Wednesday, 9 October 2019

મારા જીવનને ધન્ય પ્રસંગ નિબંધ ગુજરાતી - Essay on The Happiest Moment of My Life in Gujarati

મારા જીવનને ધન્ય પ્રસંગ નિબંધ ગુજરાતી : Today, we are providing "મારા જીવનને ધન્ય પ્રસંગ નિબંધ ગુજરાતી" For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on The Happiest Moment of My Life in Gujarati Language to complete their homework.

મારા જીવનને ધન્ય પ્રસંગ નિબંધ ગુજરાતી - Essay on The Happiest Moment of My Life in Gujarati

  1. નાની ઉમરે ધન્ય પ્રસંગ કર્યો હોઈ શકે? મારી મુંઝવણ 
  2. લગ્નને ધન્ય પ્રસંગ ગણી શકાય? મારે તે નથી. 
  3. મહાત્માનાં દર્શન, મુસાફરીની તક, કઈઉત્સવ, આ ગણાય?
  4. સ્વદેશ માટે જેલયાત્રા, કેાઈ પરમાર્થી કાર્ય, એ ગણાય? 
  5. રમતગમતની હરિફાઈ, ઉછળતા માનવસાગર, મને સુવર્ણ ચંદ્રકે મળ્યા. એ ગણાય? છે. 
  6. મારા જીવનમાં તે તેજ ધન્ય પ્રસંગસર્વને હું પ્રેમપાત્ર બન્ય, નવીન પ્રેરણા મળી, અને જીવનમાં પલટો થયો.
પરીક્ષકોને એટલી પણ સમજણ નહિ હોય કે વિદ્યાર્થીઓની ૧૭–૧૮ વર્ષની ઉંમરમાં અભ્યાસ કાળમાં ધન્ય પ્રસંગ કયા અને કેવા આવતા હશે ? જીવનના કયા પ્રસંગોને ધન્ય કહેવા? તે પણ મને સમજાતું નથી. આવા સંદિગ્ધ પ્રશ્નો પૂછવાનો હેતુ વિદ્યાર્થીઓનું માનસ તપાવવાને હેય; તો તેથી પણ અર્થ શું સરે?

કેટલાક પિતાનાં લગ્નને ધન્ય પ્રસંગ માનતા હશે. પોતાના લગ્નને ઉત્સવ ઉજવાય છે તેમાં પોતે કંઈક વધુ મહત્ત્વ ધરાવનારી વ્યક્તિ છે, અગર ઉત્સવમાં ભાગ લેનારાઓના આનંદનું મૂળભૂત કારણ પોતે છે, એવું કંઈક ભાન થાય અને તેથી પિતાના જીવનને કેાઈ ધન્ય માને. પણ મારું ગઈ સાલ લગ્ન થઈ ગયું. હું સમજું છું કે વિદ્વાનને સમજુ માણસ જે પોતાના જીવનમાં વધારેમાં વધારે મૂર્ખ બન હેય તો તે પ્રસંગ બને છે. વળી સૂર્યના તેજસ્વી પ્રકાશમાં, અને મારી બંને આંખે કામ કરતી હોવા છતાં મારી ઠોકી બેસાડવામાં આવેલી મારી જીવન ધર્મ સહચારિણીનાં હું દર્શન સરખાં પણ કરી શકયો નથી. હું અતિ મુંઝાયો છું તો તમે કહે, હું એને ધન્ય પ્રસંગ શી રીતે માની શકું?

કેટલાક વિદ્યાર્થીઓ નાની ઉંમરથી રાષ્ટ્ર સેવામાં સ્વમાં સેવે છે. કઈ રાષ્ટ્રસેવક જુએ એટલે એમની છાતી ઉર્ષથી ફુલાઈ જાય. કેઈ સંજોગવશાત રાષ્ટ્ર વિધાતા કે રાષ્ટ્ર સેવકનાં અચાનક દર્શન થાય તે તેને તે જીવનની ધન્ય પળે માને, પણ તેમાં જીવન ધન્ય શી રીતે થયું તે મને નથી સમજાતું.

આજથી ત્રણેક વરસ ઉપર દારૂનાં પીઠાં ઉપર ચેકી રહેતી. દારૂ પીનારાઓને સમજાવીને દારૂ પીતા અટકાવવા એ હેતુ એમાં હતો. મારા ગામના સ્વયંસેવકદળમાં હું હતો. હું ચેકીનું કામ કરતો હતો. દારૂડીઆઓને સમજાવીને ફરીથી દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લેવરાવતા હતા. ત્યાં દારૂના પીઠાવાળાની અરજીથી પિોલીસેએ આવીને મને પકડ, વિજળી વેગે ગામમાં સમાચાર પહોંચ્યા, આખો ગ્રામ સમુદાય ઉલટયે, બધાંએ વિધવિધ પ્રકારે મારી પૂજા કરી–સ્વાગત કર્યું. પ્રથમ જેલમાં જનાર હું જ હતું. હું એક વીરનર તરીકે ઓળખા. મારો ભાગ ઉચ્ચ ગણો ! હું દુઃખને બદલે હર્ષમાં તણાઈ ગયે. મારા જીવનની એ પળને હું ધન્ય માનવા લાગ્યો. પરંતુ બીજે દિવસે જ્યારે મને છોડી મૂકવામાં આવ્યું, અને હું મારે ઘેર આવ્યો, ત્યારે મારે ભોગ ટલો નજીવો હતો, તેનું મને ભાન થયું, અને તેટલો જ ખિન્ન થચો.

આથી જીવનની ધન્ય પળો કેને માનવી અને કઈ ગણવી, એ મારે માટે બહુ મુંઝવણનો પ્રશ્ન છે. કેટલાકને કેઈ કુદરતી દૃશ્ય જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, કેઈ મુસાફરી કરવાની તક મળે, દશેરાની સ્વારી જેવાની તક સાંપડે, વિમાનમાં મુસાફરી કરવાનું મળે, એવા એવા બનાવોને જીવનના ધન્ય પ્રસંગે માને. પણ મને એ બહુ મહત્ત્વની બાબતે નથી લાગતી. મને તે જીવનમાં એક ધન્ય પ્રસંગ ગણવાને અને માનવાને અવસર યાદ આવે છે.

આખા જીલ્લાની તમામ શાળાઓ તરફથી રમત ગમતની હરિફાઈ માટે એક મે મેળાવડે જાયે હતે. વધારેમાં વધારે માણસો એકઠાં થએલાં, મારા જીવનમાં મેં તે વખતે જ જોયાં હતાં. વચ્ચેના મોટા મેદાનમાં રમત ગમતની હરિફાઈ ચાલી રહી હતી. જુદા જુદા પરીક્ષકે તેની નોંધ કર્યા કરતા હતા. પ્રેક્ષક તાલીઓના અવાજથી હરીફોને પ્રોત્સાહન આપતા હતા. મેં આ હરિફાઈમાં આગેવાની ભર્યો ભાગ ભજવ્યો હતો.

ત્રીજે દિવસે પરિણામ જાહેર થવાનું હતું. લોકેની ઠઠ જામી હતી. એકંદર માકર્સ ગણતાં જેને નંબર પહેલે આવે તેનું નામ જાણવાને લેકે બહુજ આતુર થઈ ગયા હતા. એવામાં જ મારા મિત્રાએ મારા ઉપર એકદમ ધસારો કર્યો. મને ઊંચો. અને પિતાના ખભા ઉપર બેસાડી મને ચારે બાજુ ફેરવ્યો. લોકેએ પ્રેમ ભીની નજરથી ને તાલીઓથી મને વધાવ્યો, મારા ઉપર મનગમતી ચીજોને વરસાદ વરસ્યો. કેટલાએ સુવર્ણચંદ્રક મળ્યા, પૈસાથી તે મારું ખીરૂં ફાટી જવાને વિચાર કરતું હતું.

મારા જીવનને એ અમૂલ્ય પ્રસંગ હજુ પણ મને આનંદ આપે છે, ઉત્સાહ આપે છે, અને જીવનમાં મોટાં કાર્યો કરવાને પ્રેરણું આપે છે. એ પ્રસંગ પછી હું વિદ્યાર્થીઓમાં અને મારા શિક્ષકમાં પ્રેમપાત્ર બન્યું, અને તેથી મારા અભ્યાસને માર્ગ વધુ સરળ બન્યો. હું દેશ સેવાનાં સ્વપ્ન સેવત થયો. હું રાષ્ટ્રના નવા યુગના ઈતિહાસને વિધાતા બને તે કેવું સારું, એવી એવી મહેચ્છા સેવતો થયો. પ્રભુ? મારી આશા પુરી પાડે !

SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: