Friday, 11 October 2019

ગૃહજીવનનાં ઘડતર નિબંધ ગુજરાતી - Essay on Brahmacharya in Gujarati Language

Essay on Brahmacharya in Gujarati Language : Today, we are providing ગૃહજીવનનાં ઘડતર નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Brahmacharya in Gujarati Language to complete their homework.

ગૃહજીવનનાં ઘડતર નિબંધ ગુજરાતી - Essay on Brahmacharya in Gujarati Language

  • બ્રહમચર્ય એટલે બ્રહમાસિને માટે આચરવા ગ્ય વ્રત
  • વીર્યરક્ષણ, ૨. વિદ્યાર્થયન, ૩. ઈશ્વરચિતન. 
  • વીર્યની ઉત્પત્તિ શી રીતે ? તેને પ્રભાવ છે? 
  • વીર્યરક્ષણની જરૂરિઆત શી? વીર્યરક્ષણ કેવી રીતે થઈ શકે? 
  • બ્રહાચારી કેને કહેવાય? હેમચંદ્રસૂરિ શું કહે છે? ભીમ પિતામહ શું કહે છે? 
  • બ્રહ્મચર્યવતથી જીવનમાં શા લાભ છે સારાંશ.
બ્રહ્મચર્ય એટલે બ્રહ્મપ્રાપ્તિને માટે આચરવા ગ્ય વ્રત. એ વ્રતમાં વીર્યરક્ષણ, વિદ્યાધ્યયન, ને ઈશ્વર ચિતન, એ ત્રણને સમાવેશ થાય છે. વીર્યરક્ષણ ઉપર સર્વ શારીરિક બળને આધાર રહે છે. શુશ્રુત ગ્રંથમાં લખવા પ્રમાણે રાક પચીને રસ થાય છે. એ રસમાંથી લોહી, લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં, હાડકાંમાંથી મજ્જા, ને મજ્જામાંથી વીર્યની ઉત્પત્તિ છે. આ સાતમી ધાતુ વીર્ય મનુષ્યજીવનની સર્વ આશાઓને સફળ કરનારી છે. વીર્યમાંથી ઓજસ પ્રગટ થાય છે. આ ઓજસ એ જીવનતત્ત્વ છે. બ્રહ્મચર્યવ્રતનું અખંડ પાલન કરનારના શરીર ઉપર એ માલમ પડે છે અને એના વદન ઉપર તેજને અંબાર છૂટે છે. એ ઓજસ સૌન્દર્યને વધારનાર છે. તેના વડે માણસ પ્રભાવશાલી લાગે છે. કવિઓ તેને ચંદ્રમા જોડે સરખાવે છે.

મનની તમામ જાતની શક્તિઓને આધાર શરીર ઉપર રહેલો છે, અને શરીરની તમામ જાતની શક્તિઓને આધાર વીર્યરક્ષણ ઉપર રહેલો છે. વીર્યરક્ષણ વિના જિંદગીની પ્રવૃત્તિઓ શિથિલ થાય છે. વીર્યરક્ષણને અભાવેજ દુનિઆમાં ઘણાખરા રે ઉત્પન્ન થાય છે. કુમારવસ્થામાં બ્રહ્મચર્યવ્રતનું પાલન નહિ કરવાથી જ વૃદ્ધાવસ્થા જલદી આવે છે. સો શરઋતુ જીવવાનું ભાગ્ય બ્રહ્મચર્યવ્રત પાલન કરનારજ મેળવે છે. વય એ શરીરને રાજા છે. દુનીઆમાં ઉંચાં સુખ ભોગવવાની ઈચ્છાવાળાઓએ ગમે તે ભોગે વીર્યરક્ષણ કરવું જોઈએ.

હવે વીર્યરક્ષણ કેવી રીતે થઈ શકે, અને તેના નાશનાં કારણે ક્યાં છે, તેને વિચાર કરીએ. પ્રત્યેક માણસમાં પચીસ વર્ષે વીર્ય પરિપક્વ બને છે. હવે કુદરતને નિયમ છે, કે કાચાં ફળમાં મીઠે રસ હેતો નથી, તેમ તે ફળનું બીજ પણ સત્ત્વ વિનાનું અને ઉત્પાદન શક્તિ વિનાનું હોય છે. આ બાબત મનુષ્યને પણ લાગુ પડે છે. બાળવિવાહ એ તદન અકુદરતી અને માનવજીવનને નષ્ટ કરનાર છે. વૃદ્ધવિવાહનું પણ તેમજ છે. વળી મોહને લીધે ક્ષણિક સુખની લાલસા અને કુટેવો પણ વીર્યનાશનાં કારણે છે, માટે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. વીર્યરક્ષણ કરવાની ઈચ્છાવાળાએ માદક પદાર્થોનું સેવન કદાપિ કરવું નહિ, હંમેશાં સાત્ત્વિક રાક લેવો, અને નઠારી સોબત કરવી નહિ. 

આ પ્રમાણે વીર્યરક્ષણ કરી જે મનુષ્ય વિદ્યા રૂપી શક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, અને ઈશ્વરની આરાધનામાં જ જીવન વ્યતીત કરે છે તે બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ કુદરતી છે. બ્રહ્મર્ચર્યને ભારે મહિમા છે. હેમચંદ્ર સૂરિ કહે છે કે “જે લેકે વિધિપૂર્વક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે છે, તે લાંબા આયુષ્યવાળા, સુંદર શરીરવાળા, દઢકર્તવ્યશાલી, તેજસ્વિતા પૂર્ણ અને મોટા પરાક્રમી હોય છે.” વળી ધન્વન્તરિ પણ કહે છે. કે “જે મનુષ્યને શાંતિ, સુંદરતા, સ્મૃતિ, જ્ઞાન, સ્વાસ્થ, અને ઉત્તમ સંતતિની ઈચ્છા હોય તે તેઓએ આ સંસારમાં સર્વોત્તમ ધર્મ જે બ્રહ્મચર્ય છે, તેનું પાલન કરવું.”

આ ઉપરથી સમજાશે, કે બ્રહ્મચર્ય ઉપર મનુષ્યની શારીરિક, માનસિક ને આધ્યાત્મિક શક્તિઓનો આધાર રહેલો છે. જે દેશ બ્રહ્મચર્યવ્રતને અનુસરે છે, તે દેશ ઉચ્ચસ્થિતિ ભોગવે છે. કોઈપણ દેશ, પ્રજા, ધર્મ અગર સમાજનું અધઃપતન બ્રહ્મચર્યવ્રતના ભંગથી જ થાય છે. શુદ્ધ બ્રહ્મચારી હંમેશાં સદાચારી હોય છે. તે મરણને પણું કર્તવ્યપાલનથી વિમુખ થતું નથી. તે વ્રત પાલન કરતાં કષ્ટ વેઠે છે, માટે તપસ્વી છે; અને ચિત્તવૃત્તિઓને અંકુશમાં રાખવાની તેનામાં તાકાત છે, તેથી પરમ ગી છે. યેગીઓ પણ બ્રહ્મચર્ય સિવાય યમ–નિયમને જાળવી શકતા નથી, આ પ્રમાણે જીવનમાં બ્રહ્મચર્યનો મહિમા ભારે છે.

પ્રાચીન ને અર્વાચીન સમયમાં જે જે મહાપુરુષો થઈ ગયા છે, તેમનાં આંતરજીવન તપાસીશું તે માલમ પડશે કે તેમણે બ્રહ્મચર્યથીજ અખૂટ શક્તિઓ મેળવેલી હતી, ભીષ્મપિતામહે અને હનુમાને બ્રહ્મચર્યને પ્રતાપે જે પરાક્રમો કરેલાં છે, તેને આર્યપ્રજા ભૂલી જઈ શકે તેમ નથી. ભીષ્મપિતામહ કહે છે કે “ત્રિલોકના રાજ્યને ત્યાગ કરે, સ્વર્ગને અધિકાર છેડી દે, અને એથી પણ કોઈ ઉત્તમ ચીજ હોય, તેને પણ પરિત્યાગ કરવો; પરંતુ બ્રહ્મચર્યવ્રત કદી પણ છેડવું નહિ. જે જમીન, પાણી, પવન, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આકાશ, વગેરે પિતાને સ્વભાવ છેડી દે, જે ઈદ્ધ પિતાને વૈભવ છોડી દે, યમરાજ પિતાને ન્યાય છેડી દે, તે પણ હું બ્રહ્મચર્યવ્રતને છેડીશ નહિ.”

બ્રહ્મચર્યવત એ મનુષ્યજીવનમાં એક ઉત્તમોત્તમ વ્રત છે. તે વતથી જીવનવિકાસના સર્વે માર્ગ ખુલ્લા થાય છે, અને દિવ્ય સુખો મેળવાય છે. આયુષ્યને વધારનાર, વૃદ્ધાવસ્થાને અટકાવનાર, સર્વ રોગને જડમૂળથી નાશ કરનાર, સૌન્દર્યની વૃદ્ધિ કરનાર, શરીર, મન અને આત્માનું રક્ષણ કરનાર, દેશને ઉત્કર્ષ કરનાર, અને છેવટે પરમસુખ–મેક્ષ પ્રાપ્ત કરાવનાર, આ બ્રહ્મચર્યવ્રત છે. સંસારમાં જેટલાં સુખ છે તેટલાં આયુષ્યને આધીન છે, અને આયુષ્યને માટે હિતકર જે વસ્તુ છે તે વીર્યરક્ષણ છે. તેના પ્રભાવથી જ મનુષ્ય વિચારવાન બની પરમાત્માનું ઓળખાણું કરી શકે છે. તેમજ સર્વ પ્રકારનાં સુખ તેમજ વિદ્યા, બુદ્ધિ વગેરે ઉત્તમ શક્તિઓ પણ બ્રહ્મચર્યના પ્રતાપથીજ મેળવી શકે છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: