Gujarati Essay on "New Moon", "અમાસની રાત ગુજરાતી નિબંધ" for Students

Admin
0

Essay on New Moon in Gujarati Language: In this article "અમાસની રાત ગુજરાતી નિબંધ", "અંધકારની અનેરી શોભા નિબંધ ગુજરાતી", "Essay on A dark night in Gujarati"for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on "New Moon", "અમાસની રાત ગુજરાતી નિબંધ" for Students

ચંદ્રનું પરિભ્રમણ દર માસે આકાશમાં બે સ્થિતિ સર્જે છે: એક પૂર્ણ પ્રકાશની પૂનમ અને બીજી ઘોર અંધારી અમાસ. આ બંનેમાં પ્રકાશના પર્વ જેવી પૂનમ સૌને ગમે એ સ્વાભાવિક છે. તો અમાસનું શું? એ કોઈને નહીં ગમતી હોય? ના, એમ નથી હોં ! એના પણ ઘણા ચાહકો છે. વ્યવહારદષ્ટિએ અંધારું પ્રથમ તો નિશાચર એવા ચોર અને જગતથી ડરતા પ્રેમીઓ જેવાને પહેલું ગમતું જણાય છે. ચોર અને કામીજન પોતાને જગતથી સંતાડવા અંધારાનો સહારો લેતા હોય છે. જ્યારે જ્ઞાની, યોગી કે કવિ જેવા જનો અમાસને આવકારવા પાછળ એક વિશેષ દષ્ટિ ધરાવતા હોય છે. સર્વત્ર છવાયેલા ગાઢ અંધકાર પછી પ્રકાશનું પ્રથમ કિરણ પ્રગટતું હોય છે, એમ જ્ઞાની માને છે. સંસારના અસાર જીવનને આત્મજ્ઞાનની જ્યોત પ્રગટાવીને સાર્થક બનાવવા યોગી પુરુષાર્થ કરવા પ્રેરાય છે. કવિ પ્રકાશપુંજ જેવી પૂનમની શોભાને આવકારવા જેટલી જ અમાસના અંધકારનો આદર કરવાની સ્વસ્થતા અને તત્પરતા સૂચવે છે. ઉમાશંકર જોશીએ આ વાત ખૂબ સુંદર અને પ્રેરક શબ્દોમાં કહી છે :

ખીલેલી જયોસ્નામાં કુમુદ વીણવા પાલવ ભરી,

અમાસે તારાઓ વીણી વીણી લઈ ઝોળી ભરવી.” 

નિષ્ફળ માનવ એકાંત અને અંધકાર શોધે છે. નિર્જનતામાં પોતાની નિષ્ફળતાને જ એ વાગોળતો રહે છે. તેનું પરિણામ શું આવી શકે? આમ કરવાને બદલે તેણે અંધકારમાં નિરાશ કે નિષ્ક્રિય બેસવાનું છોડવું જોઈએ અને લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે એમ વિચારવું જોઈએ. આ દિશામાં વિચારતાં તેને અમાસની રાતના ગાઢ અંધકારમાં ટમટમતા તારલાઓ આકર્ષશે.

મોટા ભાગે અંધકાર ડરામણો લાગે છે. તેનું મૂળ કારણ એ છે કે પ્રકાશનો અભાવ આપણી આસપાસની ભૂમિ અને પદાર્થોનું જ્ઞાન થવા દેતો નથી. એટલે શું હશે, શું થશે, કોણ આવશે, ક્યાંથી આવશે એવી નિરર્થક ભય પમાડતી શંકા મનને ડરાવે છે. પરંતુ ચિત્તની ચંચળતા અને અજ્ઞાન પર વિજય પામનાર યોગીઓને અંધકાર ડરાવતો નથી. એ જ રીતે કવિઓને શરદના ચંદ્રની ચાંદનીની જેમ અમાસનું અંધારું પણ ખૂબ ગમે છે. આપણા એક કવિએ અંધકારને સેન્દ્રિય વર્ણનથી આલેખતાં કહ્યું છે :

"આજ અંધાર ખુબોભર્યો લાગતો,

આજ સૌરભભરી રાત સારી."

કવિ અહીં અંધકારની ખુબૂ પણ અનુભવે છે.”

અંધકારને એની આગવી–અનેરી શોભા છે. અમાસની અંધારી રાતે રાતરાણીનાં ધોળાં ફૂલ મહેકી ઊઠે છે. ઉપરાંત જૂઈ, મોગરો, માલતી, પારિજાત જેવાં પુષ્પોની માદક સુગંધ સમગ્ર વાતાવરણને માદક બનાવી દે છે. આપણું ધ્યાન આ તરફ હોય તો પેલા કવિની જેમ આપણનેય અંધારું “ખુશબોર્મ ભર્યું લાગે. જોકે અંધકાર તેના સ્થળના સંદર્ભ પ્રમાણે જુદો જુદો લાગે છે. ગામડાં, શહેર અને વનઉપવનમાં અંધારી રાત વિભિન્ન ભાવોની સુંદર સૃષ્ટિ ખડી કરે છે. ગાઢ અંધકારમાં જરાક પ્રકાશ પડી જતાં અંધારું વધુ પ્રબળ લાગે છે. કોઈ નાનકડી ઝૂંપડીમાં બળતો નાનો દીવો આછો પ્રકાશ પાથરી ખુશાલીમાં ડોલી ઊઠે છે. વનઉપવનમાં પાંખે ચળકાવી આછા પ્રકાશમાં કૂંડાળાં રચતા આગિયા અદ્ભુત લાગે છે. આવા અંધારાની શોભા આવકારતાં એક કવિ ગાઈ ઊઠે છે :

મુબારક હજો તેજ-અંબાર સૌને,

અમોને અમાસોની જાહોજલાલી.” 

અમાસ કે અંધકારની ઉપેક્ષા કરવાને બદલે આપણી રસવૃત્તિ કેળવીને અવલોકન કરીશું તો આકાશના અખૂટ વૈભવનું દર્શન કરીને પ્રસન્ન થઈ શકીશું. દૂરસુદૂર ટમટમતા તારલિયાઓની એક અનોખી ભાતથી આખું આકાશ જાણે અમાસની અંધારી રાતનું એક જીવંત કાવ્ય બની રહે છે. એક અદીઠ અને અસ્પષ્ટ રહેતી તેજની અલૌકિક સૌંદર્યસૃષ્ટિનો અણસાર આપણે પામી શકીશું. પૂર્ણ પ્રકાશની પ્રબળ પ્રેરણા જાગ્રત કરવામાં અમાસના અંધકારથી સાર્થકતા રહેલી જણાશે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !