Essay on Republic Day in Gujarati : In this article " ગણતંત્ર દિવસ વિશે નિબંધ ગુજરાતી ", " 26 મી જાન્યુઆરી નો નિબંધ ", &...
Essay on Republic Day in Gujarati: In this article "ગણતંત્ર દિવસ વિશે નિબંધ ગુજરાતી", "26 મી જાન્યુઆરી નો નિબંધ", "26 January Gantantra diwas Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Republic Day", "ગણતંત્ર દિવસ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવનાઃ ભારતીય પર્વોમાં ગણતંત્ર દિવસ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ આપણો રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વ સંપૂર્ણ ભારતમાં પૂરા ઉત્સાહની સાથે મનાવવામાં આવે છે. બધી જગ્યાએ લગભગ એક સમાન સમારોહ થાય છે.
મહત્ત્વઃ ૨૬ જાન્યુઆરીનું આપણા દેશના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ જ દિવસે (સન્ ૧૯૨૯માં) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે લાહોરમાં રાવી નદીના તટ પર પૂર્ણ સ્વરાજયની ઘોષણા કરી હતી. ત્યારથી દેશના સપૂત સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર બલિદાન આપતા રહ્યા. તેઓ ૨૬ જાન્યુઆરીને એક પવિત્ર દિવસના રૂપમાં મનાવતા રહ્યા. મહાન ત્યાગ અને બલિદાનો પછી ૧૫ ઓગષ્ટ, સન્ ૧૯૪૭એ દેશ સ્વતંત્ર થયો. ત્યારે દેશના કર્ણધારોને ભારત માટે પોતાના સંવિધાનની જરૂરિયાતનો અનુભવ થયો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં દેશનું સંવિધાન તૈયાર કરવામાં આવ્યું. એને ૨૬ જાન્યુઆરી, સન્ ૧૯૫૦ ઈ.એ દેશમાં લાગૂ કરવામાં આવ્યું. ત્યારથી આ દિવસનું મહત્ત્વ વધારે વધી ગયું છે. સમગ્ર દેશ હવે ૨૬ જાન્યુઆરીને પોતાના ગણતંત્ર દિવસના રૂપમાં મનાવે છે. આ દિવસ આપણને દેશની ઉન્નતિ માટે તત્પર રહેવાની શપથ અપાવે છે.
સમારોહનું વર્ણન: ગણતંત્ર-દિવસનો સમારોહ દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના બધા કાર્યાલયોમાં રજા રહે છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ દેશના નામે સંદેશ આપે છે. વિદ્યાલયોમાં શિક્ષણ-કાર્યબંધ રહે છે. બધા લોકો ગણતંત્ર-દિવસ સમારોહમાં ભાગ લે છે. આ દિવસે વિદ્યાર્થી તેમજ અન્ય લોકો દેશ-ભક્તિના મધુર ગીત ગાતા-ગાતાં પ્રભાતફેરીઓ કાઢે છે. વાતાવરણમાં ચારે તરફ “ભારત માતા કી જય, શહીદો કી જય'ના નારા ગૂંજી ઉઠે છે. સાર્વજનિક સ્થાનો, સરકારી કાર્યાલયો તેમજ વિદ્યાલયોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવામાં આવે છે. વિદ્યાલયોમાં પ્રધાનાચાર્ય ધ્વજારોહણ કરે છે. બધા મળીને રાષ્ટ્રીય ગીત તેમજ દેશ-ભક્તિના ગીત ગાય છે. વિદ્યાર્થી તેમજ શિક્ષક ગણતંત્ર-દિવસ પર પોતાના વિચાર વ્યક્ત કરે છે. કેટલાંક લોકો કવિતાઓ તેમજ ગીત પણ સંભળાવે છે. આ અવસર પર વિદ્યાલયોમાં રમત-ગમતનું પણ આયોજન થાય છે. વિજયી વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરિત કરવામાં આવે છે. મિઠાઈ વિતરણ થાય છે. બપોર પછી શહેરમાં વિશાળ સરઘસ કાઢવામાં આવે છે, જેમાં પોલિસના જવાન, હોમગાર્ડ્સ અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ સામેલ થાય છે. વાજાની ધુનની સાથે પગલાંથી પગલાં મિલાવતાં-મિલાવતાં સરઘસ શહેરના મુખ્ય બજારમાં થઈને નિકળે છે.
ઉપસંહાર: ગણતંત્ર દિવસ દેશ પર બલિદાન થવાવાળાવીરોનું સ્મરણ કરાવે છે. સાથે જ આ દિવસ નિયમથી રહેવા, આપસી સભાવ જાળવવા, દેશની ઉન્નતિમાં પોતાનું યોગદાન આપવાની શપથ અપાવે છે.
COMMENTS