Gujarati Essay on "Importance of Cinema", "સિનેમા વિશે ગુજરાતી નિબંધ" for Students

Admin
0

Essay on Importance of Cinema in Gujarati Language: In this article "ચલચિત્ર વિશે નિબંધ", "સિનેમા વિશે નિબંધ ગુજરાતી", "Chalchitra vishe Gujarati ma Nibandh"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Importance of Cinema", "સિનેમા વિશે ગુજરાતી નિબંધ" for Students

પ્રસ્તાવના: આધુનિક કાળમાં ચલચિત્રનું ખૂબ મહત્ત્વ છે. વર્તમાન ચલચિત્ર વિજ્ઞાનની ખૂબ મોટી દેણ છે. આજે તો તે મનોરંજનનું લોકપ્રિય, સસ્તુ તેમજ સચોટ સાધન બની ગયું છે. દેશનું કોઈ પણ શહેર એવું નથી, જ્યાં સિનેમાઘર ના હોય. શહેરથી ગામ સુધી બધા લોકો એનાથી પરિચિત છે.

ચલચિત્રનો ઇતિહાસ: ચલચિત્રનો ઇતિહાસ લગભગ સવાસો વર્ષ જૂનો છે. એનો આવિષ્કાર અમેરીકી વૈજ્ઞાનિક એડીસને સન્ ૧૮૭૦માં કર્યો હતો. એ સમયે ફક્ત મૂક ચિત્રોનું પ્રચલન હતું. ધીમે-ધીમે બોલતા ચિત્રોનો વિકાસ થયો. વર્તમાનમાં આ દિશામાં એટલો વિકાસ થઈ ગયો કે, બોલતા રંગીન ચિત્ર એવા પ્રતીત થાય છે, માનો બધું જ આપણી સામે જ ઘઠિત થઈ રહ્યું હોય. ચલચિત્ર નિર્માતા કેમેરાની મદદથી અભિનેતાઓના ચિત્ર ખેંચે છે, સાથે જ રીલ પર એની ધ્વનિ પણ અંકિત કરે છે. સિનેમા-હોલમાં પ્રોજેક્ટરની મદદથી આ જ રીલને બતાવવામાં આવે છે. ભારતમાં સિનેમા હવે એક મોટો ઉદ્યોગ બની ગયો છે. એનું મુખ્ય કેન્દ્ર મુંબઈમાં છે. એના સિવાય મદ્રાસ, કલકત્તા, દિલ્લી વગેરેમાં પણ ફિલ્મો બનાવવામાં આવે છે.

લાભ-હાનિ: વર્તમાન સમયમાં સિનેમા મનોરંજનનું સર્વશ્રેષ્ઠ તેમજ સશક્ત સાધન છે. મનુષ્ય ભલે કેટલો જ થાકેલો કેમ ના હોય, સિનેમા જોઈને એનું મન પ્રસન્ન થઈ જાય છે. તે ખુદને હળવો મહેસૂસ કરે છે. એમાં નવી સ્કૂર્તિ તેમજ ઉત્સાહનો પ્રવેશ થાય છે. આ જ કારણ છે કે, આજે સંસારના કરોડો લોકો પ્રતિદિવસ સિનેમા જુએ છે. સિનેમા જોવાથી દર્શકોને નવી-નવી વાતોનું જ્ઞાન પણ થાય છે. વર્તમાનમાં ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયોમાં પણ સિનેમા દ્વારા શિક્ષા પ્રદાન કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને સારી ફિલ્મો બતાવવામાં આવે, તો એમનાથી એમનો ખૂબ લાભ થઈ શકે છે. ચલચિત્રના માધ્યમથી વેપારી પોતાની વસ્તુઓનો પ્રચાર પણ કરે છે. સાબુ, દવાઓ, તેલ, કપડાં તથા અન્ય અનેક વસ્તુઓની જાહેરાત જ્યારે ચિત્રપટ પર નજરે પડે છે, તો એમનો વેપાર પર સારો પ્રભાવ પડે છે. આ વ્યવસાયથી લાખો લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે.

સિનેમાથી જ્યાં અનેક લાભ છે, ત્યાં જ એનાથી અનેક નુકસાન પણ છે. આપણા યુવાવર્ગ પર એનો વિપરીત પ્રભાવ પડી રહ્યો છે. સિનેમાના ગંદા તેમજ અશ્લીલ ગીતો, બનાવટી પ્રેમ અને કપડાંની જેમની તેમ નકલ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી કોલેજ સમયમાં પોતાનો અભ્યાસ છોડીને સિનેમા હોલોમાં બેસી જાય છે. એનાથી એમનું શિક્ષણ પ્રભાવિત થાય છે. આ પ્રકારે ચલચિત્રથી જ્યાં લાભ છે, ત્યાં નુકસાનો પણ છે. આ બધી બુરાઈઓ પર સરકાર તેમજ સામાજિક સંગઠનોએ રોક લગાવવી જોઈએ, જેથી જનતાને સ્વસ્થ તેમજ સ્વચ્છ મનોરંજન મળી શકે.

ઉપસંહાર: દેશના સ્વતંત્ર થવા પર નેતાઓ, સમાજ સુધારકો અને ફિલ્મનિર્માતાઓનું ધ્યાન સ્વસ્થ તેમજ શિક્ષાપ્રદ ફિલ્મોની તરફ ગયું છે. હવે અનેક શિક્ષાપ્રદ ફિલ્મો તૈયાર થઈ ચુકી છે. અહીં પ્રયાસ પણ ચાલી રહ્યા છે. દેશપ્રેમ તેમજ સમાજ સુધાર-સંબંધી ફિલ્મોના નિર્માણમાં સરકાર સહાયતા પ્રદાન કરી રહી છે. જો ચલચિત્રના માધ્યમથી ચરિત્ર-ગઠન તેમજ દેશ-પ્રેમની શિક્ષા આપવામાં આવે, તો એનાથી દેશનો ખૂબ મોટો ઉપકાર થશે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !