Essay on Truth in Gujarati Language : In this article, we are providing સત્ય પર નિબંધ for students. Essay on Truth in Gujarati. સત્ય પર ન...
Essay on Truth in Gujarati Language : In this article, we are providing સત્ય પર નિબંધ for students. Essay on Truth in Gujarati.
સત્ય પર નિબંધ Essay on Truth in Gujarati Language for class 5, 6, 7, 8, 9 and 10
નામ તથા સમજૂતી : सत्यप्राप्ति परमो धर्मः ! (ભાવાર્થ–સત્યથી કેાઈ ધર્મ મહાન નથી). સત્ય એટલે સાચાપણું. જે મનુષ્ય સાચે અને પ્રમ ણિક હોય તે સત્યવાદી મનુષ્ય કહેવાય. જે મનુષ્ય સત્યવાદી હોય છે તે વાણું, વિચાર અને વર્તનમાં એકતા રાખે છે.
સત્યથી વર્તવું એ મનુષ્યની ફરજ છે: ધાર્મિક તથા નૈતિક દૃષ્ટિએ મનુષ્યમાત્રની પવિત્ર ફરજ છે કે તેણે સર્વ રીતે સત્યથી વર્તવું જોઈએ. સત્યથી વર્તનાર મનુષ્ય હિંમતવાન અને નીતિમાન બને છે. સત્ય મનુષ્યને પ્રભુ તરફ પ્રેરે છે. કેટલીક વખત સત્ય હકીકતપર ઢાંક પીડા થાય છે પરંતુ અંતે સત્યનો જય થાય છે. કહ્યું છે કે સત્યમેવ જયતે ! અર્થાત, સત્યને ખરેખર જય થાય છે. સત્યથી વર્તનાર મનુષ્ય નિશ્ચિતતા અને સરળતા અનુભવે છે.
કેટલીક વખત અસત્યથી મનુષ્યો તાત્કાલિક લાભ પ્રાપ્ત કરે છે પરંતુ અસત્યથી વર્તનારને અનેક ગેરલાભો છે તે પ્રત્યેક મનુષ્ય સમજવું જોઈએ. જુદી જુબાની આપવી તથા જુઠા દસ્તાવેજો કરવા એ ગેરકાયદેસર કર્યો છે અને જેઓ તે કરે છે તે શિક્ષાને પાત્ર બને છે. વળી, જનસમાજમાં અસત્યથી વર્તનારની કીર્તિ ઘટે છે. અસત્યથી મનુષ્યની નૈતિક અને ધાર્મિક અધોગતિ થાય છે તેથી પ્રત્યેક મનુષ્ય સત્યથી વર્તવું જોઈએ. પુરાણ સમયના રાજા હરિશ્ચંદ્રની તથા ધર્મના સ્થંભ યુધિષ્ઠર રાજાની સત્યપ્રિયતા પ્રસિદ્ધ છે. આ જમાનામાં પૂ. ગાંધિજીની સત્યની ધગશ પ્રસિદ્ધ છે.
ઉપસંહાર અને બોધ : સંપત્તિમાં અને વિપત્તિમાં પ્રત્યેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે તેણે દૃઢતાપૂર્વક સત્યનું અવલંબન કરવું જોઈએ. માબાએ તથા વડીલેએ બાળકને નાનપણથી , સત્ય બોલવાની ટેવ પાડવી જોઈએ. વળી, કહ્યું છે કે सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् અર્થાત, (મનુષ્ય) સત્ય બોલવું જોઈએ (તથા) પ્રિય બોલવું જોઈએ. મનુષ્યને અન્ય મનુષ્યને પ્રિય લાગે તેવાં સુવા દ્વારા સત્યનું સેવન કરવું જોઈએ. જેમ સત્યથી મનુષ્યની નૈતિક તથા ધાર્મિક ઉન્નતિ થાય છે તેમ શુદ્ધ પ્રેમની ભાવનાઓથી મનુષ્યની ઉન્નતિ થાય છે, તેથી પ્રત્યેક મનુષ્ય અન્ય મનુષ્ય પ્રત્યે સત્યથી અને પ્રેમથી વર્તવું જોઈએ. વળી, સત્ય વિષેની ગુજરાતી વાંચનમાળાની કવિતા દરેક વિદ્યાર્થીએ લક્ષમાં રાખવી જોઈએ. તે કવિતાને કેટલોક ભાગ નીચે દર્શાવવામાં આવ્યો છે.
“ સતનું ચિત ચિંતન રે કરવું,
સત વાયક નિશ્ચય ઉચરવું,
નહિ કામ અસત્ય કદી કરવું.
જશથી ઝળકીત જગે ફરવું,
સત બીજથી વૃક્ષ વિશાળ થશે,
ગુણકારી મીઠાં ફળે ઉતરશે.
જન આશ્રય છાંયતળે કરશે.
પરિતાપ જતાં સુખ સૌ મળશે.” (ભ. બ. હેરા)
COMMENTS