Essay on Satsangati in Gujarati Language : In this article " સત્સંગતિ વિશે નિબંધ ગુજરાતી " for students of class 5, 6, 7, 8, 9, an...
Essay on Satsangati in Gujarati Language: In this article "સત્સંગતિ વિશે નિબંધ ગુજરાતી" for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Satsangati", "સત્સંગતિ વિશે નિબંધ ગુજરાતી" for Students
સત્સંગતિનો અર્થ: સત્સંગતિ શબ્દ બે શબ્દોથી મળીને બન્યો છે. સત્ અને સંગતિ અર્થાત્ સારી સંગતિ. સારી સંગતિનો અર્થ છે, સજ્જનોની સાથે નિવાસ.
લાભઃ સત્સંગતિના અનેક લાભ છે. સત્સંગતિ મનુષ્યને સન્માર્ગની તરફ લઈ જાય છે. એનાથી દુષ્ટ વ્યક્તિ સજ્જન બની જાય છે. પાપી પુણ્યાત્મા, દુરાચારી સદાચારી થઈ જાય છે. સંતોના પ્રભાવથી આત્માના મલિન ભાવ દૂર થઈ જાય છે તથા મન નિર્મળ થઈ જાય છે.
સજ્જનોનું મન શુદ્ધ હોય છે. એમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. આપણે એવા વ્યક્તિઓના અનુભવોને પ્રાપ્ત કરવા જોઈએ. પુરુષોની સંગતિથી મનુષ્યના દુર્ગુણ દૂર થઈ જાય છે. એમના હૃદયમાં સદ્દગુણોનો વિકાસ થઈ જાય છે. કબીરે કહ્યું છે કે, સજ્જનોની સંગતિથી બીજાઓના દુઃખ દૂર થાય છે અને દુર્જનોની સાથે રહેવાથી દરેક સમયે બુરાઈઓ વધે છે
કબિરા સંગત સાધુ કી હરૈ ઔર કી વ્યાધિ,
સંગત બુરી અસાધુ કી આઠોં પહર ઉપાધિ
સત્સંગતિના પ્રભાવથી મનુષ્યના ચરિત્રનો વિકાસ થાય છે. તે પોતાનું અને સંસારનું પણ કલ્યાણ કરી શકે છે. સત્સંગતિ થોડા જ સમયમાં વ્યક્તિની જીવનદશાને બદલી નાખે છે. આથી વિદ્યાર્થીઓએ સારા ચરિત્રના વિદ્યાર્થીઓની સાથે મિત્રતા કરવી જોઈએ.
કુસંગતિથી હાનિ: કુસંગતિથી પુરુષનો વિનાશ થાય છે. કુસંગતિના પ્રભાવથી યોગ્ય વ્યક્તિ પણ સારા કાર્ય નથી કરી શકગતા. કુસંગતિમાં બંધાયેલા રહેવાને કારણે તેઓ ઇચ્છીને પણ સારા કાર્ય કરવામાં અસમર્થ થઈ જાય છે. જે વિદ્યાર્થી કુસંગતમાં પડી જાય છે, તેઓ અનેક વ્યસન શીખી જાય છે. એ વ્યસનોની ખરાબ અસર પડે છે. એમનું મસ્તિષ્ક સારા-ખરાબનો ભેદ નથી કરી શખતું. આ પ્રકારે તેઓ પતનના માર્ગ પર ચાલી પડે છે.
ઉપસંહાર: હકીકતમાં સત્સંગતિ એ પારસ છે, જે જીવનરૂપી લોખંડને કંચન બનાવી દે છે. માનવ-જીવનની ઉન્નતિ માટે સત્સંગતિ પરમ આવશ્યક છે.
COMMENTS