Essay on Laziness in Gujarati Language : In this article " આળસ વિશે નિબંધ ગુજરાતી ", " આળસ માણસનો દુશ્મન નિબંધ ગુજરાતી "...
Essay on Laziness in Gujarati Language: In this article "આળસ વિશે નિબંધ ગુજરાતી", "આળસ માણસનો દુશ્મન નિબંધ ગુજરાતી"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Laziness", "આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ" for Students
કર્મ જ શ્રેષ્ઠ છે: વિનોબા ભાવેએ કર્મની મહત્તા પર પ્રકાશ નાખતા કહ્યું હતું – "કર્મ જ મનુષ્યના જીવનને પવિત્ર અને અહિંસક બનાવે છે." હકીકતમાં જયાં ધ્યેય છે, ત્યાં કર્મ પણ છે. એનાથી કોઈ મુક્ત નથી. સમય એમનો જ સાથ આપે છે, જે કર્મશીલ રહે છે અને જે ભાગ્યના ભરોસે નથી બેસતા. ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે કર્મ-પથ પર ચાલવાવાળાઓએ જ ઇતિહાસનું નિર્માણ કર્યું છે. અનેક મહાપુરુષ કર્મ-બળથી જ પ્રગતિની ઊંચાઈઓ પર પહોંચ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ, શિવાજી, મહારાણા પ્રતાપ, સુભાષચંદ્ર બોસ, લાલબહાદુર શાસ્ત્રી, સ્વામી વિવેકાનંદ વગેરેની સફળતાની પાછળ એમનું સાહસ અને કર્મશૌર્ય જ હતું.
ઉદ્યમ અને પરિશ્રમ જરૂરી છે: ઉદ્યમ જ સફળતાની ચાવી છે. પરિશ્રમ જ આપણો દેવતા છે. પરિશ્રમ કર્યા વગર થાળીમાં રહેલી રોટલી પણ મુખમાં નથી જતી. એ જ પ્રકારે પરિશ્રમ કર્યા વગર આપણી ઉન્નતિ નથી થઈ શકતી. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જે પોતાના હિસ્સાનું કામ કર્યા વગર જ ભોજન મેળવે છે, તે કમજોર છે. “ભાગ્ય આપશે” આ કાયરોનો નારો છે. શ્રી ભર્તુહરિએ કહ્યું છે- ઉદ્યોગી પુરુષ-સિંહ લક્ષ્મીનું ઉપાર્જન કરે છે, કાયર મનુષ્ય ભાગ્યને ભરોસે બેઠો રહે છે.
આળસું ના બનો:આળસ તે રાજરોગ છે, જેનો રોગી ક્યારેય ઠીક નથી થતો. આળસમાં દરિદ્રતાના બધા ગુણ ઉપજે છે. આળસી અને કામચોર વ્યક્તિ કાયર હોય છે. તેઓ મહાપુરુષોના વચનોનો સહારો લઈને કર્તવ્ય-કર્મથી બચવાના ઉપાય શોધ્યા કરે છે. આવા વ્યક્તિ બહુધા સંત લૂકદાસનો આ દોહો દોહરાવ્યા કરે છે –
અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ,
દાસ મલુકા કહે ગયે, સબકે દાતા રામ
ભાગ્યના ભરોસે ના બેસો: ભાગ્યવાદી લોકો બહુધા કહે છે કે, સફળતા મળવી હશે, તો મળી જશે. આવા વ્યક્તિની અપેક્ષાએ કર્મશીલ વ્યક્તિ શ્રેષ્ઠ છે. કર્મ કર્યા ઉપરાંત જો સફળતા નથી મળતી, તો તે વ્યક્તિ એ વિચારીને પસ્તાવો નથી કરતો કે, એણે કર્મ નથી કર્યું. તુલસીદાસ કહે છે –
સકલ પદારથ હૈ જગ માહીં કરમહીન નર પાવત નાહીં.
ઉપસંહાર: તેથી આપણે પોતાની આળસનો ત્યાગ કરીને કર્મમાં લાગી જવું જોઈએ. ભાગ્યના ભરોસે બેસીને આપણે પ્રગતિ નથી કરી શકતા. આળસુ વ્યક્તિ જ ભાગ્યને પોકારે છે. કર્મયોગી વ્યક્તિ તો પોતાના કર્મના માધ્યમથી જ ભાગ્યને પણ બદલી નાખે છે.
COMMENTS