Essay on Journey in Gujarati : Today, we are providing મુસાફરીનું વર્ણન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students...
Essay on Journey in Gujarati : Today, we are providing મુસાફરીનું વર્ણન નિબંધ ગુજરાતી For class 5, 6, 7, 8, 9, 10, 11 & 12. Students can Use Essay on Journey in Gujarati Language to complete their homework.
મુસાફરીનું વર્ણન નિબંધ ગુજરાતી - Essay on Journey in Gujarati
મારા જીવનમાં મને એક વખત આબુની મુસાફરી કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. એક રમણીય સંધ્યાકાળે અમારા શિક્ષક સાથે ટ્રેનમાં બેસી અમે નીકળ્યા, બીજે દિવસે ખીલતા પ્રાત:કાળે રજપુતાના-માળવા રેલ્વેના આબુરોડ સ્ટેશને અમે આવી પહોંચ્યા, અને ત્યાંથી મોટરમાં બેસી આનંદ કરતા અમે માઉન્ટ આબુ ગયા. ત્યાં નખી તળાવ ઉપરના રૂઘનાથજીના મંદિરમાં અમે અમારો ઉતારો રાખ્યો હતો.
નખી તળાવ આશરે અર્ધો માઈલ લાંબુ, પા માઈલ પહોળું અને ત્રીસેક ફુટ ઊંડું હશે. પર્વતનાં શિખરે વચ્ચે આ તળાવ છે. તેની આજુબાજુ ફરવાને માટે પાકો રસ્તો બાંધે છે. એક ઋષિના નખ વડે એ તૈયાર થએલું છે એમ કહેવાય છે.
અબુદા દેવીનું (અધર દેવી) સ્થાન સામેના એક શિખર ઉપર છે. ત્યાં જવા માટે ત્રણસે પગથીનો ચઢાવે છે. દરવાજામાં પેસતાં બે વાઘની મૂર્તિઓ છે. નજીક એક કુદરતી ઝરણાંનો પાણીને કંડ છે. મથાળા ઉપર એક ગુફામાં અર્ખદાદેવીનું સ્થાનક છે. તેમાં કાળા પત્થરની મૂર્તિ છે. ત્યાં અખંડ દીવો બળે છે.
આ બંને સ્થળ જોઈ આવ્યા પછી અમો જમ્યા. પછી જરા વિશ્રાંતિ લઈ પાસેની ટેકરી ચઢી ઉતરી બીજે છેડે જવાનો અમે નિશ્ચય કર્યો. પ્રથમ ઊંચે પરશુરામ બ્રહ્મચર્યાશ્રમમાં ગયા. ત્યાંથી બેલીજ રસ્તે થઈ ટેકરીના પશ્ચિમ છેડે અમો ગયા. બેલી જ રસ્તા ઉપરથી આબુ પર્વતનાં દશ્ય અમને બહુજ મનહર લાગ્યા હતા. આ છેડો “સનસેટ પેઈટ' ના નામથી ઓળખાય છે. ત્યાં અમે આથમતા સૂર્યનો મનહર દેખાવ જીવનમાં પ્રથમજ નિહાળ્યા. ત્યાંથી અજાણે રસ્તે થઈ અમે પાછા ફર્યા, ને મહા મુશ્કેલીએ નખી તળાવને સામે કાંઠે પાકા રસ્તા ઉપર ઉતર્યા. અંધારું થઈ ગયું હતું, તેથી ઝપાટાબંધ અમે ઉતારે આવી પહોંચ્યા. પર્વતની વિષમ ભૂમિમાં મુસાફરી કરવી, એ હવે અમને બહુજ આનંદદાયક થઈ પડી.
દેલવાડાનાં દહેરાં અમારા ઉતારાથી સવા માઈલ દૂર હતાં.. ત્યાં તાંબરીનાં પાંચ અને દિગંબરીનું એક, એમ છ દહેરાંને જથ્થો છે. તેમાં તીર્થકરની મૂર્તિઓ છે. તે દહેરાં વસ્તુપાળ તેજપાળ તેમજ વિમળશાએ કરેડ રૂપીઆ ખર્ચે બંધાવ્યાં છે. દેલવાડાનાં દહેરાંમાં વસ્તુપાળનું દહેરું સૌથી સુંદર છે. એના આઠ થાંભલાથી ઉભા કરેલા ઘુમટની, તે ઘુમટના અંદરના ને બહારના કોતરકામની, તેમજ દેરાણી જેઠાણીના ગેખલાના કેતરકામની કારીગરી, હિંગ કરી નાખે છે. શ્વેત આરસ ઉપરની આ કારીગરી સૃષ્ટિમાં અદ્ભુત નમુનો છે. બીજે દિવસે સવારમાં અમે આ સર્વ જોયું.
અચળગઢ દેલવાડાથી પાંચ માઈલ દૂર છે. અમે ત્યાં જવા નીકળ્યા. ત્રણેક માઈલ કાપ્યા પછી ગુરુશિખર જવાને રસ્તે જુદો પડે છે, ત્યાં ટ્રેવર તળાવ ન ડાક બંગલો છે. ત્યાંથી અચળગઢ જતાં અચળેશ્વર મહાદેવ, મંદાકિની કુંડ, અને કેટલીક ગુફાઓ આવે છે. તે અમે જોઈ. પછી ગઢ ઉપર ચઢતાં પ્રથમ અપભદેવજીનું, પછી નેમીનાથનું, અને પછી આદિનાથનું મોટું દહેરું આવે છે. ત્યાં મોટી ચામુખી સેનાની મૂર્તિ છે. એ દહેરું કુંભારાણાની વિધવા સ્ત્રીએ બંધાવ્યું છે. તેના બીજા માળ ઉપરથી પર્વતનાં અદ્ભુત દૃષ્યો દૃષ્ટિગોચર થાય છે. “સપ્તધૂમ' આગળથી આજ દહેરાં દેખાતાં હતાં. ત્યાંથી શિખર ઉપર જતાં શ્રાવણભાદરવો તળાવ, કુંભારાણાના મહેલનાં ખંડિયેરે, અને હરિશ્ચંદ્રની ગુફાઓ આવે છે. આ સર્વ પણ અમે જઈ આવ્યા.
ગુરુશિખર એ આબુ પર્વતનું ઉંચામાં ઊંચું શિખર છે. તે ૫૬૫૦ ફુટ ઊંચું છે. અમો તે શિખર ઉત્તર દિશામાં જોઈ શકતા. હતા. ઘણી મુશ્કેલીએ અમે ગુરુશિખર ચઢી શક્યા. ત્યાં કનખલતીર્થ, ગુરુ દત્તાત્રયનાં પગલાં, મોટો ઘંટ, અને ઘણું ગુફાઓ જોઈ. પછી છેક ઉપરને મથાળે અમે જઈ પહોંચ્યા. ગુજરાતની ઊંચામાં ઊંચી જગાએ જઈ અમો ચારે બાજુ દષ્ટિ નાખવા લાગ્યા. આ દો જીવનભર ન ભૂલી જવાય એવાં હતાં.
આબુ પર્વતની દંક્ષિણ બાજુએ સીધા ઉભા પર્વતમાં વસિષ્ઠાશ્રમ આવેલો છે. તે જેવા અમે બીજે દિવસે સવારમાં ઉપડ્યા. ત્રણેક માઈલ ચાલ્યા પછી પર્વતના મથાળાંની છેલ્લી ધાર ઉપરની નાની અગાસી ઉપર અમે આવ્યા. અગાસી ઉપરથીજ વસિષ્ઠાશ્રમ દેખાતે હતે. સાત આઠ પગથીઆં જેટલો ઊભો ઢોળાવ ઉતરીને અમે વસિષ્ઠાશ્રમમાં જઈ પહોંચ્યા. આ જગા બહુજ રમણીય છે. ત્યાં રામ, લક્ષ્મણ અને વસિષ્ઠ ગુની મૂર્તિઓ છે. એક ગાયના મુખમાંથી ઝરણાંનું અખંડ પાણી બાંધેલાં કુંડમાં પડ્યા જ કરે છે, અમે સવેને ત્યાં નાહવાની બહુ મઝા પડી. ત્યાં કોતરે, ખીણના દેખા, અને કેટલીક ગુફાઓ જોઈ, અમે બપોરે પાછા ઉતારે આવી પહોંચ્યા.
બપોરે વિશ્રાનિત લીધા બાદ અમે ગામમાં ફરવા નીકળ્યા. ત્યાં રજપુતાના હોટેલ, કલબ, કેટલાક રાજાઓના બંગલા, ગવર્નર જનરલની કિસ ને બંગલો, લોરેન્સ સ્કૂલ, સેનેટેરીઅમ, મીલીટરી બરાક, વગેરે સ્થળ જોયાં. ત્યાંથી અમે “પાલણપુર પિઈટ’ ભણી ફરવા નીકળી પડ્યા. લાંબી મજલ કાપીને પણ અમે “પિઈટ' ઉપર જઈ પહોંચ્યા. ત્યાંથી કઈ વિશાળ પ્રદેશ ઉપર વિમાનમાંથી જાણે નજર નાખતા ન હોઈએ એમ અમને લાગ્યું.
બીજે દિવસે અમારી મુસાફરી પુરી થવાથી ઘેર પાછા ફરવાનું હતું. તેથી સવારમાં ઊઠતાં પર્વતનાં એ મનહર દશ્યો ઉપર ફરીથી એક પ્રેમભીની નજર નાખી, પછી આકાશમાંનું કોઈ વિમાન જેમ એકદમ પૃથ્વી ઉપર ઉતરી પડે, તેજ પ્રમાણે અમે મોટરમાં બેસી આબુરેડ સ્ટેશને આવી પહોંચ્યા. સા તરત જ મળી ગએલી ટ્રેનમાં બેસી સાંજે તે પિતા પોતાને ઘેર પહોંચી ગયા. અમે પાંચમે દિવસે ઘેર આવ્યા, પણ જાણે પાંચ વર્ષ પછી અમે ન આવ્યા હોઈએ, એમ અમને લાગ્યું. જીવનના એ પાંચ દિવસ અને અણમોલા થઈ પડ્યા. હજુ પણ એ સંસ્કારનાં સ્મરણ અને જ્યારે ને ત્યારે આનંદકારક થઈ પડે છે.
COMMENTS