Essay on Morning Walk in Gujarati Language : In this article " વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ ગુજરાતી ", " Vaheli Savar nu Bh...
Essay on Morning Walk in Gujarati Language: In this article "વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ ગુજરાતી", "Vaheli Savar nu Bhraman Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.
Gujarati Essay on "Morning Walk", "વહેલી સવારનું ભ્રમણ વિશે નિબંધ" for Students
પ્રસ્તાવના: દિવસ-રાતના આઠ પહર હોય છે. વહેલી સવારનો પ્રથમ પર સૌથી વધારે શાંત, નિર્મળ, સોહામણો અને સાત્વિક ભાવ ઉત્પન્ન કરવાવાળો હોય છે. આ સમયે બધા પ્રાણીઓના હૃદયમાં સ્વચ્છ વિચાર આવે છે. આથી આ સમય ભ્રમણ માટે ઉત્તમ હોય છે. બધાએ વહેલી સવારે ભ્રમણ પર જવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વહેલી સવારનું વર્ણન: વહેલી સવારનું દશ્ય મનમોહક તેમજ મનોભાવન હોય છે. આ સમયે વાતાવરણમાં કોઈ પ્રકારનું ધ્વનિ-પ્રદૂષણ નથી હોતું. ચારે તરફ શાંતિ જળવાઈ રહે છે. વાતાવરણમાં શુદ્ધ હવા વહે છે, જે સ્વાથ્ય માટે લાભદાયક હોય છે. આથી વહેલી સવારનું ભ્રમણ સ્વાથ્ય માટે ઉત્તમ હોય છે. ઉદ્યાનોમાં નવા-નવા ફૂલ ખિલે છે, જેમાંથી સુગંધિત વાયુ વહેતી રહે છે. આ વાયુ મનને તરોતાજા બનાવી દે છે. મન પ્રસન્નતાથી ખિલી ઊઠે છે. ધીમેધીમે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે. એનાથી નિકળવાવાળી કોમળ કિરણો સ્વાથ્યવર્ધક હોય છે. આથી વહેલી સવારનું ભ્રમણ લાભદાયક હોય છે.
પ્રભુનું ચિંતન કરવા માટે આ ઉત્તમ સમય છે. આ સમયે ચારે તરફ શાંતિ રહે છે. પોતાની ભાવિ યોજનાઓ પર આ સમયે સાચા તેમજ શુદ્ધ હૃદયથી વિચાર કરી શકાય છે. આ સમયે ભક્તિ-ભાવથી પોતાના આરાધ્ય પ્રતિ હૃદયની ભેટ ચઢાવી શકાય છે.
લાભઃ વ્યક્તિની પ્રગતિ માટે વહેલી સવારે જાગવું ઉપયોગી હોય છે. કહેવામાં આવે છે, “જે જાગશે, તે મેળવશે, જે સૂઈ રહેશે, તે ગુમાવશે.” આથી વહેલી સવારે ઊઠવું સ્વાથ્ય માટે લાભકારી હોય છે. વિદ્યાર્થી તેમજ અધ્યયનશીલ લોકો માટે આ વધારે ઉત્તમ સમય હોય છે. ઉષાકાળમાં ઊઠીને . ' જે વાંચન કરવામાં આવે છે, તે લાંબા સમય સુધી સારી રીતે સ્મરણ રહે છે. વહેલી સવારે વાતાવરણ શાંત હોય છે. આથી સંપૂર્ણ કાર્ય શાંતિની સાથે સંપન્ન થઈ જાય છે. ખેડૂત પણ વહેલી સવારે જ ખેતરોમાં જાય છે. આ યોગીઓ અને સંન્યાસીઓનો સાધનાનો સમય હોય છે.
વહેલી સવારે ભ્રમણ પર જવાથી શરીરને શુદ્ધ હવા મળે છે. વ્યક્તિનું હૃદય કોમળ ભાવોથી ભરાઈ ઊઠે છે. રાક્ષસી અથવા તામસી ભાવ નષ્ટ થઈ જાય છે. વહેલી સવારે દુરાચારી તેમજ આળસી લોકો જ સૂઈ રહે છે. વહેલી સવારે સૂવાવાળો વ્યક્તિ સ્વયંનો શત્રુ તો છે જ, સાથે જ સમાજ તેમજ દેશની ઉપર પણ ભાર છે. તે સર્વત્ર અવ્યવસ્થા અને અસુવિધા ઉત્પન્ન કરે છે.
ઉપસંહાર: આપણે નિયમપૂર્વક વહેલી સવારે ભ્રમણ પર જવું જોઈએ. એ પણ જરૂરી છે કે, આપણે ભ્રમણ માટે એકાંત તેમજ શાંત પ્રાકૃતિક સુષમાવાળા બગીચાઓ અને નદીના તટો પર જવું જોઈએ, જ્યાં શાંત તેમજ શુદ્ધ વાતાવરણ મળી શકે.
COMMENTS