Saturday, 12 October 2019

દહેજ પ્રથા નિબંધ ગુજરાતી - Dowry System Essay In Gujarati

Dowry System Essay In Gujarati Language : Today, we are providing દહેજ પ્રથા નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Dowry System Essay In Gujarati Language to complete their homework.

દહેજ પ્રથા નિબંધ ગુજરાતી - Dowry System Essay In Gujarati

  • દાતમાં પારધિ કયું પાપ ભયંકર ગણાવે છે? શા કારણથી ? 
  • દહેજ પ્રથા અને વીરવિજય કયાં કયાં પ્રચલિત છે? 
  • લોકો દીકરા દીકરીએ શા માટે વેચતા હશે? 
  • કન્યાવિચથી દેશ, સમાજ, ને કુટુંબને કયાં કયાં નુકસાન છે? 
  • સ્ત્રી જાતિને શે અન્યાયનુકસાન છે?—સારાંશ.
એક પારધિ પાણીથી ભરેલો ઘડે હાથમાં લઈ રસ્તા ઉપર પાણી છાંટતે છાંટતે જતો હતો. સામા એક સંન્યાસી મળ્યા. સંન્યાસીએ પૂછ્યું, અરે પાપિ? આ રસ્તા ઉપર પાણી કેમ છો? છે? પારધિએ કહ્યું, મહારાજ, આ રસ્તાને પવિત્ર બનાવું છું. અરે પાપી ! નરાધમ! પાપને ભંડાર તે તું પોતેજ છે. તારે વળી ભૂમિને પવિત્ર બનાવવાનું પ્રયોજન શું હોય ? મહારાજ, હું પાપી છું, પરંતુ મારા કરતાં પણ એક અધિક પાપી મનુષ્ય આ રસ્તા ઉપર થઈને ગમે છે. તેથી રસ્તાને પવિત્ર બનાવું છું. હું તે મરેલા જાનવરનું માંસ ભક્ષણ કરીને નિવાહ ચલાવું છું, પરંતુ આ રસ્તેથી એક જીવતાં પિતાનાં બાળબચ્ચાં વેચીને પિતાનું ગુજરાન કરનાર પાપી માણસ ગયો છે, એ મારા કરતાં પણ વધારે અધમ ને પાપી છે. સંન્યાસી કહે, ભાઈ, તું કહે છે તે તદ્દન સાચું છે. કન્યાવિક્રય કરનાર તારા કરતાં પણ વધારે પાપી છે.

કન્યાવિક્રય એટલે પુત્રીનું વેચાણ. આ ઘર પાપ એક નાહ પણ અનેક રૂપે આખા હિંદુસ્તાનમાં વ્યાપક છે. કેઈ જ્ઞાતિમાં ગુમ છે, તે કઈમાં પ્રસિદ્ધ છે. કેટલીક નાતેમાં પુત્રીને બદલે પુત્રનાં વેચાણ થાય છે, તેને વરવિક્રય કહે છે. આ બંને રિવાજ દુષ્ટ ને પાપી છે. પિતાનાં સંતાને વેચીને તેમાંથી સુખ સગવડનાં સાધનો મેળવવાં એ મનુષ્યજાતિને હીણપત લગાડનારું છે.

દહેજ પ્રથા અને વરવિક્રયનો ચાલ ઉપસ્થિત થવાનાં કારણને વિચાર કરીએ. લક્ષ્મી દરેક જાતનું ઐશ્વર્ય પ્રાપ્ત કરાવનારી છે. તેના. વડે સર્વ અધિકાર પ્રાપ્ત થાય છે, અને સમાજમાં મોટાઈ મળે છે. સ્વાશ્રયથી લક્ષ્મી મેળવવાની તાકાત રહી ન હોય, અગર ઈચ્છા થતી ન હોય, ત્યારે પશુની માફક પિતાનાં સંતાને વેચીને લક્ષ્મી પ્રાપ્ત કરે છે, ને નામના જાળવી રાખવા વલખાં મારે છે. 

કેટલાંએ કુટુંબની મિલ્કતમાં સંતાને સિવાય કંઈ પણ હતું નથી. તેઓ નિરાધાર સ્થિતિમાં કન્યાવિક્રય કરી, તેમાંથી પિતાને નિભાવ કરી લે છે. દેવાદાર સ્થિતિમાં લેણદારોના ત્રાસમાંથી બચવા માટે પણ કેટલાકને આ માર્ગ ગ્રહણ કરવો પડે છે. કેટલેક પ્રસંગે માબાપની અજ્ઞાનતાને લીધે અગર દીકરીઓ નિરાધાર થઈ જવાથી ઉજળા ગૃહસ્થ–ગુપ્ત દલાલોના પંજામાં જાણે અજાણે ફસાઈ જાય છે. આવી દલાલી કરનારાઓને વર્ગ પણ દિવસે દિવસે વધતો જાય છે. આમ એક પાપમાંથી અનેક પાપ વધતાં જાય છે.

કન્યાવિક્રયના ચાલથી સમાજ અને પ્રજાને ક્યાં ક્યાં નુકસાન છે તેને વિચાર કરીએ. જે માબાપે પિતાનાં બાળકોને ઉછેરી લાયક મનુષ્ય બનાવવામાં બેદરકાર રહે છે, તે સંતાનનાં દ્રોહી બને છે. તેઓ સંતાનોની, સમાજની અને પ્રજાની સંસ્કૃતિને હાનિ પહોંચાડે છે, અને તેને નાશ કરવાનાં બીજ રોપે છે. સંતતિ પ્રત્યે પિતાના ધર્મ શા છે, તે નહિ સમજનારી પ્રજાનું પતન થાય છે. ભાવિ પ્રજાના ઘડતરને આધાર માબાપ ઉપર છે. હવે માબાપ નીચ વૃત્તિઓને વશ થઈ, આવાં અધમ કૃત્ય કરે, તો પ્રજાની અવશ્ય પડતી થાય. તેમજ આખી સ્ત્રી જાતિનાં પણ તેઓ દ્રોહી બને. આ પાપમાંથી પ્રાયશ્ચિત કર્યું પણ છૂટકે થાય તેમ નથી.

પૈસાના સ્વાર્થમાં કન્યાનું હિત ન સચવાય, તે તેનું ભાવિજીવન અનેક પ્રકારે દુઃખમય બને છે. કન્યાવિક્રયની પ્રથાથી નાની ઉંમરની બાળાઓને ગૃહસ્થાશ્રમી બનાવવામાં આવે, વૃદ્ધો સાથે કુમળી બાળાએનાં લગ્ન થાય, રોગનું પ્રમાણ વધે, બાળપણમાં જ રાંડનારી બાળાઓની સંખ્યા વધે, વ્યભિચાર વધે, અને અધર્મ-અનીતિ વધતાં જાય. વળી ગુપ્ત દરદાથી સમાજને આંતરિક સડે વધે, અને થોડા જ સમયમાં પ્રજા હાલહવાલ થઈ જાય. સમાજનું એક અંગ સડેલું હોય, તે આખો સમાજ સડે છે, અને તેની અસર દેશ અને પ્રજા ઉપર, પણ થાય છે.

એક શ્લોકમાં કહ્યું છે, કે “કન્યાવિક્રય કરનારા મનુષ્યો કરતાં શિકારીઓ ઉત્તમ છે. કારણ કે શિકારીઓ તો બીજા પ્રત્યે નિર્દય છે, પણ કન્યાવિક્રય કરનારા તો પિતાનાં સંતાનો પ્રત્યેજ દયાહીન છે.”

બીજા એક શ્લોકમાં કહ્યું છે કે, “મેરૂ અને મંદરાચલ સરખાં પાપ શિવનો જાપ જપવાથી નાશ પામે છે, પણ કન્યાવિક્રયથી થતું. પાપ કોઈ ઉપાયથી બળી જતું નથી.”

જે પ્રજા આવા હાનિકારક રિવાજો સંઘરી રાખશે, તેની ચઢતી થવી અશક્ય છે. મનુષ્ય દુનિયાનાં બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. તેને પરમાત્માએ બુદ્ધિ ને હૃદય આપ્યાં છે. તે મનુષ્યજાત સંતાન ઉછેરનો બદલો લે, એ કુદરતથી વિરુદ્ધ છે, અને નીચતાની નિશાની છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: