Essay on Importance of Library in Gujarati Language : In this article " પુસ્તકાલયનું મહત્વ વિશે નિબંધ ", " Pustakalay nu Maha...
Essay on Importance of Library in Gujarati Language: In this article "પુસ્તકાલયનું મહત્વ વિશે નિબંધ", "Pustakalay nu Mahatva Essay in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Importance of Library", "પુસ્તકાલયનું મહત્વ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: પુસ્તકાલય શબ્દનો અર્થ છે “પુસ્તકોનું ઘર' પુસ્તકાલય પ્રકાશ ભવનની સમાન છે. એમાં પ્રવેશ કરીને માનવનું સંપૂર્ણ અજ્ઞાન સમાપ્ત થઈ જાય છે.
પુસ્તકાલયના ભેદઃ પુસ્તકાલય કેટલાય પ્રકારના હોય છે. કેટલાંક લોકો પોતાના ઘરોમાં શ્રેષ્ઠ પુસ્તકોનું સંકલન કરી લે છે. એને ઘરેલૂકે વ્યક્તિગત પુસ્તકાલય કહી શકે છે. નગરો અને ગામોમાં જનતાના હિત માટે સંસ્થાગત પુસ્તકાલય, ચલ પુસ્તકાલય, વિદ્યાલયોના પુસ્તકાલ, રાજકીય પુસ્તકાલય અને સાર્વજનિક પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવે છે. ત્યાં વિદ્યાર્થીવિદ્યાર્થિનીઓ, શિક્ષક, સાધારણ વ્યક્તિ સારી-સારી પુસ્તકો વાંચીને લાભ - ઉઠાવે છે. નિર્ધન વિદ્યાર્થીઓને પાઠ્યક્રમ-સંબંધી પુસ્તકોની સુવિધા આ પુસ્તકાલયોથી પ્રાપ્ત થાય છે.
પુસ્તકાલયોથી લાભઃ પુસ્તકાલય જ્ઞાનના પવિત્ર મંદિર છે. તે રાષ્ટ્રની અમૂલ્ય ધરોહર છે. પુસ્તકાલયથી વ્યક્તિ તથા સમાજને અનેક લાભ થાય છે. અહીંયા જ્ઞાન-વિજ્ઞાનની અનેક પુસ્તકો વાંચવા મળે છે. પુસ્તકાલયમાં બેસીને સારી-સારી પુસ્તકો વાંચીને આપણે પોતાના સમયનો સદુપયોગ કરી શકીએ છીએ. પુસ્તકોમાં અનેક મહાપુરુષોના જીવનચરિત્રો અને એમના વિચાર વાંચવા મળે છે. એમાંથી આપણને એમના સમાન બનવાની પ્રેરણા મળે છે.
પુસ્તકાલયથી મનોરંજન પણ થાય છે. એમાં અનેક પ્રકારની પત્ર-પત્રિકાઓ આવે છે. નાટક, વાર્તાઓ અને નવલકથાઓ વગેરેની પુસ્તકો પણ હોય છે. એમને વાંચીને આપણું મનોરંજન થાય છે તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
ઉપસંહાર: આપણા દેશમાં પુસ્તકાલયોની પર્યાપ્ત કમી છે. જે પુસ્તકાલય સ્થાપિત છે, એમની દશા પણ વિચારનીય છે. જો કે, આપણી સરકાર આ તરફ ધ્યાન આપી રહી છે, છતાં પણ વધારે સુધારની જરૂર છે.
COMMENTS