Gujarati Essay on "Vinash kale Vipreet Buddhi", "વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિશે નિબંધ ગુજરાતી" for Class 5, 6, 7, 8, 9 & 10

Admin
0
Essay on Vinash kale Vipreet Buddhi in Gujarati Language : Today, we are providing વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિશે નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Gujarati Essay on Vinash kale Vipreet Buddhi to complete their homework.

Gujarati Essay on "Vinash kale Vipreet Buddhi", "વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિશે નિબંધ ગુજરાતી" for Class 5, 6, 7, 8, 9 & 10

વિનાશકાળે વિપરીત બુદ્ધિ કહેવતને અર્થ એ છે કે નઠારું થવાનું હોય કે પડતી દશા આવવાની હોય ત્યારે માણસને અવળી બુદ્ધિ સૂઝે છે. અવળી બુદ્ધિ એટલે પાપાચારણ કરવાનો વિચાર ખરાબ કામ કરવાની ઈચ્છા.
આ કહેવત ખરેખર સાચી છે. એ સાબીત કરવા આપણું રામાયણમાંથીજ દષ્ટાંત લઇએ.
લંકાને રાજા રાવણ મહાવિદ્વાન ને બળવાન હતા. દેશપરદેશના રાજાએ એનાથી કંપતા. દેવેની સેનાને હરાવે એવું એનું સૈન્ય હતું. એની સામા થઈ એને જીતે તે ભારતવર્ષમાં કોઈ રાજા નહે. રામ સાથે વનવાસ ભોગવતાં રૂપાળાં સીતાજીને એણે પંચવટીમાં જોયાં અને તેમને પિતાના રણવાસમાં લઈ આવવાની વિપરીત બુદ્ધિ અને સૂઝી. એણે સતીનું હરણ કર્યું. શ્રીરામે લંકા પર ચઢાઈ કરી. ઇદ્રને હરાવનાર, રાવણને વિજયી પુત્ર ઇદ્રજિત મરાયો. એ પણ રામને હાથે મૂઓ અને સેનાની લંકા ધૂળ ભેગી થઈ. આમ વિપરીત બુદ્ધિ કરવાથી રાવણને વિનાશ થયો.
તેજ પ્રમાણે કરને વિપરીત બુદ્ધિ સૂઝતાં તેમનું રાજ્ય ગયું અને તેમને યુદ્ધમાં પ્રાણ છેડવા પડયા. - પાંચ પરાક્રમી અને સદાચરણી પાંડ કૌરના પિતરાઈ ભાઈઓ થતા હતા. તેમની ગાદી પચાવી પાડવાને પાપી વિચાર કૌરેએ કર્યો. પાંડવોને જુગાર રમાડી તેમને વનવાસ કાઢયા. પરિણામે કુરુક્ષેત્રના મેદાનમાં દારૂણ યુદ્ધ થયું; તેમાં વિપરીત બુદ્ધિવાળા સોએ કૌર તેમના સંબંધીઓ સાથે નાશ પામ્યા. આ વિપરીત બુદ્ધિનું પરિણામ.
આથી ઉલટું જેને સારી બુદ્ધિ સૂઝે છે અને જે સારા વિચારે અમલમાં મૂકે છે તેની સદા ચઢતી થાય છે.
વાલ્મીકિ લૂંટને બંધ કરી પિતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા. એક વખત ઋષિઓએ એમને આ કેવું પાપી કામ હતું તે સમજાવ્યું વાલ્મીકિને પવિત્ર જીવન ગાળવાને વિચાર થયો ને તે તેમણે અમલમાં મૂક્યો. પરિણામે પ્રાચીન હિંદુસ્તાનમાં એક મહાપવિત્ર અને જ્ઞાની ઋષિ તરીકે તે વિખ્યાત થયા. આ શુભ વિચારનું શુભ પરિણમ.
ઈતિહાસ પણ એજ વાતની સાક્ષી પુરે છે. પ્રિયદર્શી રાજા અશેકને કલ્યાણ કરવાને શુભ વિચાર થયો. એ વિચાર તેણે અમલમાં મૂકો. રાજા હોવા છતાં બૈદ્ધધર્મના સાધુના જેટલી સાદાઈ તેણે ગ્રહણ કરી. લેકને ધાર્મિક શિક્ષણ આપવા તેણે પિતાના આખા રાજ્યમાં અને દેશવિદેશ સાધુઓ મોકલ્યા. પિતાની પ્રજાને માટે અને પશુઓને માટે દવાખાનાં સ્થાપ્યાં. નાલંદાની મેટી વિદ્યાપીઠ સ્થાપી અને હિંદુસ્તાનના ઈતિહાસમાં પિતાનું નામ અમર કર્યું. આ સારા વિચારનું પરિણામ.
આ ઉપરથી સાબીત થાય છે કે સારા વિચારો આવે એ ભવિષ્યમાં સારું થવાનું છે તેની નિશાની છે, અને નઠારા વિચાર સૂઝે તો સમજવું કે ભવિષ્યમાં કાંઈ નઠારું થવાનું છે. સારા કામનું પરિણામ સારું અને નઠારાનું નઠારું આવે એ દુનિયામાં પ્રવર્તાય અચળ નિયમ છે; માટે અશુભ વિચાર આવતાં જ તેને “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” એ કહેવત યાદ કરી અટકાવવું જોઈએ. એવા પાપી વિચારને છોડી કોઈ સારે વિચાર કરે જોઈએ, અને તે સારે વિચાર અમલમાં મૂકવા પરમેશ્વરની સહાયતા માગવી જોઈએ. આમ કરવાથી ભવિષ્યમાં સુખ અને શાંતિ મળશે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !