Monday, 4 January 2021

Gujarati Essay on "Autobiography of a temple idol", "મંદિરની મૂર્તિ કહે છે નિબંધ ગુજરાતી" for Students

Essay on Autobiography of a temple idol in Gujarati: In this article "મંદિરની મૂર્તિ કહે છે નિબંધ ગુજરાતી", "Mandir ni Murti ni atmakatha Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "Autobiography of a temple idol", "મંદિરની મૂર્તિ કહે છે નિબંધ ગુજરાતી" for Students 

ગઝલસમ્રાટ શાયદાની પંક્તિઓ... હા...! હા...! એ જ તો...

મને એ જોઈને હસવું હજાર વાર આવે છે,

પ્રભુ! તારા બનાવેલા આજે તને બનાવે છે ! 

તદન ખરી વાત કહી છે આ શાયરે ! થોડા સાચા ભક્તોને બાદ કરતાં, આજે વિશાળ માનવસમુદાય મને ખુલ્લેઆમ છેતરી જ રહ્યો હોય એમ લાગે છે.

મારા નિરંજન, નિરાકાર, સર્વવ્યાપી રૂક્ષના પ્રતીક સમી આ પાષાણ પ્રતિમાને પૂજવાના બદલામાં પોતાને ગમે તે રીતે વર્તવાનો પરવાનો મળ્યો હોય એમ માનવી માની બેઠો છે. સૃષ્ટિના અણુએ અણુમાં ધબકતા મારા હૃદયને દિવસરાત દૂભવ્યા પછી, અહીં મને રીઝવવા એ એકપગે થઈ જાય છે. આખું જગત મારી દિવ્ય જયોતિથી પ્રકાશિત છે. છતાં આ અણસમજુ માનવ મને નાનકડા દીવાથી શણગારવામાં આનંદ માને છે. મારાં જ સર્જેલાં સુકોમળ પુષ્પોને નિપ્રાણ બનાવીને તે મારી સમીપ ધરે છે. મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો પહેરી મારી પાસે આવતો માનવી મને જ ઝાંખો પાડવા પ્રયત્ન કરતો હોય એમ લાગે છે. મને બહેરો અને બેધ્યાન સમજીને જાણે મને શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કરતો હોય એમ તે જોરશોરથી ઘંટ વગાડે છે. આ દેવાલયની બહાર ટળવળતાં દુઃખી માનવોના હદયના ચિત્કારો મારે કાને ન પડે તે માટે કદાચ તે આ ઘોંઘાટ કરતો હોય તો નવાઈ નહિ!

આનો અર્થ એ નથી કે આ મંદિરમાં કેવળ પાખંડીઓ જ આવે છે. જગતની જંજાળથી કંટાળેલા પરમ શાંતિના ઉપાસકો પણ અહીં આવે છે. તેઓ મને રીઝવીને દુન્યવી સિદ્ધિઓ મેળવવાની ઝંખના સેવતા નથી. માનવજીવનની ક્ષણભંગુરતા અને સૃષ્ટિસંચાલન પાછળની કલ્યાણમય દૃષ્ટિ વિશેની સમજ તેમના અંતરના છેક ઊંડાણમાં ઊતરેલી હોય છે. ઊંડું પાણી જેમ સપાટી પર શાંત અને સ્થિર હોય છે, તેમ આવા આત્મસ્થ ભક્તોનું બાહ્ય વર્તન આડંબરરહિત હોય છે. દુર્ભાગ્યે આવા સાધકો વિરલ અને અપવાદરૂપ જ જોવા મળે છે.

આ સ્થળ સૃષ્ટિમાં માત્ર માનવી જ એક એવું સર્જન છે કે જે હૃદયની નિર્મળતા દ્વારા સર્વોચ્ચ દૈવી શક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે. માનવીના હૃદયના અંતરતમ ઊંડાણમાં રહેલું આત્મતત્ત્વ એ સમગ્ર સૃષ્ટિના આત્માથી અભિન્ન છે. એ આત્મતત્ત્વને અનુભવવા માટે માનવીએ નિરભિમાની અને નિષ્કામ બનવું જોઈએ. પોતાના અહંન્દુ અભિમાનને સદંતર ઓગાળી નાખનાર અને આજીવન નિઃસ્વાર્થ સમાજસેવા કરનાર માનવી મંદિરમાં ન આવતો હોય તોય હંમેશાં મારી નિકટતમ જ રહે છે.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: