarati : In this Article, we are providing "નવલકથાનું સ્વરૂપ અને તેની જીવન ઉપર થતી અસર ગુજરાતી નિબંધ" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Navalkatha Nu Swarup in Gujarati Nibandh to complete their homework.

નવલકથાનું સ્વરૂપ અને તેની જીવન ઉપર થતી અસર - Navalkatha Nu Swarup in Gujarati

  1. સાહિત્ય એટલે શું? શું નવલકથાએ એ સાહિત્ય છે? 
  2. નવલકથાની રચનામાં ખુબીઓ કયાં રહેલી છે? સમાલોચના. 
  3. કઈ અને કેવી નવલકથાઓ સારી ગણાય? 
  4. દરેક નવલકથાકારે કઈ બાબતે લક્ષમાં રાખવી જોઈએ ? 
  5. ઉચ્ચ નવલકથા માનવજીવનને કઇ રીતે ઉત્કર્ષ કરે? સારાંશ.
દુનીઆમાં સૌને સારા થવું ગમે છે. સને મેટાઈ મેળવવાની ઈચ્છા હોય છે. એ પ્રબળ ઈચ્છાશક્તિ પ્રત્યેક મનુષ્યમાં જન્મથીજ સુકાએલી છે. એ પ્રબળ ઈચ્છાશક્તિને પ્રભાવે માણસ જ્યાં સારું જુએ, ત્યાં હમેશ તેની રસવૃત્તિ રહે છે. આવી રસવૃત્તિને પોષક આદર્શજીવનનું જેમાં નિરૂપણ હોય, જીવનની ઘટનાઓનું જેમાં ઉમદા વિવરણ, મંથન, કે અવલોકન હોય તે સાહિત્ય કહેવાય. સાહિત્ય એ જિદગીના અનુભવોનું એક પ્રદર્શન છે.

નવલકથા એ સાહિત્યનું એક અંગ છે. નવલકથા એટલે લેખકે કલ્પના વડે નવીન ઉપજાવેલી વાર્તા યા કથા. નવલકથાના પ્રસંગો ચા બનાવે લેખકે અનુભવેલા હોય છે, વિચારેલા હોય છે, કે બનવા પામતા હોય છે. આવા બનાવને લેખક વાતની સાંકળથી કલ્પના વડે ગુંથે છે. ને નવલકથારૂપે પ્રજા સમક્ષ રજુ કરે છે. લેખકે માનેલી આદર્શ ઘટનાઓને જ તેમાં પ્રકાશ કરેલો હોય છે. નવલકથાકાર એ જીવનનો વિવેચક છે, તેના પોતાના જીવનલક્ષ્યના પ્રતિબિંબરૂપે નવલકથા હેય છે.

કાઈપણ નવલકથામાં સામાન્ય રીતે સામાજિક, ધાર્મિક કે રાજકીય–ગમે તે કઈ મહત્ત્વના પ્રસંગે યા બનાવોનું રસભર્યું, સ્થળ ને સમયને અનુસરતું, તેમજ સારી અનુકૂળ શિલીમાં વિવરણ કરેલું હોય છે. અને તે બનાવને અનુસરતાં પાત્ર કલ્પેલાં હોય છે. પરંતુ આ પ્રમાણે વાર્તાને બનાની સાંકળ વડે ગુંથવામાં ને વર્ણન કરવામાં જે શૈલી વપરાય છે તેમાં તફાવત રહે છે. કેટલાક લેખકે બનાવો, પ્રસંગે, પાત્ર, સ્થળ અને સમયનું સીધી રીતે જ વર્ણન કરી વાચકને તેનાથી જાણકાર બનાવે છે, ત્યારે કેટલાક લેખકે એવી કળામય રચના કરે છે, કે પાત્રોના સંવાદમાંજ કે વાર્તાની ગુંથણીમાં જ તે બનાવો, પાત્ર, સ્થળ, સમય, વગેરેની વાચકને જાણ થઈ જાય છે.

આ બીજા પ્રકારની કૃતિ ઉત્તમ અને કળામય છે. પહેલા પ્રકારની કૃતિમાં લાંબાં વર્ણને હોવાને લીધે વાચકને કંટાળો આવે છે, અને વાંચવા તરફ અરુચિ ઉત્પન્ન થાય છે. બીજા પ્રકારની કૃતિ વાચકને વધારે પસંદ પડે છે, તે તેને રસપૂર્વક વાંચે છે, અને આદિથી અંત સુધી તેનામાં એકસરખે ઉત્સાહ અને રસવૃત્તિ જાગ્રત રહે છે. આવી નવલકથાઓ જીવનપર ઉચ્ચ સંસ્કાર પાડે છે.

કેટલીક નવલકથાની ભૂમિકા નજદીકની ને પરિચિત હોય છે, ત્યારે કેટલીક નવલકથા અપરિચિત, કલ્પનાસૃષ્ટિમાં જ ઉત્પન્ન થએલી, અને અદ્ભુત તત્ત્વવાળી હોય છે. પરિચિત ભૂમિકામાં પાને આદર્શ અને ગૌરવ નવલકથાકારે ભૂલી જવાં ન જોઈએ. અને અભુત તત્ત્વવાળી ભૂમિકામાં સત્યઅંશ જાળવવો જોઈએ, અર્થાત મર્યાદા સાચવવી જોઈએ. વળી વાર્તાના બનાવની ગુંથણું કરતાં નૈતિક તત્ત્વને વિસારે મૂકવું ન જોઈએ. નીતિથી તે સમાજનું પોષણ છે. કળાના રસમાં નીતિની અવગણના થાય નહિ.

જે નવલકથા દુનીઆની ઉપાધિઓને ભાર હલકે કરે, માનવ જીવનને નવીન ચેતન અપે, અને નિર્દોષ આનંદ આપે, તેજ નવલકથા સારી ગણાય. જે ધર્મ અને નીતિના ઉત્તમ સંસ્કાર પાડે, શાશ્વત સુખના માર્ગ મોકળા કરે, અને જીવનનાં ગૂઢ તને ઉકેલ કરે, તે નવલકથા સારી ગણાય. જે દુનીઆમાં બનવા પામતા બનાવો રજુ કરી, ભવિષ્યના જીવન સરળ બનાવે; માનવ દિલોનું મંથન કરી, આંતર મનાવૃત્તિઓ બતાવે; અને જિંદગીનાં ઊંડાં તને પ્રકાશ કરી જીવનને અજવાળે તેજ સારી નવલકથા છે. પ્રજાનાં જીવન અજવાળવા ઉત્તઉત્તમ નવલકથાઓ સાહિત્ય પ્રદેશમાં ઉત્પન્ન થવી જોઈએ, અને અશિષ્ટ નવલકથાઓ ઉપર અંકુશ મુકાવે જોઈએ.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: