Essay on Paropkar in Gujarati Language: In this article "પરોપકાર વિશે નિબંધ ગુજરાતી", "Paropkar vishe Nibandh Gujarati ma"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Paropkar", "પરોપકાર વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: સંસારમાં અનેક પ્રવૃત્તિઓના લોકો છે. એમનામાંથી કેટલાંક એવા છે, જે પોતાના હિતની ચિંતા ન કરીને હંમેશાં બીજાઓના કાર્યોમાં લાગ્યા રહે છે. આવા પુરુષ પરોપકારી કહેવામાં આવે છે. બીજાઓ માટે કરવામાં આવવાવાળા કાર્યોને પરોપકાર કહેવામાં આવે છે. પરોપકાર બે શબ્દોથી મળીને બન્યો છે-પર + ઉપકાર. અર્થાત્ બીજાઓનું હિત-સાધન. જે કાર્ય પોતાના હિત, યશ, સન્માનની ભાવનાને છોડીને સર્વથા બીજાઓના હિતની ઇચ્છા માટે કરવામાં આવે છે, તે જ પરોપકારની શ્રેણીમાં આવે છે. હકીકતમાં પરોપકાર મનુષ્યના હૃદયમાં નિવાસ કરવાવાળો એક દૈવીય ગુણ છે. આ ગુણ દયા તથા પ્રેમના વ્યાપક સંયોગથી પેદા થાય છે. તે પુરુષ, જે હંમેશાં જ પોતાના વિશે જ વિચારે છે અને જેમની આંખો પર સ્વાર્થનો પરદો પડેલો રહે છે, તેઓ પરોપકારનો અનુભવ નથી કરી શકતા.
પરોપકાર મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે. જે મનુષ્યમાં પરોપકારની ભાવના નથી, તે મનુષ્ય કહેવાને યોગ્ય નથી. ગુપ્તજીએ લખ્યું છે -
મનુષ્ય એ જ છે, જે મનુષ્ય માટે મરે.
પોતાનું પેટ તો પશુ-પક્ષી પણ ભરે છે. પણ જે બીજાઓનું હિત કરે છે, એ જ મનુષ્ય કહેવાવવાનો અધિકારી છે. પરોપકાર જ એક એવો ગુણ છે, જે મનુષ્યને પશુઓથી અલગ કરે છે.
પરોપકારનું ક્ષેત્ર: પરોપકારનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. વિદ્વાન પુરુષ પોતાની વિદ્યા દ્વારા અશિક્ષિતોને શિક્ષિત કરીને દેશ, જાતિ તથા સમાજનો પરોપકાર કરી શકે છે. જે પુરુષ શરીરથી હૃષ્ટ-પુષ્ટ છે, તે પોતાની શારીરિક શક્તિથી પરોપકાર કરી શકે છે. તે ગરીબ અને શોષિત વ્યક્તિ પર અત્યાચાર કરવાવાળઆઓની વિરુદ્ધ ઊભા થઈ શકે છે. ધની પુરુષ ગરીબોની સહાયતા કરીને પરોપકાર કરી શકે છે. કોઈ દુઃખી મનુષ્યને ધૈર્ય બંધાવવું, તરસ્યાને પાણી પિવડાવવું, અંધને માર્ગ બતાવવો વગેરે એવા કાર્ય છે, જેમની ગણના પરોપકારની શ્રેણીમાં કરવામાં આવે છે.
લાભ: પરોપકારી પોતાના લાભને ધ્યાનમાં રાખીને પરોપકાર નથી કરતો. એનું મન અને હૃદય પવિત્ર તેમજ સાફ હોય છે. એની આત્મા તેજોમય હોય છે. પરોપકારીની ભાવના હંમેશાં કર્તવ્યની તરફ પ્રેરિત કર્યા કરે છે. પરોપકારી વ્યક્તિને એ સન્માન પ્રાપ્ત હોય છે, જે લાખો રૂપિયા ખર્ચ કરીને, મોટા-મોટા પદ મળવા પર પણ પ્રાપ્ત નથી થતું.
પરોપકારી વ્યક્તિનો યશ રાજમહેલોથી લઈને ઝૂંપડીઓ સુધી ફેલાઈ જાય છે. એનું સર્વત્ર સન્માન તેમજ આદર થાય છે. જન-જનમાં એના ગીત ગાવામાં આવે છે.
ઉપસંહાર: આજે સંપૂર્ણ સમાજ દુઃખી છે, કેમ કે સમાજનો મોટાભાગનો વર્ગ પોતાના અંગત સ્વાર્થોથી બંધાયેલો છે. તે કોઈ પણ કાર્યથી પહેલાં એમાં પોતાનો સ્વાર્થ શોધે છે. આજે એક વ્યક્તિ બીજા વ્યક્તિને નષ્ટ કરવા પર તુલ્યો છે. આ બધાનું મૂળ કારણ છે, લોકોમાં પરોપકારની ભાવનાનો અભાવ, જયારે કેસમાજને આજે પરોપકારની ખૂબ મોટી આવશ્યક્તા છે. આપણે પરોપકારની ભાવનાને વધારવી જોઈએ. ગોસ્વામી તુલસીદાસજીએ ઠીક જ કહ્યું છે –
પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ
0 comments: