Essay on My favorite Game Kabaddi in Gujarati Language : In this article " મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ ગુજરાતી ", " Mari...
Essay on My favorite Game Kabaddi in Gujarati Language: In this article "મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ ગુજરાતી", "Mari Priya Ramat Kabaddi Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "My favorite Game Kabaddi", "મારી પ્રિય રમત કબડ્ડી વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: માનવ-જીવનમાં ખેલનું વિશેષ મહત્ત્વ છે. એના દ્વારા શારીરિક તેમજ માનસિક થાક દૂર થાય છે. ખેલથી વ્યક્તિમાં સ્કૂર્તિ આવે છે. રમ્યા પછી તે પોતાને હળવો મહેસૂસ કરે છે. પોતાના કાર્યમાં બમણી શક્તિથી લાગી જાય છે. ભારતવર્ષમાં અનેક પ્રકારની રમતો રમવામાં આવે છે. એમાં કેટલીક વર્તમાનની દેણ છે. તો કેટલીક પ્રાચીન રમતો છે. કબડ્ડી પ્રાચીન ખેલ છે.
રમવાનો ઢગ અલગ હોય છે. કબડીના ખેલ માટે અન્ય રમતોની જેમ એક મેદાનની જરૂર હોય છે. આ મેદાનની નિશ્ચિત લંબાઈ અને પહોળાઈ રાખવામાં આવે છે. આ ખેલમાં સામાન્ય રીતે આઠથી દસ ખેલાડી હોય છે. અધિક ખેલાડી હોવા પર મોટા મેદાનની જરૂર હોય છે. રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે. બધા ખેલાડીઓને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ટોળી નો ખેલાડી મેદાનની એક તરફ બીજી ટોળી મેદાનની બીજી તરફ ઊભી થઈ જાય છે. પછી એક ટોળીનો ખેલાડી બીજી ટોળીના ક્ષેત્રમાં કબડ્ડી-કબડી-કબડ્ડી' કહેતો-કહેતો જાય છે અને એમાંથી કોઈ ખેલાડીને સ્પર્શવાનો પ્રયત્ન કરે છે. બીજી ટોળીના ખેલાડી એને પકડવાનો પ્રયત્ન કરે છે. જો તે કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં જ મધ્ય-રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમં આવી જાય, તો એ ટોળીને એક અંક મળે છે. આ જ પ્રકારે ખેલનો ક્રમ ચાલે છે. જે ટોળીના અંક વધારે હોય છે, તે ટોળી વિજયી થાય છે. જો અંક બરાબર રહે છે, તો કોઈ પણ ટોળીને વિજયી ન કરીને બરાબરીમાં ખેલ સમાપ્ત કરી દેવામાં આવે છે.
લાભ-હાનિ: કબડ્ડીના ખેલનો સર્વપ્રથમ લાભ એ છે કે, આ ખેલમાં કોઈ પ્રકારના ધનનો ખર્ચ નથી થતો. આ ખેલમાં ખૂબ ભાગ-દોડ થાય છે, જેનાથી શરીર સ્વસ્થ અને બળવાન બને છે. એમાં ખેલાડીઓની શ્વાસ રોકવાની શક્તિ વધે છે. ફેફસાં પણ શક્તિશાળી બને છે. ભાગ-દોડ કરવાથી શરીરમાં ર્તિ આવે છે.
ખેલમાં ક્યારેક-ક્યારેક લાભના સ્થાન પર હાનિ પણ થઈ જાય છે. ભાગદોડ કરવા તેમજ ખેલાડીને પકડવામાં ક્યારેક-ક્યારેક ઠેસ પણ વાગી જાય છે. પરંતુ બહુધા એવું ખૂબ ઓછુ થાય છે. કેમ કે બધા ખેલાડી સાવધાનીપૂર્વક રમવાનો પ્રયત્ન કરે છે.
ઉપસંહારઃ કબડીનો ખેલ બધી જગ્યાએ રમવામાં આવે છે, ભલે તે શહેર હોય અથવા નાનું ગામ, કેમ કે આ ખેલ સૌથી સસ્તો તેમજ સ્વાથ્યવર્ધક છે. આ ખેલમાં કોઈ પ્રકારનો કોઈ ખર્ચ નથી થતો.
COMMENTS