Essay on Indira Gandhi in Gujarati : In this article " મારી પ્રિય નેતા ઇન્દિરા ગાંધી નિબંધ ", " ઇન્દિરા ગાંધી વિશે ગુજરાતી નિ...
Essay on Indira Gandhi in Gujarati: In this article "મારી પ્રિય નેતા ઇન્દિરા ગાંધી નિબંધ", "ઇન્દિરા ગાંધી વિશે ગુજરાતી નિબંધ", "Indira Gandhi Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Indira Gandhi", "ઇન્દિરા ગાંધી ગુજરાતી નિબંધ" for Students
જીવન પરિચય: શ્રીમતી ગાંધી ભારતની જ નહીં, વિશ્વની લોકપ્રિય મહિલા નેતા હતી. સંપૂર્ણ વિશ્વ એમની પ્રતિભા તેમજ એમના ગુણોનું પ્રશંસક રહ્યું છે. એમનો જન્મ ૧૯ નવેમ્બર, સન્ ૧૯૧૭એ ઇલાહાબાદના આનંદ ભવનમાં થયો. એમના પિતા પંડિત જવાહરલાલ નેહરૂ દેશના પ્રસિદ્ધ નેતા હતા. ઇન્દિરાજીને બાલ્યકાળથી જ રાષ્ટ્રીય વાતાવરણ મળ્યું.
એમના બાળપણનું નામ ઇન્દિરા પ્રિયદર્શની હતું. તેર વર્ષની આયુમાં એમણે બાળકોની વાનરસેનાનું ગઠન કર્યું. એમની વાનરસેના સ્વતંત્રતા સેનાનીઓને સૂચનાઓ પહોંચાડવાનું કાર્ય કરતી હતી. '
શ્રીમતી ગાંધીએ ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી. ઇતિહાસ એમનો પ્રિય વિષય હતો. સન્ ૧૯૪૪માં ફિરોજ ગાંધીથી એમના લગ્ન થયા. એમના બે પુત્ર રાજીવ ગાંધી તેમજ સંજય ગાંધી થયા. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી તેઓ નેહરૂજીની સાથે જ રહેતી હતી. તેઓ એમના કાર્યોમાં પૂરો સહયોગ કરતી હતી. આ પ્રકારે બાળપણથી જ એમણે રાજનીતિને સમજવાનો પ્રયાસ કર્યો.
સન્ ૧૯૯૫માં એમને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. ૧૯ જાન્યુઆરી, ૧૯૬૬એ તેઓ દેશની પ્રધાનમંત્રી બની.
પ્રધાનમંત્રીના રૂપમાં: પ્રધાનમંત્રી બન્યા પછી શ્રીમતી ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. સમાજમાં સમાનતાનો નિયમ લાગૂ કર્યો. અમીર-ગરીબની ખીણને સમાપ્ત કરવાના પ્રયત્ન કર્યા. એમણે બાંગ્લાદેશને પાકિસ્તાનની બર્બર શાસન-નીતિથી છુટકારો અપાવ્યો. એનાથી વિશ્વસ્તર પર ભારતને ગૌરવ મળ્યું. એમણે સન્ ૧૯૭૫માં દેશમાં કટોકટી ઘોષિત કરી દીધી. એનો દુરુપયોગ થવાને કારણે સન્ ૧૯૭૭ની ચૂંટણીમાં તેઓ ચૂંટણી હારી ગઈ. પરંતુ અઢી વર્ષ પછી પુનઃ ચૂંટણી થઈ. ચૂંટણીમાં શ્રીમતી ગાંધીની જીત થઈ. તેઓ ફરીથી દેશની પ્રધાનમંત્રી બની. ૧૨ જાન્યુઆરી, ૧૯૮૨માં એમણે દેશમાં વીસસૂત્રી કાર્યક્રમ લાગૂ કર્યા. સન્ ૧૯૮૩માં દેશમાં એમણે એશિયાઈ ખેલ આયોજિત કરાવ્યા. ૧૯૮૩માં નિન્ટ દેશોનું સંમેલન બોલાવ્યું. શ્રીમતી ગાંધી દ્વારા આયોજિત આ કાર્યક્રમોથી વિશ્વસ્તર પર દેશની પ્રતિષ્ઠા વધી.
૩૧ ઑક્ટોબર, સન્ ૧૯૮૪એ એમના અંગરક્ષકોએ જ એમને ગોળીઓથી છલ્લી કરી દીધા. દેશે પોતાના એક મહાન નેતાને ગુમાવી દીધો.
ઉપસંહારઃ શ્રીમતી ગાંધી આપણા દેશની મહાન વિભૂતિ હતી. તેઓ વિશ્વસ્તરની મહિલા નેતા હતી. હકીકતમાં શ્રીમતી ગાંધીના અનુપમ બલિદાન, રાષ્ટ્રભક્તિ, જવાબદારીપૂર્ણ આચરણ, શાસનપટુતા, નેતૃત્વ તેમજ લોકપ્રિયતા વગેરેને ભારત જ નહીં, સંપૂર્ણ વિશ્વ નતમસ્તક થઈને સ્વીકાર કરે છે.
COMMENTS