Tuesday, 1 October 2019

મહાત્મા ગાંધી ગુજરાતી નિબંધ - Mahatma Gandhi Essay in Gujarati

Mahatma Gandhi Essay In Gujarati Language : Today, we are providing મહાત્મા ગાંધી નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Mahatma Gandhi Essay in Gujarati Language to complete their homework.

મહાત્મા ગાંધી ગુજરાતી નિબંધ - Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધીજીનું નામ દુનિયાભરના મહા-પુરુષોમાં મોખરે છે. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત જેવા મહાપુરુષો સાથે મહાત્મા ગાંધીજીને પણ યાદ કરવામાં આવે છે. આપણે સૌ તેમને મહાત્મા ગાંધીજી', “બાપુજી' જેવાં લાડીલાં નામોથી ઓળખીએ છીએ.
મહાત્મા ગાંધીજી ગુજરાતી નિબંધ - Mahatma Gandhi Essay in Gujarati

મહાત્મા ગાંધીજીનું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમની માતાનું નામ પૂતળીબાઈ હતું. તેમનો જન્મ ઈ.સ. ૧૮૬૯ ના ઓક્ટોમ્બર માસની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો.

મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તૂરબા હતું. સૌ તેમને આદર સાથે “બા' કહીને બોલાવતા. ઘણી નાની ઉંમરમાં કસ્તૂરબા સાથે ગાંધીજીના લગ્ન થયાં હતાં. ' મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું. વકીલ થયા પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. એ સમયે આફ્રિકામાં કાળા-ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો.

આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા. સ્વરાજ્ય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં નદી સાબરમતીને કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યાં રહ્યા. મીઠા પર અંગ્રેજોએ કર નાંખ્યો. આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો. તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ યોજી. દાંડીકૂચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી : “સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું.” - દાંડીકૂચ પછી તો અંગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડ્યા. તેમાં ૧૯૪૨માં અંગ્રેજોને પડકાર કર્યો : “ભારત છોડો' આ આંદોલન મહત્ત્વનું છે. એ પ્રસંગે ગાંધીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા. ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા હતા.

આખરે અંગ્રેજોએ ભારત છોડ્યું, અને સને ૧૯૪૭ના ઓગસ્ટ માસની પંદરમી તારીખે આપણને આઝાદી મળી.

આપણા દેશની ગરીબાઈ જોઈ તેઓ માત્ર શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરતા, એટલે કે માત્ર ધોતિયું જ ધારણ કરે, છાતી અને પીઠ ખુલ્લાં રાખે. સ્વાવલંબનને ઉત્તેજન આપવા તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી અને ખાદીના પ્રચારને તેમણે પોતાના જીવનમાં અગ્રતા આપી, 

ગાંધીજી એ હિંદુ - મુસ્લિમની એકતા માટે, અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા. આમ, દેશના ભલા માટે તેમણે મહાન કાર્યો કર્યા. તેઓ ‘રાષ્ટ્રપિતા' કહેવાયા.

ગાંધીજી એ અંહિસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં ઊતાર્યા હતા. અને આ ગુણો જ તેમનો જીવનસંદેશ હતો.

ઈ.સ. ૧૯૪૮ના જાન્યુઆરી માસની ત્રીસમી તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. ત્યારે નાથુરામ ગોડસે નામના હત્યારાએ તેમનું ખૂન કર્યું. ગોળી વાગતાં ગાંધીજીના મુખમાંથી હે રામ” શબ્દ નીકળ્યા હતા.


ગાંધી બાપુની સમાધિ દિલ્હીમાં છે. તે‘રાજઘાટ'ના નામે ઓળખાય છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: