Essay on Miracles of Science in Gujarati Language : In this article " વિજ્ઞાનના ચમત્કાર વિશે નિબંધ ગુજરાતી ", " Vigyan Chamat...
Essay on Miracles of Science in Gujarati Language: In this article "વિજ્ઞાનના ચમત્કાર વિશે નિબંધ ગુજરાતી", "Vigyan Chamatkar Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Miracles of Science", "વિજ્ઞાનના ચમત્કાર વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: વર્તમાન યુગ વિજ્ઞાનનો યુગ છે. વર્તમાન યુગમાં જે પણ પરિવર્તન આવ્યા છે, તે વિજ્ઞાનને કારણે જ આવ્યા છે. આપણા જીવન પર વિજ્ઞાનનો પ્રભાવ એટલો વધારે પડી રહ્યો છે કે, જો વિજ્ઞાનને આપણાથી છીનવી લેવામાં આવે, તો આપણી સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ જશે.
વિજ્ઞાને આપણા જીવનને વધારે સરળ બનાવી દીધું છે. વિજ્ઞાનના ચમત્કારો એ વ્યક્તિના મનોબળને વધાર્યું છે. તે હવે કશું પણ કરવા તત્પર છે. થોડા સમય પહેલાં વ્યક્તિ દસ-વીસ માઇલની યાત્રા કરવાથી ગભરાતો હતો. પરંતુ આજે તે પૂરી પૃથ્વીનું ચક્કર લગાવવા માટે તૈયાર રહે છે. વિજ્ઞાને આપણા માટે એવા સાધન એકઠા કર્યા છે, જેમનાથી વ્યક્તિ પૂરી પૃથ્વીનું ચક્કર થોડાં જ કલાકોમાં લગાવી શકે છે.
વિજ્ઞાનના વિવિધ આવિષ્કાર: વિજ્ઞાને રેલગાડી, વિમાન, મોટરગાડી વગેરે એવા સાધન એક્કા કરી દીધા છે, જેમનાથી આપણે થોડા સમયમાં જ લાંબી યાત્રા સરળતાની સાથે કરી શકીએ છીએ. યાત્રાના ઝડપી સાધનોને કારણે માનવ આજે મંગળ-ગ્રહ પર પહોંચી શક્યો છે.
વિજ્ઞાને આપણને ટેલીફોન, રેડિયો, બેતારનો તાર વગેરે સાધન આપ્યા છે. એમના દ્વારા આપણે આપણા ઘર પર બેઠાં-બેઠાં બીજા વ્યક્તિથી વાત કરી શકીએ છીએ. એનાથી ધન પણ બચી જાય છે અને સમય પણ. ટેલીવિઝન, રેડિયો વગેરેથી આપણે ઘરમાં બેઠાં-બેઠાં અન્ય દેશો તથા પ્રદેશોની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ જોઈ તેમજ સાંભળી શકીએ છીએ.
વિજ્ઞાન હવે યુદ્ધભૂમિમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. પ્રાચીન કાળમાં યોદ્ધા ઘોડાઓ કે હાથિઓ પર ચઢીને તીર-તલવારોથી યુદ્ધ કરતા હતા. પરંતુ હવે યુદ્ધ વૈજ્ઞાનિક ઢંગથી જ કરવામાં આવે છે. હવે તો સેનાઓને અલગઅલગ પ્રકારના યુદ્ધનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. વિજ્ઞાન દ્વારા આવિષ્કૃત અનેક પ્રકારના બૉમ્બ, બંદૂકો, એટમ બોમ્બ, લડાકૂ વિમાનો તેમજ દૂર-મારક શસ્ત્રોનો પ્રયોગ યુદ્ધ-ક્ષેત્રોમાં કરવામાં આવે છે. હવે તો એવા સાધન બનાવવામાં આવ્યા છે, જેમનાથી પૂરા દેશને મિનિટભરમાં નષ્ટ કરી શકાય છે.
વિજ્ઞાને અનેક પ્રકારની મશીનોનો આવિષ્કાર કરીને આપણા જીવનને અતિ સુખમય બનાવી દીધું છે. આપણે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો પહેરીએ છીએ અને આનંદનો અનુભવ કરીએ છીએ.
ચિકિત્સાના ક્ષેત્રમાં પણ વિજ્ઞાને મહત્ત્વપૂર્ણયોગ આપ્યો છે. વિજ્ઞાને આપણને અનેક પ્રકારની ઉપયોગી ઔષધીઓ પ્રદાન કરી છે, જેમાંથી આપણે દરેક વ્યક્તિના જીવનને બચાવી શકીએ છીએ.
ઉપસંહારઃ વિજ્ઞાન મનુષ્યની અનુપમ શક્તિ છે. એમાં દેવી અને દાનવી બંને શક્તિઓ છુપાયેલી છે. વિજ્ઞાનના દુરુપયોગથી વિનાશ અને સદુપયોગથી વિશ્વનું કલ્યાણ થઈ શકે છે. વિજ્ઞાનના સદુપયોગમાં જ માનવનું કલ્યાણ સમાયેલ છે.
COMMENTS