Essay on My Favourite Leader in Gujarati : In this article " મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી ગુજરાતી નિબંધ ", " Essay on Narend...
Essay on My Favourite Leader in Gujarati: In this article "મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી ગુજરાતી નિબંધ", "Essay on Narendra Modi in Gujarati", "નરેન્દ્ર મોદી વિશે નિબંધ"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My Favourite Leader", "મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી નિબંધ" for Students
પ્રસ્તાવના: વર્તમાનમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર ગુજરાત કે ભારતના જ નહીં, તેઓ વિશ્વપ્રસિદ્ધ નેતા છે. નાનપણથી જ તેઓએ પોતાના જીવનને ભારતમાતાને સમર્પિત કરી દીધું હતું. અનેક સંઘર્ષો પછી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આજે તેઓ ગુજરાતથી આગળ વધીને સમગ્ર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. માત્ર ભારત જ નહીં, બલ્ક સંપૂર્ણ વિશ્વ એમના ગુણો તેમજ તેમની પ્રતિભાનું પ્રશંસક છે.
જીવન-પરિચય: નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦એ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં થયો. વડનગર સ્ટેશન પર પિતાજીના ચા”ના સ્ટૉલ પર કામ કર્યું. સ્ટેશનથી પસાર થવાવાળા સેનાના જવાનોને જળપાન કરાવતા. ત્યારથી જ એમનામાં દેશભક્તિની ભાવના જાગ્રત થઈ. ત્યારબાદ અમદાવાદના એસટી બસ અડ્ડા પર કાકાની ચાની કેન્ટીન પર કામ સંભાળ્યું અને અહીં જ તેઓ આરએસએસના પ્રચારકોના સંપર્કમાં આવ્યા.તેઓ બે વર્ષ સુધી હિમાલયમાં ભક્તિ કરવા ચાલ્યા ગયા, તો ક્યારેક વિવેકાનંદજીના બેલૂર મઠમાં રોકાયા. ત્યારબાદ તેઓ ગુજરાતની પ્રજાના લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. અનેક સંઘર્ષોને પાર કરીને આજે તેઓ ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે દેશસેવા માટે કાર્યરત છે.
રાજનીતિમાં પ્રવેશઃ નરેન્દ્ર મોદીએ અનેક દેશહિતની ચળવળોમાં ભાગ લીધો છે. ૧૯૮૭માં તેઓ ગુજરાત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રભારી બન્યા તેમજ ગુજરાત ભાજપાના મહાસચિવ બન્યા. ત્યારબાદ તેમને ભાજપાના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. સન્ ૨૦૦૧માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના લોકલાડિલા નેતા તરીકે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આજે તેઓ ભારતના પ્રધાનમંત્રી પદની ગરિમાને સુશોભિત કરી રહ્યા છે.
ઉપસંહાર: નરેન્દ્ર મોદીના મનમાં રાષ્ટ્રના વિકાસ અને દેશવાસીઓના જીવન-સ્તરને સુધારવાની પ્રબળ ઇચ્છા છે. પ્રધાનમંત્રી બન્યા પછી તેઓ પોતાના વચનોને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનેક લાભનંતી યોજનાઓ અમલમાં લાવ્યા છે તેમજ ભારત દેશને વિશ્વની સર્વોચ્ચ શક્તિ બનાવવા તરફ આગળ વધારી રહ્યા છે. તેઓ ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવી ચુક્યા છે. આજે સમગ્ર વિશ્વ તેમની પ્રતિભા તેમજ ગુણોની પ્રશંસા કરી રહ્યું છે.
COMMENTS