Essay on Subhash Chandra Bose in Gujarati : In this article " ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ ગુજરાતી નિબંધ ", " સુભાષચંદ્ર બોઝ નો...
Essay on Subhash Chandra Bose in Gujarati: In this article "ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ ગુજરાતી નિબંધ", "સુભાષચંદ્ર બોઝ નો નિબંધ", "Subhash Chandra Bose Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Subhash Chandra Bose", "સુભાષચંદ્ર બોઝ નિબંધ" for Students
પ્રસ્તાવના: ભારતની આઝાદી માટે અનેક વીર સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું. સુભાષચંદ્ર બોસ પણ મહાન નેતા અને દેશ-ભક્ત પુરુષ હતા. એમણે પોતાનું જીવન દેશ માટે બલિદાન કરી દીધું હતું.
જીવન-પરિચયઃ સુભાષચંદ્ર બોસનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ ઈ.માં કટકમાં થયો. બોસના પિતાનું નામ જાનકીદાસ બોસ તથા માતાજીનું નામ પ્રભાવતી હતું. એમના પિતા એ સમયે કટકના પ્રસિદ્ધ વકીલ હતા. બ્રિટિશ સરકારે એમને રાયબહાદુરની ઉપાધિ (ડિગ્રી)થી વિભૂષિત કર્યા હતા. સુભાષ બાળપણથી જ તેજ બુદ્ધિના હતા. પ્રથમ શ્રેણીમાં બી.એ. કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી આઈ.સી.એસ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને સન્ ૧૯૨૦માં સ્વદેશ પાછા ફર્યા.
રાજનીતિમાં પ્રવેશ: મહાત્મા ગાંધીનું અસહયોગ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યું હતું. લોકો બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલી ઉપાધિઓનો ત્યાગ કરી રહ્યા હતા. એવા સમયમાં બોસ ચુપચાપ સરકારી નોકરી ના કરી શક્યા. એમણે સરકારી નોકરીનો ત્યાગ કર્યો. એમણે દેશના સ્વતંત્રતાસંગ્રામમાં ભાગ લેવો યોગ્ય સમક્યું. એ સમયે બંગાળની રાજનીતિમાં દેશબંધુ ચિતરંજનદાસ સર્વોચ્ચ સ્થાન પર હતા. સુભાષ બોસે એમનાથી મુલાકાત કરી અને એમને પોતાના ગુરુ બનાવ્યા. ધીમે-ધીમે સુભાષ બંગાળના રાજનીતિક ક્ષેત્રમાં ઉન્નતિ કરતા ગયા. તેઓ લોકપ્રિય કાર્યકર્તા અને નેતા તરીકે માનવામાં આવવા લાગ્યા. એમને અનેક વાર જેલ-યાત્રા કરવી પડી. ધીમે-ધીમે તેઓ દેશના શીર્ષનેતાઓની પંક્તિમાં આવી ઊભા થયા.
સુભાષ બોસ બે વાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ થયા. તેઓ યથાશક્તિ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરતા હતા. ભારતથી અચાનક બહાર જઈને તેઓ બીજા મહાયુદ્ધના સમયે બર્મા પહોંચ્યા. ત્યાં એમણે ભારતીય સૈનિકોને એક્કા કરીને “આઝાદ હિન્દ ફૌજનું ગઠન કર્યું. એનો ઉદ્દેશ્ય ભારતને સ્વતંત્ર કરાવવાનો હતો.
ઉપસંહારઃ ૧૮ ઓગષ્ટ, ઈ.સ. ૧૯૪૫માં જાપાન જતાં ફારમોસામાં એક વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્રનું મૃત્યુ થઈ ગયું. વીર ક્રાંતિકારી સુભાષચંદ્ર બોસની દેશભક્તિથી આપણે પ્રેરણા લેવી જોઈએ.
COMMENTS