Wednesday, 11 November 2020

Gujarati Essay on "When i missed the train", "જ્યારે મારી ટ્રેન ચૂકી ગઈ ગુજરાતી નિબંધ" for Students

Essay on When i missed the train in Gujarati Language: In this article "જ્યારે મારી ટ્રેન ચૂકી ગઈ ગુજરાતી નિબંધ" for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "When i missed the train", "જ્યારે મારી ટ્રેન ચૂકી ગઈ ગુજરાતી નિબંધ" for Students

લખનૌના નવાબ “પહેલે આપ'.... “પહેલે આપ' કરવામાં ગાડી ચૂકી ગયા હતા ત્યારે એમનું એટલું તો સદ્ભાગ્ય હતું કે આ બંને મહાનુભાવોને રેલગાડીનાં દર્શન તો થયાં હતાં. પરંતુ મને ગાડીનાં દર્શન ન થયાં, તેથી હું ગાડી તો ચૂક્યો અને દર્શન પણ ચૂક્યો. આ ચૂકી જવાની વાત જ એવી છે કે આપણે ન ચૂકવાની સો તરકીબો કરી હોય છતાં વસ્તુ આપણને હાથતાળી દઈ જાય. જેનું . નિત્યસ્તોત્રની જેમ સ્મરણ કરી જ વસ્તુ પળમાં જ સરકી જાય એનું દુઃખ કેવું હોય?

ગાડી ચૂકવાનો અનુભવ જીવનમાં લગભગ દરેકને થયો હશે. આ ભૂમિ પર અવતરેલા મનુષ્યોમાંથી એક પણ માણસ એવો નહીં હોય, જે એકેય વાર ગાડી ન ચૂક્યો હોય. એનાં કારણો માથાદીઠ અલગ અલગ હોય તે પણ બનવાજોગ છે. કોઈ આળસમાં, કોઈ બેદરકારીથી તો કોઈ રસ્તે અટવાતાં ગાડી ચુકે છે.

મારું કારણ તો જુદું જ હતું. સમયસર નીકળવાની પૂર્વતૈયારી કરીને થાકને લીધે થોડી વાર આરામ કરવા હું આડો પડ્યો. વધુ ઊંઘમાં ગાડી જતી ન રહે એ માટે દિવસે પણ એલાર્મનો ઉપયોગ કર્યો. બંધ પડેલા તે ઘડિયાળને લૂછીને મેં ચાલુ કરીને મારા કાંડાઘડિયાળ સાથેય મેળવ્યું.

થોડી વિશ્રાંતિમાં મેં એક લઘુનિદ્રા ખેંચી કાઢી. પરંતુ જાગ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને ઘડિયાળ બંધ હતું. એલાર્મ તપાસતાં જણાયું કે ઊંઘના ઘેનમાં મેં એક જ ચાવી એલાર્મની આપી હતી, પરંતુ ઘડિયાળ ચાલવા જરૂરી એવી બીજી ચાવી (કાંટાની) અપાઈ જ ન હતી. તેથી ઘડિયાળ બંધ જ રહે ને...! તેમાં તેનો શો વાંક? હવે ગાડી આજે ગઈ તો ગઈ. કાલે સમયસર આ જ ટ્રેનમાં હું જવા કટિબદ્ધ થઈશ. એવા સંકલ્પ સાથે મેં વાત બીજા દિવસ પર ઠેલી.

આ વખતે મારી પ્રકૃતિ વિરુદ્ધ ઝડપ કરીને અડધો કલાક વહેલો સ્ટેશન ગયો. મારા આશ્ચર્ય વચ્ચે જાણ થઈ કે રેલવે પ્રધાન આ વિસ્તારની મુલાકાત દરમિયાન અહીં થોડું રોકાવાના હોવાથી તેમની ખાસ ગાડીને સમયસર આવવા દેવા બપોર સુધીની બધી ગાડીઓને આ સ્ટેશને આવતી રોકવામાં આવી છે. કેવો વિરોધાભાસ સર્જાયો!જયારે ગાડી નિયમિત ત્યારે હું મોડો અને આજે હું સમયસર છું, તો ગાડી અદશ્ય ! છેવટે રેલવેના બદલે તેના પ્રધાનનાં દર્શન કરીને હું ઘેર આવ્યો. જો કે મહિને એકાદ વાર એવું બનેય ખરું કે જ્યારે ગાડી અને હું પ્લેટફોર્મ પર સમયસર હાજર હોઈએ.

એક દિવસ આવી સુમેળભરી તકથી અને પ્રભુની કૃપાથી મળેલી બેસવાની જગ્યાએ, આરામથી મુસાફરી કરતાં મને ઝોકું આવી ગયું. નિદ્રાના ઘેનમાં મારો એક રમૂજી મિત્ર મને યાદ આવ્યો. ઘણા દિવસથી મળાયું ન હોવાથી એવું થઈ આવ્યું કે ગાડી મુંબઈથી અમદાવાદ જાય છે તેનાથી ઊલટી દિશામાં જાય તો કેવું સારું - મુંબઈના એ મિત્રને મળી શકાય. આવા ગુલાબી વિચારો અને અર્થતંદ્રાની સ્થિતિમાં મને કોઈએ જોરથી ધબ્બો મારી હચમચાવી મૂક્યો. બેબાકળો જાગતાં હું ગભરાયો. આમતેમ બધાને મને મારતાં જોઈને સ્વસ્થ થઈ રહ્યો હતો ત્યાં તો.... મારાથી બોલાઈ જવાયું : “સાલા, મનિયા તું અહીં? ઊંઘમાં હું તને મુંબઈ મળવા દોડતો હતો, ને તું આમ મને કેમનો ભટકાઈ ગયો ?'

મગન મારો મિત્ર હતો, પણ અમારી ટોળીમાં બધા તેને “મનિયો' જ કહેતા. એણે મને જે વાત કરી એ તો અભુત કહેવાય. એની રજૂઆત એના મોઢે સાંભળો : “તું તો જાણે છે દોસ્ત, આપણે આળસુ જીવ. એકની બે ગાડી જાય તો ભલે, આપણાથી ઝડપ ના બને. કાયમ મોડા પડવાની ટેવને લીધે કાલે હું મારાં પપ્પા-મમ્મીને જમ્મુ જતી ટ્રેનમાં બેસાડવા સ્ટેશને પહોંચ્યો.

પ્લેટફૉર્મમાં દાખલ થયો ને ગાડી ઊપડી. મારી પાસેનો સામાન પપ્પામમ્મીને પકડાવીને તેમને ગમે તે ડબ્બામાં બેસવા હું સમજાવતો હતો. ઝડપ વધતાં ગાડીનો છેલ્લો ડબ્બો આવ્યો, પણ વૃદ્ધ પપ્પા-મમ્મી સહસ ન કરી શક્યાં. અમારી લાચારી જોતાં જ બે પહેલવાન કુલીઓ મદદમાં દોડી આવ્યા. અમે કંઈ કહીએ કે તે કાંઈ પૂછે એ પહેલાં તો બંને રૂસ્તમોએ મને બાવડેથી ઊંચકીને છેલ્લા ડબ્બાના દરવાજામાં ખોસી દીધો. એક જણને કહેતાં સાંભળ્યો : “વડીલ, તુમ ફિકર નકો કરના, લાવો સામાન, તુમ્હારે બેટેકો દે દૂ, દૂરની ગાડીમેં તુમ જાના !” અને એ અક્કરમી કુલીના ઠોંસાએ મને આ ગાડીમાં ધકેલી દીધો. ઝડપી ટ્રેનમાંથી કૂદીએ તો આપઘાતની કોશિશ ગણાય, ટિકિટ ચેકરે દયાથી મને પૂછ્યું: “તમે કહો ત્યાંની ટિકિટ આપું?' એટલે થયું ચાલ અમદાવાદ જઈ આવું... વડોદરાથી આ ગાડીમાં બેઠો અને તું ભટકાયો... છે ને બલિહારી !'


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: