Tuesday, 15 October 2019

સ્વાશ્રય નિબંધ ગુજરાતી - Swashray Essay in Gujarati

Swashray Essay in Gujarati Language : Today, we are providing સ્વાશ્રય નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Swashray in Gujarati Language to complete their homework.

સ્વાશ્રય નિબંધ ગુજરાતી - Swashray Essay in Gujarati

  • તમને પરાધીન જીવન પસંદ પડે કે સ્વાશ્રયી શાથી? 
  • સ્વાશ્રયને ખરે અર્થ છે? શા માટે આપણા પિતાના શ્રમ ઉપરજ જીવન નિભાવવું જોઈએ ? 
  • દુનિઆ બધી પરાશ્રયી બની જાય તે શું બને? પરાશ્રયી માણશનાં ગુણ, સ્વભાવ, કર્મ કેવા પ્રકારનાં થઈ જાય ? 
  • સાચા જવાશ્રયીનાં ખાસ લક્ષણે કયાં કયાં ? 
  • દેશના ઉત્કર્ષ માટે કેવાં સ્ત્રીપુરુષે જરૂરનાં છે? સારાંશ.
સ્વાશ્રય એટલે પિતાના શ્રમના ફળ ઉપરજ જીવનને આધાર રાખવો તે. જે માણસ જેટલે અંશે બીજાના ઉપર આધાર રાખે છે, તેટલે અંશે તેને તે ગુલામ બને છે, અને એવા માણસને જીવનના દરેક કાર્યમાં નિરાશાજ પ્રાપ્ત થાય છે.

આપણે આપણા જીવનમાં ખાવા પીવા માટે, ઓઢવા પહેરવા માટે અને જીવનમાં સુખ સગવડ ભોગવવા જે જે ચીજો વાપરીએ છીએ તે બધી ચીજે કંઈ શ્રમ વિના ઉત્પન્ન થતી નથી. કુદરતને ભંડાર અખૂટ છે. તેમાંથી દરેક જીવ પોતાની સુખ સગવડની ચીજો શ્રમ વડે મેળવે છે. બુદ્ધિને અનુભવ પૂર્વક કરેલા શ્રમ વડે જ દુનિઆએ. પ્રગતિ કરી છે. આ પ્રાપ્ત કરેલી ચીજોમાં નાણાં વડે અદલો. બદલો થાય છે.

હવે આપણે વિચારવાનું કે જીવનમાં આપણે અનેક ચીજોને ઉપભોગ કરીએ છીએ એ દરેક વસ્તુઓમાં આપણું શ્રમને હિસ્સો કેટલો છે, અગર એમાંની કેટલી ચીજો આપણું શ્રમ વડે પ્રાપ્ત કરેલા પૈસામાંથી ખરીદેલી છે. જે આપણે બીજાના શ્રમ ઉપરજ આપણું જીવન નિભાવતા હોઈએ તે આપણે તેમને અન્યાય કરીએ છીએ. આપણા જીવનમાં આપણું નિભાવ પુરતા પણ આપણે શ્રમ હોવો જોઈએ.

આ પ્રભુના સુરાજ્યમાં બીજાને શ્રમ વૃથા છીનવી લઈ લેવાને આપણને અધિકાર નથી. બાપદાદા તરફથી વારસામાં મિલ્કત મળેલી હોય, તે પણ તે મહેનત વિના તે નહિજ ઉત્પન્ન થઈ હોયને! માટે એ શ્રમને બદલે આપવાની આપણું ફરજ ચૂકવી જોઈએ નહિ. વગર અમે પ્રાપ્ત થએલી થાપણનો પિતાનું અને પારકાનું ભલું કરવામાં ઉપયોગ કરી શકાય, પણ તેમાં રવાદારગી તે નજ થાય. બાલ્યાવસ્થાનો નિભાવ થાપણની મદદ વડે કરી શકાય, પણ પાકી ઉંમર થતાં, ખરો સ્વાશ્રયી હોય, તે તે તેનો પણ બદલે આપી છુટો થઈ જાય.

પારકા ઉદ્યોગનાં ફળ ભોગવવાની આશા રાખનાર પાપી, લુચ્ચે, કે હરામી કહેવાય છે. તેઓ પોતાના આત્માને દ્રોહ કરે છે એટલું જ નહિ, પણ દેશને પણ હી બને છે, અને અંતે સર્વને હાનિ પહોંચાડે છે. બીજાના આધાર ઉપર જીવવાનું છે, માટે જ ભીખને નફટ કહી છે. પરાશ્રયી માણસ તેની માતાને અને ભૂમિને ભારરૂપ છે. એવા મનુષ્યો સંસારમાં ન હોય તો તેથી જગતને તલભાર પણ નુકસાન નથી. ઘડીભર વિચારીએ કે જગત બધું બીજાના ઉપર આધાર રાખતું થઈ જાય, તે પરિણામ શું આવે? જગતને વ્યવહાર એકદમ બંધ પડે, માટે દરેક મનુષ્ય પિતાને માટે અને પરિકલ્યાણને માટે કંઈક શ્રમ તે કરવો જોઈએ. ઉચ્ચ જીવન ગુજારવાની ખરી ચાવી સ્વાશ્રય છે.

ખરા સ્વાશ્રયી પુરુષ કોઈને શ્રમ વૃથા સ્વીકારતા જ નથી. તેઓ હંમેશાં પિતાના બળ અને પરાક્રમ ઉપરજ ખૂઝે છે. સ્વાશ્રયી માણસને બીજાના શ્રમનું ફળ બદલો આપ્યા વિના લઈ લેવાની ઇચ્છા થતી જ નથી. તેઓ પિતાના જીવનમાં પોતાના બાહુબળથીજ દરેક ઉન્નતિ મેળવે છે.

સ્વાશ્રયી માણસો જ દુનીઆને વધારે ઉપયોગી છે. કારણકે સ્વાશ્રયી માણસેના બળ વડે આખો દેશ સ્વાશ્રયી બને છે, અને દેશની સ્વતંત્રતા જળવાઈ રહે છે. વળી સ્વાશ્રયી માણસની શક્તિઓ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જ જાય છે, અને એ શક્તિઓની જમાવટ થતી રહે છે. આ શક્તિઓ માટે ભાગે પરકલ્યાણમાંજ વપરાય છે, તેથી તે દેશ મહત્તા પ્રાપ્ત કરી ઉચ્ચ દશા ભોગવે છે.

સ્વાશ્રયી મનુષ્યની મુખમુદ્રા હંમેશાં આનંદી રહે છે, કારણ કે તે પિતાની ચાલુ હાલતમાં સંતોષ માની વધારે સારી કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. હિંમતથી સ્વબળે અખંડ ઉદ્યોગી રહી તે પિતાના કાર્યમાં વિજય મેળવે છે. વળી સ્વાશ્રયી માણસ બીજાના શ્રમનું ફળ ઈચ્છે નહિ. તેથી કેઈ બીજાના શ્રમનું ફળ છીનવી લેતે હેય, ત્યારે સાચી બાબત કહી દઈ તેને મદદ કરવા પણ ચૂકે નહિ. આવા સ્વભાવથી તે હંમેશાં ન્યાયી અને પ્રમાણિક ગણાય છે. હવે જે માણસ સ્વાશ્રયી, સંતોષી, ધૈર્યવાન, ન્યાયી અને પ્રમાણિક છે. તે માણસ દુનીઆમાં સ્વતંત્ર છે. આવા માણસને પ્રજા ચહાય છે, તેની મદદ ઈચ્છે છે, અને સંસારનાં સર્વ સામાન્ય સુખો તે ભગવી સુખી બને છે. એક સ્વાશ્રયના ગુણમાંથી ઉપર પ્રમાણેના સગુણે પ્રાપ્ત થાય છે.

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: