Essay on Ideal Student in Gujarati Language : In this article " આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ ગુજરાતી ", " Adarsh Vidyarthi Nib...
Essay on Ideal Student in Gujarati Language: In this article "આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ ગુજરાતી", "Adarsh Vidyarthi Nibandh in Gujarati Language"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Ideal Student", "આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: મહાત્મા કબીરદાસે કહ્યું છે. ગુરુ કુંભાર છે અને શિષ્ય કુંભ. અર્થાત્ વિદ્યાર્થી ત્યારે જ હશે, જ્યારે એમના શિક્ષક આદર્શ હશે. અધ્યાપકતો બગીચાના એ માળીની સમાન છે, જેને બાગની પ્રત્યેક કળી-છોડનું સમુચિત ધ્યાન રહે છે. વિદ્યાર્થી એ બાગની ફુલવાડીની સમાન છે, જેની કાટ-છાંટ તેમજ વ્યવસ્થા શિક્ષક રૂપી માળીએ કરવાની છે. જો માળી અકુશળ હશે, તો સારા ફૂલ-ફળ આવવા અશક્ય છે. આથી આદર્શ અધ્યાપક જ બાળકને આદર્શ વિદ્યાર્થી બનાવવામાં સફળ થઈ શકે છે.
મહત્ત્વ: કોઈ રાષ્ટ્રની સંપત્તિ એના આદર્શ વિદ્યાર્થી જ હોય છે. વિદ્યાર્થીઓનું સરિત્ર જ રાષ્ટ્રની સંપત્તિ હોય છે. વિદ્યાર્થી-જીવનમાં જ શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધા પ્રકારના ગુણોનો વિકાસ થાય છે. વિદ્યાર્થી-જીવન મનુષ્ય જીવનનો પાયો છે. જે પ્રકારે સારા મજબૂત પાયાના અભાવમાં કોઈ સારી ઇમારત નથી બની શકતી, એ જ પ્રકારે સારા વિદ્યાર્થીજીવન વગર કોઈ બાળક મહાપુરુષ નથી બની શકતો. આપણા મહાપુરુષ નેહર, ગાંધી, બોસ, વગેરે આદર્શ વિદ્યાર્થી હતા. આથી તેઓ પોતાના જીવનમાં આદર્શ નેતા તેમજ મહાપુરુષ બની શક્યા. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે – “પળ-પળ કરીને વિદ્યાની તથા કણ-કણ કરીને ધનની પ્રાપ્તિ કરો.' આદર્શ-વિદ્યાર્થી જ રાષ્ટ્રનું ભવિષ્ય હોય છે. એ જ રાષ્ટ્રના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
ઉદ્દેશ્ય: આદર્શ વિદ્યાર્થીનો મુખ્ય ઉદેશ્ય પોતાની શિક્ષા પ્રાપ્ત કરવાનો હોય છે. તે સમયનું મૂલ્ય તેમજ મહત્ત્વ ઓળખે છે. તે સિનેમા તેમજ અન્ય પ્રકારના મનોરંજનોમાં જરૂર કરતાં વધારે ધ્યાન નથી આપતો. એની સામે હંમેશાં એનું લક્ષ્ય રહે છે. તે જાણે છે કે, આ પ્રલોભનોથી દૂર રહીને તથા પરિશ્રમપૂર્વક શિક્ષા પ્રાપ્ત કરીને તે પોતાનું ભવિષ્ય નિખારી શકે છે.
આદર્શવિદ્યાર્થી પોતાના માર્ગમાં આવવાવાળી બધી મુશ્કેલીઓ-અડચણોનો સાહસપૂર્વક સામનો કરે છે. કુશળ વિદ્યાર્થી ક્યારેય પણ પોતાના અધ્યયનમાં શિથિલતા નથી બતાવતો. આર્થિક, માનસિક તેમજ શારીરિક કોઈ પણ કષ્ટ એને અધ્યયનથી વિમુખ નથી કરી શકતા. તે કોઈ પણ પરિસ્થિતિમાં સરસ્વતીનો પ્રસાદ પ્રાપ્ત કરી લે છે. તે કોઈ પણ કાર્યને નાનું નથી સમજતો. પરિશ્રમપૂર્વક શિક્ષા પ્રાપ્ત કરવાવાળા જ કઠોર તપ, પરિશ્રમ, ત્યાગ તેમજ સાધનાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. એવા જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાની સીડીઓ ચઢે છે.
ઉપસંહાર: આપણે બધા એક સ્વતંત્રદેશના નિવાસી છીએ. આથી ભારતીય વિદ્યાર્થીએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. એણે આદર્શ વિદ્યાર્થી બનવું જોઈએ. એને રાષ્ટ્રપિતા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરૂ વગેરેના પદ-ચિહ્નો પર ચાલીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ.
COMMENTS