Essay on Moon in Gujarati : Today, we are providing " ચાંદની નિબંધ ગુજરાતી " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. S...
Essay on Moon in Gujarati : Today, we are providing "ચાંદની નિબંધ ગુજરાતી " For class 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use This Information on Moon in Gujarati language to write an Essay or 5 to 10 lines on Moon in Gujarati language
ચાંદની નિબંધ ગુજરાતી - Essay on Moon in Gujarati
ચંદ્રનાં અજવાળાં તે ચાંદની. તે ચંદ્રિકા, સ્ના, વગેરે નામથી પણ ઓળખાય. આકાશમાં સત્તાવીસ નક્ષત્ર, એ પ્રજાપતિ દક્ષની કન્યાઓ, તે ચંદ્રને દીધેલી, તેથી ચંદ્ર નક્ષત્રનાથ કહેવાય છે. આ સત્તાવીસમાં રોહિણી ઉપર ચંદ્રની પ્રીતિ વધારે, તેથી બીજાને ઈર્ષા આવે, અને તેને લીધે ચંદ્રની કળાનો ક્ષય થાય; પણ પૂાણમાએ ચંદ્ર સેળ કળાએ ખીલે, તેની સાથે ચાંદની પણ પૂર્ણ પ્રકાશથી ખીલી રહે, ને પૃથ્વી ઉપર અમૃતને વરસાદ વરસે.
ચંદ્ર સાગર–સરેવરમાં વિહાર કરવા ઉતરે, તેની લહરીઓ સાથે તે વિવિધ રૂપે નાચે, અને તેને સંગ છોડ પણ તેને ન ગમે; ત્યારે ચંદ્રિકા પૃથ્વી પર રમે, પૃથ્વીના સર્વ જીવો સાથે તે હળે મળે, અને સુખદુઃખની વાત કરે. સર્વમાં અમૃત સીંચે ને શીતળતા અપે. આથી પૃથ્વી ઉપર સર્વને ચંદ્રિકા બહુ ગમે. ચંદ્રકાનાં કુમળાં કિરણ નયનમાં પેસી જીવ માત્રનાં હૈડાં ઠારે, તનમનના તાપ સમાવે, થાક ઉકળાટથી ત્રાસી ગયેલાંને વિશ્રાતિ આપે, નવચેતન અપે, એમ ઝાડપાન પશુપક્ષી સર્વ તેનાથી શીતલ થાય ને આનંદ મેળવે.
ચંદ્રિકાનાં નિર્મળાં અમૃત સિંચન વનસ્પતિ ઝીલે, તેથી અણમોલ ઔષધિઓ પ્રફુલ્લ થાય, નદીના રેતાળ પટ ઉજળા બને, પર્વત રૂપેરી પ્રકાશ છવાઈ રહે, ખેતરે ને વાડીઓ હાસ્ય કરતાં લાગે, ચંકાર શાન્ત થાય, સરસાગરની માછલીઓ ચંદ્રિકાએ આપેલાં અમૃત પી મેતી ધારણ કરે અને ભાણેક પણ ઠરે.
ચંદ્રિકાનાં તેજ નિર્મળ, શીતળ અને આલ્હાદકારક, તે આપેલાં ચંદ્ર, તેથી માનવેની પ્રીતિ તેના ઉપર વિશેપ. પૂણિમાએ પૃથ્વી ઉપર ચંદ્રની પુરે પુરી અમીદાસ્ટ, તેમાં પણ સંપૂર્ણ પ્રેમ ભીની દષ્ટિ તે વસંત પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાએ. એ દિવસે ઉગતા કેસરભીના ચંદ્રનાં સૌ કોઈ દર્શન કરે, અને પૂજન કરે. તે દિવસે ઉત્સવ થાય; આહાર વિહારની ઉમદા ગોઠવણે થાય, અને અગાસીમાં બેસી માનવવંદો દૂધપઆ આગે. વળી માનો ગરબે રમે ને રાસ બેલે. એ રીતે માનવ વિવિધ રંગે રમે ને વિવિધ રૂપે રાચે.
સૂર્યનાં કિરણ ગરમ અને તીવ્ર હોય. કિરણ શીતળ પણ હોઈ શકે, એ પ્રથમ જગતને બતાવ્યું શશીએ. ગરમીનાં વ્યવસ્થિત રાજ્ય કરતાં શીતળતાનાં સુરાજ્ય સર્વત્ર વધુ શાંતિ પ્રસરાવનારાં હોય છે. આ સિદ્ધાન્ત સૃષ્ટિને પ્રથમ ચઢે સમજાવ્યું.
સૂર્યાસ્ત સમયે-સલુણ સંધ્યાએ તિમિરના આવરણે તેજનાં પડે ભેદાતાં હોય ત્યાં ચકકાનાં અજવાળાં વહેલામાં આવી પડે, અને પૃથ્વીને વીંટળાઈ વળે. તેનો જ્યાં સ્પર્શ થાય, ત્યાં રૂપેરી ભાત ઉપસી આવે. તે જાણે ઘેરી શ્યામ સાડીમાં હિરાકણીઓ જડી હોય તેવી લાગે. પૃથ્વીનાં પાણું સરિતામાં વહે, સાથે ચંદ્રિકાનાં રઢિઆળાં તેજનાં વહેણ વહે. પર્વત પર્વતે મુકુરે જડાયા હોય ત્યાં ચંદ્રિકાનાં તેજ છવાય, તે મેતીના ઉડતા ફુવારા જેવાં લાગે. આમ સમસ્ત જગતમાં ચંદ્રિકાનાં રાજય સ્થપાય ને શીતળતા છંટાય; ત્યારે પૃથ્વી પર દેવો. વિહાર કરવા નીકળી પડે. દેવો જ્યારે સૂતેલાં માનને મૂંગી આશિષ અર્પણ કરે, ત્યારે ચંદ્રિકા માનને સુધાનું પાન કરાવે.
ચંદ્રિકાને મેઘ સાથે ક્રીડા કરવી બહુ ગમે. વાયુદેવ બંનેને વિવિધ રીતે ખેલાવે ને અનેક રંગે રમાડે. વાદળાં રંગે કાળાં હોય, પણ ચંદ્રકાના સ્પર્શે રૂના ગાભલા જેવાં ભાસે. અભ્રો આમતેમ દોડે, ત્યારે ચંદ્રિકા તેમાં સંતાકુકડી રમે. આ ચંદ્રિકા એમવિહાર માનવ દષ્ટિને રમાડે અને આનંદ આપે.
ચંદ્રિકા એ મૂર્ત સ્વરૂપમાં દેવોની પ્રેમભરી મીઠી દૃષ્ટિ છે.
COMMENTS