Essay on Postman in Gujarati Language : In this article " ટપાલી વિશે નિબંધ ગુજરાતી ", " Tapali vishe Nibandh Gujarati ma &quo...
Essay on Postman in Gujarati Language: In this article "ટપાલી વિશે નિબંધ ગુજરાતી", "Tapali vishe Nibandh Gujarati ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Postman", "ટપાલી વિશે નિબંધ ગુજરાતી" for Students
પ્રસ્તાવના: એક સ્થાનથી બીજા સ્થાન સુધી પત્રો વગેરેને પહોંચાડવાવાળા વિભાગને ટપાલ-વિભાગના નામથી ઓળખવામાં આવે છે. આ ટપાલવિભાગમાં એક નાનો કર્મચારી હોય છે - ટપાલી. પરંતુ આ નાનો કર્મચારી ટપાલ-વિભાગનો એક મહત્ત્વપૂર્ણ કર્મચારી હોય છે. હકીકતમાં એની સ્થિતિ પાયાના પથ્થરની જેમ હોય છે. તે પ્રસન્નતા અને અપ્રસન્નતાની બધી સૂચનાઓ આપણી પાસે પહોંચાડે છે.
પરિચય તેમજ વેશભૂષા: ટપાલી સરકારી કર્મચારી હોય છે. પોતાની વેશભૂષા દ્વારા તે દૂરથી જ ઓળખી લેવામાં આવે છે. એને વર્દી ટપાલ-વિભાગ તરફથી મળે છે. ટપાલી ખાખી રંગની પેન્ટ અને ખાખી રંગની કમીજ પહેરે છે. એના ખભા પર ચામડાની બેગ લટકેલી રહે છે, જેમાં તે પત્ર, પાર્સલ અને અન્ય ટપાલ-સામગ્રી રાખે છે. કેટલાંક પત્રો તેમજ પરબીડિયાઓનું બંડલ એના હાથમાં પણ રહે છે. બધા લોકો એના આવવાની પ્રતીક્ષા કરે છે. ટપાલી આપણા મિત્રો તથા સંબંધીઓની વચ્ચે આપણો સંબંધ સ્થાપિત કરે છે.
કાર્ય: ટપાલીનું કાર્ય કઠિન તેમજ મહેનતથી ભરેલું હોય છે. એનું મુખ્ય કાર્ય ટપાલ વહેંચવાનું છે. ટપાલના અંતર્ગત પત્ર, પરબીડિયાં, પાર્સલ, મનીઓર્ડર વગેરે બધું જ આવે છે. સૌથી પહેલાં તે પોસ્ટ ઑફિસમાં બેસીને પોતાના ક્ષેત્રની સમસ્ત ટપાલને ક્રમથી લગાવી લે છે. પછી તે પગપાળા કે સાઇકલથી ચાલીને ટપાલ વહેંચે છે. મનીઑર્ડર દ્વારા તે સંબંધિત વ્યક્તિને રૂપિયા આપે છે અને પાર્સલ દ્વારા વસ્તુઓ પહોંચાડે છે.
લોકપ્રિયતા તેમજ દશા: ટપાલી અત્યંત કર્તવ્યનિષ્ઠ કર્મચારી હોય છે. ગરમી, ઠંડી તેમજ વર્ષા ઋતુમાં પણ એનું કાર્ય નિરંતર ચાલે છે. એની સહેજ પણ અસાવધાની બીજાઓ માટે ખૂબ વિપત્તિનું કારણ બની શકે છે. આ વાતને તે સારી રીતે જાણે છે. આથી તે પોતાના કાર્ય પ્રતિ હંમેશાં સજાગ રહે છે. પ્રત્યેક વ્યક્તિને પ્રતિદિવસ ટપાલીની પ્રતીક્ષા રહે છે. કોઈનો શુભ સંદેશ, તો કોઈના દુઃખદ સમાચાર તે પહોંચાડે છે. તે અત્યંત પરિશ્રમી તેમજ સત્યનિષ્ઠ વ્યક્તિ તથા પ્રામાણિક કર્મચારી હોય છે. ટપાલી સમાજનો સાચો સેવક હોય છે. જો કે, એનું કામ અત્યંત કઠિન તેમજ પરિશ્રમનું હોય છે, તો પણ એનો પગાર હંમેશાં ખૂબ ઓછો હોય છે. આ કારણે એની આર્થિક સ્થિતિ હંમેશાં દયનીય બની રહે છે. એના જીવન-સ્તરને ઊંચું ઉઠાવવા માટે એને પર્યાપ્ત સુવિધાઓ પ્રદાન કરવામાં આવવી જોઈએ.
ઉપસંહાર: સમાજનો સાચો સેવક હોવાને કારણે ટપાલીથી આપણે મધુર વ્યવહાર કરવો જોઈએ. ટપાલીની પ્રામાણિકતાથી ભરેલું પરિશ્રમી જીવન આપણા માટે આદર્શ તેમજ અનુકરણીય છે. હકીકતમાં ટપાલી એક લગનશીલ, કર્મઠ, પ્રામાણિક અને પરિશ્રમી સાચો સમાજસેવક છે.
COMMENTS