Essay on Strike in Gujarati Language : In this article " હડતાલ વિશે ગુજરાતી નિબંધ ", " હવે ન ખપે હડતાલ નિબંધ ગુજરાતી ", ...
Essay on Strike in Gujarati Language: In this article "હડતાલ વિશે ગુજરાતી નિબંધ", "હવે ન ખપે હડતાલ નિબંધ ગુજરાતી", "Hartal vishe Gujarati Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Strike", "હડતાલ વિશે નિબંધ" for Students
અંગ્રેજી ભાષામાં હડતાલનો અર્થ વ્યક્ત કરવા “Strike' શબ્દ પ્રયોજાય છે. અંગ્રેજીનો આ શબ્દ હડતાલ ઉપરાંત અન્ય અર્થો પણ ધરાવે છે. એમાંનો એક અર્થ “ખટકવું પણ થાય છે. સમાજના એક અંગને કશુંક ખટકે છે, અવરોધે છે, વાગે છે, ત્યારે એના પ્રતિકારની સામૂહિક ક્રિયા જન્મે છે, જેને આપણે “Strike' અથવા હડતાલ કહીએ છીએ. પોતાને થયેલા અન્યાયનો વિરોધ કરવા અથવા પોતાની માગણીઓનું સમર્થન કરવા, બીજાઓનું ધ્યાન ખેંચવા પ્રજાનો એક વર્ગ હડતાલ પાડે છે. એનાથી સમાજનું રોજિંદું જીવન ખોટકાય છે, લોકોને મુશ્કેલીઓ પડતાં એમનું ધ્યાન ખેંચાય છે. હડતાલથી સંચાલકો કે અધિકારી વર્ગ પ્રજાના પ્રશ્નો ઉકેલવા તૈયાર થતાં હડતાળ સંકેલાય છે. હડતાલની મૂળભૂત ભૂમિકા જોઈએ તો હડતાલ પાડવી ખોટી નથી, એ ગુનો પણ બનતો નથી.
આમ છતાં હડતાલનો જે હેતુ માટે તથા જે રીતે ઉપયોગ થાય છે તેનાથી હવે આપણા દેશની પ્રજા થાકી ગઈ છે. સમાજના લગભગ દરેક ક્ષેત્રના લોકો હડતાલ પાડવા લાગ્યા છે. રિક્ષા-બસની હડતાલ, શાળા-કૉલેજોની હડતાલ, ડિૉક્ટરોની હડતાલ - એમ અનેક પ્રકારની હડતાલનો આપણને હવે પૂરો અનુભવ થઈ ગયો છે. પહેલાં હડતાલ પાડવા પાછળ રહેલાં શુદ્ધ હેતુ અને સાધનો હતાં તે હવે દૂષિત થયાં છે. કારખાનાં કે ઑફિસોમાં હડતાલ પાડવા પાછળ ન્યાયી માંગણી કરતાં કામ ન કરવાની ચોરવૃત્તિ જ વધારે ડોકિયું કરતી જણાય છે. આપણા દેશની આળસુ પ્રજાને હડતાલનાં કારણ શોધવા જવું પડતું નથી. વળી એક વર્ગના લોકો હડતાલ પાડે તો એને સાથ આપવા અન્ય વર્ગના લોકો જાણે ટાંપીને જ બેઠા હોય છે. એટલે એકના સમર્થનમાં અન્ય અનેક વર્ગના લોકો સાથ આપવા હડતાલ જાહેર કરીને નિરાંત અનુભવે છે. આમ, આળસુની જમાત જેવી હિંદની પ્રજાને હવે હડતાલ એક “ચેઇન્જ' થઈ પડી હોય એવું લાગે છે.
આજ સુધી હડતાલ શાંત આંદોલન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. પરંતુ છેલ્લા દાયકાથી હડતાલને હિંસક આંદોલનની જનેતા બનાવી દેવાઈ છે. હડતાલ કે બંધનું એલાન અપાય ત્યારે પ્રજાએ સ્વેચ્છા-કરફયુ સ્વીકાર્યો હોય તેમ ભરચક લત્તા, બજાર કે રસ્તા સૂમસામ થઈ જાય છે. એ પછીનો દોર અસામાજિક તત્ત્વો સંભાળી લે છે. બંધ દુકાનો-બૅન્કો તોડવી, લૂંટ કરવી, આગ લગાડવી, પથ્થરમારો કરી તોફાનો ભડકાવવાં – આ બધી હડતાલના કારણે ફાલતી હિંસક ઘટનાઓ છે. લૂંટફાટ કે તોફાનના આરંભ માટે અપાતું હડતાલનું એલાન નિરર્થક છે. તોફાની તત્ત્વો અને યુનિયન કે સંઘના બની બેઠેલા ઠેકેદાર જેવા માથાભારે માણસો પોતાના સ્વાર્થી હેતુઓ સિદ્ધ કરીને આતંક ફેલાવવા હડતાલનો હાથો બનાવે છે.
શરૂઆતમાં પ્રજા હડતાલ સહન કરતી રહી તેમાંથી બંધ અને હિંસક આંદોલનો ફાટી નીકળ્યાં. ચારેબાજુથી પ્રજા પરેશાની ભોગવવા લાગી. હડતાલના શસની સૌથી નબળી બાજુ એ છે કે જે લોકો હડતાલ પાડે છે અને જેની સામે હડતાલ પડે છે એ બંનેને હડતાલની સીધી અસર સાવ ઓછી થાય છે. એને બદલે વચ્ચેના કે ત્રાહિત એવા ત્રીજા સમૂહને હડતાલની સીધી અસરથી વધુ સહન કરવું પડે છે. જેમ કે બસના ડ્રાઇવરો સરકાર સામે પગાર વધારા માટે હડતાલ પાડે છે, તેમાં નિર્દોષ યાત્રીઓને સહન કરવું પડે છે. એ જ રીતે શિક્ષકોની હડતાલથી વિદ્યાર્થીઓ, ડૉક્ટરોની હડતાલથી દર્દીઓ એમ ત્રીજો જ વર્ગ દંડાય છે. વારંવાર બંધના એલાનથી ત્રાહિમામ પોકારતી પ્રજા હવે કહે છે : બંધ.... બંધ.... બંધ કરો હડતાલો ! હવે ન જોઈએ હડતાલો.
COMMENTS